________________
૧૪૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
હતી. કારણ કે હિન્દુઓની પાસે બહાદૂર રાજા નહોતા; હતા ફક્ત એક જ રાજા, રાણા રાજસિંહ.
આ વખતે દયાળશાહની સલાહ લઈ રાણા રાજસિંહે બાદશાહ ઔરંગઝેબ ઉપર એક પત્ર લખ્યો કે હિન્દુઓ પર નાખેલો જજીઆવરો માફ કરો ને જો માફ ન કરવો હોય તો સામનો કરવા માટે તૈયાર થાવ. આથી હિન્દુઓ ઉપર નાખેલો જજીઆવરો મંત્રી દયાળશાહની સલાહથી બંધ થઈ ગયો.
જે જૈન અહિંસક અને ઝીણામાં ઝીણી દયા પાળવા મશગૂલ છે તે જ જૈન જરૂર પડે દેશને ખાતર, ધર્મને ખાતર, પોતાના માલિકની ખાતર, ઢાલ તથા તલવાર લઈ યુદ્ધ કરવામાં પાછી પાની કરતો નથી. તેવા જૈન એ વખતમાં એક દયાળશાહ જ હતા.
- દયાળશાહના શરીરનો બાંધો એવો મજબૂત હતો કે, જાણે ગેંડાની ઢાલ. તેના શરીરના બધા ભાગ લોખંડી હતા. જયારે પોતે લડાઈના મેદાનમાં ઊતરતા હતા ત્યારે તે જૈન “વીર કેશરીસિંહ જેવા ભાસતા હતા. એવા વીર પુરુષોએ અમર નામના મેળવી જૈનોનું ગૌરવ વધાર્યું છે. આવા યુદ્ધના અનેક પ્રસંગો આવતા હતા છતાં પણ મેવાડની આબાદી ઘણી જ સારી રહી હતી. પરંતુ તે વાત ભાવીને ગમતી નહીં હોવાથી સંવત ૧૭૧૭ની સાલમાં મહા દુષ્કાળ પડ્યો.
આવી વિષમ સ્થિતિમાં મેવાડનું ભાવી ભયંકર દશામાં સપડાયું. જ્યારે દયાળશાહ મંત્રી પોતે ઘોડેસ્વાર થઈ પોતાના મકાન તરફ જતા હતા ત્યારે જૈનાચાર્ય માનસૂરિજી મહારાજ ઉપાશ્રયે આવતા રસ્તામાં જ મળ્યા. દયાળશાહે આચાર્ય મહારાજને જોઈ અશ્વ ઉપરથી નીચે ઊતરી નમસ્કાર કરી સુખશાતા પૂછી. આચાર્ય મહારાજે મંત્રીને ઉપાશ્રયે આવવા કહ્યું. દયાળશાહ તરત ઉપાશ્રયે ગયા. ત્યાં મહારાજશ્રીએ સંઘને બોલાવી દુષ્કાળની વિષમ સ્થિતિનો ખ્યાલ આપ્યોને કહ્યું કે,
“આપણે આપણી લક્ષ્મીનો આવા વખતમાં ઉપયોગ નહિ કરીએ તો ક્યારે કરીશું? ” તેથી સંઘના આગેવાનોના હૃદયમાં સારી--ઊંડી અસર થઈ અને સૌએ પોત પોતાની લક્ષ્મીનો છુટા હાથથી ઉપયોગ કરવા નિશ્ચય કર્યો, જેથી સારામાં સારું ઉઘરાણું થયું.
રાજ્ય તરફથી પણ દયાળશાહ મંત્રીએ અનાજના કઠોર તથા ઘાસ વગેરે આપવાં શરૂ કર્યો. વળી પ્રજાને દુષ્કાળમાંથી બચાવવા “જય સમુદ્ર” નામનું તળાવ બંધાવવાનું નક્કી કર્યું. આવી અનેક પ્રવૃત્તિઓ મંત્રી દયાળશાહે પ્રજાના રાહતાર્થે રાજ્ય તરફથી ચાલુ કરી.
એક દિવસ દયાળશાહે ઉપાશ્રયે આવી મહારાજશ્રીને કહ્યું કે “ગુરુદેવ! મારે પણ મારી લક્ષ્મીનો આ ગરીબો માટે સદુપયોગ કરવો છે, તો તેનો કોઈ રસ્તો બતાવી આભારી કરો.”
તારે કેટલા રૂપિયા ખરચવા છે?' માનસૂરિ આચાર્યે પૂછ્યું. “મારે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા વાપરવા છે.” દયાળશાહે કહ્યું.
વાચક વર્ગ! આ વસ્તુ શું બતાવે છે? કયાં દયાળશાહની રાજ્યભક્તિ, કયાં તેની સાહસિકતા, કયાં તેની શૂરવીરતા અને તે બધાને શરમાવી નાખે તેવી તેની ઉદારતા! ધન્ય છે તેની જનેતાને. આચાર્ય મહારાજે દયાળશાહની લાગણી જોઈ એક વિશાળ જિનમંદિર બંધાવવા કહ્યું. દયાળશાહ પણ જેમ બને તેમ જલદી જિનમંદિર નિર્માણ કરવાનું વચન આપી ઘેર ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org