SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન ૨૦ માનવાવાળા ભાવડશાહ કે ભાગ્યવતી (તેમની પત્ની)ના જીવનમાં સમતાભાવ અને ધર્મ ટકી રહે છે. ભાવડશાહ એકાદ મુદ્રામાંથી કાપડ ખરીદીને કાપડની ફેરી કરે છે. ગામડે ગામડે ફરે છે ન્યાયનીતિથી ધંધો કરે છે અને પોતાના જીવનમાં સુખેથી રહે છે. સમય જતાં ભાવડશાહ નાની હાટડી રાખે છે. અશ્વના જાણકાર ભાવડશાહે લખ્ખી નામની ઘોડી લીધેલી, તેને વછેરો થતાં તેનું નામ તેજબળ રાખે છે. ત્યાંના રાજા તપનબળ વછેરા તેજબાળની માગણી સવાલાખ સોનૈયાથી કરે છે અને ભાવડ તેમને વહેંચી દે છે. ભાગ્યરેખા પલટાય છે. ભાવડશા એક પછી એક સંકડો અશ્વો તૈયાર કરે છે. તેમાં એક રંગી એકસો એકાવન અશ્વો તૈયાર કરીને ત્યાંના રાજરાજેશ્વરને કંઈપણ આશા રાખ્યા વિના ભેટ ધરે છે. ભાવડશાહના દિવસો હવે ફરવા લાગ્યા. તેને રાજતિલક કરવામાં આવ્યું. ભાવડશાહે સુખ અને દુઃખ બંને જોયેલાં. આથી પ્રજાજનોને કોઈપણ પ્રકારનું દુઃખ થાય નહીં તેની પૂરેપૂરી કાળજી રાખતા. ભાવડશાહ એક જ વર્ષમાં પ્રજાના માનીતા બની ગયા. પોતે વૈભવી ઠાઠથી અળગા જ રહેતા અને પ્રજાને પોતાના કુટુંબી તરીકે માનતા. ચાલીસમાં વર્ષે ભાગ્યવતી ગર્ભવતી થતાં તેને પુત્ર જન્મે છે, જે જાવડશાહના નામથી જાણીતા છે. ધર્મમાં દઢ રહેનારને દુ:ખ પણ સુખનું કારણ બને છે. અને ધર્મ માર્ગે અટલ રહેનાર હસતા હસતા વિપત્તીઓને પચાવી શકે છે. કારણ કે ધર્મનો આશ્રય લેનારાઓનું ધર્મ પોતે જ રક્ષણ કરે છે. આ સત્ય આજ કાલનું નથી; અનંત યુગથી ચાલ્યું આવે છે. વિદ્ય મો. ચુ. ધામી કૃત ભાવડશાહ'માંથી સાભાર.] ( શેઠ કર્માશાહ ) ભાગ્યશાળી પુરૂષોનું નામ હરહંમેશ જગતની ભૂમિ ઉપર પોતાનાં બાહુબળથી અને શ્રદ્ધાથી રાજાઓનાં અને બાદશાહઓનાં મન જીત્યાં. એ મહાપુરૂષનું નામ કર્માશાહ હતું. અને જેણે પવિત્ર શત્રુંજય તીર્થનો સોળમો ઉદ્ધાર કરાવ્યો. તેનું ટૂંકુ જીવનચરિત્ર અત્રે આપવામાં આવ્યું છે. ચિત્તોડમાં ઓસવાલ જ્ઞાતિની વૃદ્ધ શાખામાં (વીસા) સરણદેવ નામનો પુરુષ થયો, તે જૈન આમ રાજાનો પુત્ર હતો. તેના વંશમાં રામદેવ-લક્ષ્મણસિંહ–ભુવનપાલ–ભોજરાજ–ઠક્કરસિંહ–ખેતાકનરસિંહ-તોલાશાહ અનુક્રમે થયા. તોલાશાહ મેવાડના મહારાણા સાંગાનો પરમ મિત્ર હતો. તેને લીલુ નામની પત્નીથી થયેલ પાંચ પુત્રોમાં સૌથી નાનો કર્માશાહ શ્રેષ્ઠ અને ખ્યાતિમાન હતો. ૨. તપાગચ્છના રત્નાકર પક્ષની સ્મૃગુકચ્છીય શાખાના વિજયરત્નસૂરિજી અને તેમના શિષ્ય ધર્મરત્નસૂરિ સાથે સં. ધનરાજનો સંઘ આબૂ વગેરે તીર્થની યાત્રા કરતો મેદપાટ (મેવાડ)માં આવ્યો. ચિત્રકૂટમાં રાજ્ય કરતાં સાંગા મહારાણાએ સામે જઈ માન-સન્માન આપ્યું. તોલાશાહે સૂરિ પાસે જઈ શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક પ્લેચ્છો (મુસલમાનો)એ કોઈ સમયે ખંડિત કરી દીધું હતું તેનો ઉદ્ધાર કરવાનો પોતાનો મનોરથ સિદ્ધ થશે કે નહીં, એમ પૂછતાં સૂરિજીએ જણાવ્યું કે, “તારો પુત્ર કર્માશાહ તેનો ઉદ્ધાર કરાવશે.” સૂરિસંઘ સાથે ચાલ્યા ગયા, પણ પોતાના શિષ્ય K ઉપા. વિનયમંડનને ત્યાં રાખી ગયા. પછી તોલાશાહ સ્વર્ગસ્થ થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy