SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1053
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo૪ ) [ જૈન પ્રતિભાદર્શન ( ભક્તોની હાજરીમાં ઊજવાયો. ખુદ ભરૂચ શહેરમાં છેલ્લાં 200 વર્ષના ઇતિહાસમાં આવો ભવ્ય પ્રસંગ થયો નથી. ભરૂચ તીર્થનાં અન્ય કામો–અદ્યતન ભોજનશાળા, ધર્મશાળા વિ. પૂર્ણ થયાં છે. બીજાં પણ કામો કરવાની ભાવના છે. તેમના દરેક કાર્યમાં તેમનાં માતાના આશીર્વાદ તથા તેમનાં ધર્મપત્ની યશોમતીબેનનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે. ( શ્રી હસમુખરાય વનમાળીદાસ મહેતા ) અનન્ય શ્રદ્ધા અને અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પામનાર શ્રી હસમુખભાઈ વી. મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના વતની છે; પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. અને તેજસ્વી બુદ્ધિશક્તિ, વિચારશક્તિ અને કુશળ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે કાર્યમગ્ન રહી ખૂબ નામના મેળવેલ છે. ઉપરાંત સંસ્કાર અને સેવાપરાયણતાના સણોથી શોભતા શ્રી હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક શ્રી હસમુખરાય મહેતા Jઆયોજનોમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ કયારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને હંમેશા નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોનાં બધાં જ સાધુસાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેરછાઓ છે. જીવનનાં સ્વપ્નાઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથોથી નહીં પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે, એ સૂત્રાનુસાર તેમની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર સન્માન પામ્યા છે. જૈન શાસન સેવાને ક્ષેત્રે જે પરિવારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. | શ્રી ખુમચંદ રતનચંદ શાહ | શ્રી રાજેન્દ્રભાઈ દલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy