SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૪૩ દયાળશાહે બીજે દિવસે જ સારું મુહૂર્ત જોઈ દેશ-દેશમાંથી કારીગરો બોલાવ્યા. કામ ધમધોકાર ચલાવવા માંડ્યું. આથી મેવાડના દુષ્કાળીઆઓને પણ રોજી મળવા લાગી. આથી હજારો ગરીબ મંત્રીને આશીર્વાદ આપવા લાગ્યા. કામ લગભગ પુરું થવા આવ્યું. દયાળશાહે પ્રતિષ્ઠા ધામધૂમથી કરવા નિશ્ચય કર્યો અને દેશોદેશના સંઘો તથા મહારાણા રાજસિંહને પ્રતિષ્ઠા વખતે પધારવા વિનંતી કરી. ગુરુમહારાજ માનસૂરીશ્વરજીના હતે જ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કઢાવ્યું હતું. આ વખતે મંત્રી દયાલશાહે પણ પારાવાર તૈયારીઓ કરી હતી. હજારો માણસોની મેદની જમા થઈ હતી. જય સમુદ્રની પાસે આ વિશાળ મંદિર અનેક કારીગીરીથી શોભી રહ્યું હતું. શ્રીસંઘનું આમંત્રણ મહારાણાએ સ્વીકારી સંઘનું સ્વાગત કર્યું હતું. વળી સંઘના નામથી દેશ-પરદેશમાં કંકોત્રીઓ મોકલવામાં આવી હતી અને ધામધુમ સાથે ભવ્ય સમારંભથી એ મંદિરની પ્રતિષ્ઠા ગુરુદેવશ્રી માનસૂરીશ્વરજીના શુભ હસ્તે કરવામાં આવી હતી. રાણા પણ મંદિર જોઈ ઘણા જ ખુશ થયા હતા. દયાળશાહે ૫૦ લાખ રૂપિયા ખરચવા ધારેલા હતા છતાં એક કરોડ લગભગ ખરચાઈ ગયા. ધન્ય છે તેની ઉદારતાને! આ પ્રમાણે મંત્રી દયાળશાહે પોતાના પિતાશ્રી સ્વર્ગવાસ થયા પછી તેને મળેલ તમામ વારસો-- મિલ્કત શ્રી ઋષભનાથ પ્રભુના જૈન મંદિરમાં વાપરી હતી. અને તેનું નામ પણ “દયાળ કિલ્લો' રાખવામાં આવ્યું હતું. આજે પણ ઉદયપુર જતાં સ્ટેશન “કાંકરોલી ગામે આ કિલ્લો મોજૂદ છે. વાંચકો! તમો કોઈ વખતે તે કિલ્લાનાં દર્શન કરી ‘દયાળશાહ ને યાદ કરશો એ જ અભિલાષા. [રાજકવિ ભોગીલાલ રતનચંદ કૃત “મેવાડના અણમોલ જવાહર યાને આત્મબલિદાન'માંથી] ( ભાવડ શાહ ) સૌરાષ્ટ્રનો ભૂતકાલિન ઇતિહાસ ઘણો જ ભવ્ય, ગૌરવવંતો; પ્રેમ, ત્યાગ, શૌર્ય અને ભક્તિથી સભર છે.. જેને આજે આપણે મહુવા તરીકે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ મધુમતીનગરી હતું અને તે કાળે સમગ્ર રાષ્ટ્રમાં વીર વિક્રમની આણ પ્રવર્તતી હતી. મહારાજા વિક્રમાદિત્યે જે વણિકને મધુમતીનગરી મિત્રભાવે અને તેના ગુણની પૂજા રૂપે આપેલી તે પુરૂષ સૌરાષ્ટ્રની ધરતીનો એક પ્રામાણિક અને અટલ નિશ્ચય બળવાળો વેપારી ભાવડ શાહ હતો. ભાવડશાહ આવી પડેલી વિપત્તિઓનો કેવી રીતે મુકાબલો કરે છે તે આપણે ટૂંકમાં જોઈએ. ભાવડશાહનું જીવન સુખમય હતું. પરંતુ પાપકર્મનો ઉદય થાય છે ત્યારે દરેક બાજી, સાચી હોવા છતાં ઊંધી જ પડે છે. બન્યું એવું કે તે પોતાના સમગ્ર વ્યાપારમાંથી પૈસા ખેંચીને ૧૨ વહાણ પરદેશ પોતાના મુનિમ કરમચંદ સાથે રવાના કરે છે. પરંતુ ભાગ્યદશા જયારે પલટી ખાય છે ત્યારે માનવી લાચાર બની જાય છે. તેના આ બારેય વહાણ ડૂબી જાય છે. ભાવડશાહને સમાચાર મળે છે, પરંતુ તે પોતાની સ્વસ્થતા ગુમાવતા નથી; પોતાનું કરજ ચૂકવવા માટે તેમ જ પોતાના નોકર-ચાકર વગેરે માટે માલ-મિલ્કત વહેંચી દે છે અને પોતે સાવ નાના મકાનમાં રહેવા ચાલ્યા જાય છે. પરંતુ ધર્મને અને કર્મને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy