________________
અભિવાદન ગ્રંથ |
[ ૧૪૧
'જયવંતા જિનશાસનના 'ધર્મવીરો-કર્મવીરો-શૂરવીરો
સંકલન : અ. સૌ. જયશ્રીબહેન વી. શાહ, વડોદરા
જયવંતુ જૈનશાસન-એ શાસનનો જય જયકાર ત્યારે જ થાય કે--જ્યારે એ શાસનમાં તેના અનુયાયીઓમાંથી વિવિધ ક્ષેત્રમાં વીર-નરપુંગવો પાકે, અને તેને પકવનાર નારીરત્નો પાકે. આ શાસનમાં અત્યાર સુધીમાં સમયે-સમયે અનેક નરવીરો થઈ ગયા છે, ભગવાનના સમયમાં અભયકુમાર જેવા, વચલા કાળમાં સંગ્રામ સોની, ચંપા શ્રાવિકા જેવા અને અત્યારના નજીકના કાળમાં મોતીશા, રાજનગર નિવાસી કસ્તુરભાઈ મણીભાઈ શેઠ તથા શેઠ નરશી નાથા જેવા ઘર્મવીરો થયા છે એના પ્રભાવે જૈન શાસનનો જય-જયકાર થઈ રહ્યો છે.
ઘર્મવીરતાની સાથે-સાથે કર્મવીરતા અને શૂરવીરતા પણ જોઈએ અને તો જ ધર્મવીરતા દીપે. એવા કર્મવીરો અને શૂરવીરોમાં મહારાજા ખારવેલ વગેરે, વિક્રમાદિત્ય હેમુ વગેરે, માતા પાહિની દેવી, ઉજમફૈ, સિદ્ધગિરિની રક્ષા કાજે ફના થઈ જનારા બારોટો વગેરે આપણને પોતાના અનુપમ-અનુકરણીય-આદર્શરૂપ જીવન દ્વારા એક નાનકડો પણ ભવ્ય સંદેશો આપી રહ્યાં છે કે, તમો પણ ધર્મવીર-કર્મવીર-શરવીર બનો અને જૈન શાસનનો જય જયકાર કરો...સૌરાષ્ટ્રના ચૂડા રાજયના એક વખતના કારભારી અને જૈન નવલકથાઓ દ્વારા લબ્ધપ્રતિષ્ઠિત શ્રી જગજીવનભાઈ માવજીભાઈ કપાસીના પરિવારમાં પણ આવાં જ નારીરત્નરૂપે અ. સૌ. જયશ્રીબહેન સાહિત્યક્ષેત્રે રસ-રુચિ ધરાવી રહ્યાં છે એ ગૌરવની વાત છે. તેમની સંકલિત વિગતો આપણને પ્રેરણા આપે છે,
---સંપાદક
દયાળશાહ મંત્રી
એ સમયમાં વાણિયાઓની ઘણી જ કદર હતી. અને ખરૂ કહો તો રાજય પણ વણિકનું હતું, કારણ કે જૈનોએ ઘણાખરા રાજ્યને પ્રાણની પરવા કર્યા વગર સુંદર સેવાઓ આપી છે અને પોતાનું નામ રોશન કર્યું છે. તેવી રીતે ઉદયપુરના રાજ્યમાં પણ જૈનોનું જ રાજ્ય હતું તે વસ્તુ પણ ખોટી નથી. કારણ કે દયાળશાહ મંત્રી ઘણો જ સાહસિક, શૂરવીર અને ચાણાક્ષ-ચતુર બુદ્ધિવાળો હોવાથી રાજ્યની આબાદી ઘણી જ મજબૂત બની હતી. આ બધી પરિસ્થિતિનો ખ્યાલ કરતાં દયાળશાહના વખતમાં ઉદયપુર એક મહાન આદર્શ રાજા ગણાતું હતું. તે વખતે બાદશાહ ઔરંગઝેબ પણ દયાળશાહના નામથી ચમકતો હતો, અને એ વાણિયાને કોઈ પણ હિસાબે ખતમ કરવાની પેરવીમાં હતો. પણ જેને “રામ રાખે તેને કોણ ચાખે!”
દયાળશાહના વખતમાં બાદશાહ ઔરંગઝેબે હિન્દુઓ પર જજીઆવેરો નાખ્યો હતો. તે દરેકને બળાત્કારે મુસલમાન બનાવતો હતો. આ વખતે હિંદુઓની પરિસ્થિતિ ઘણી જ ભયંકર અને દયાજનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org