________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૪૫
૩. પછી ગુજરાતનો શાહજાદો બહાદૂરખાન ચિત્તોડમાં જતાં ત્યાંના રાણાએ તેનું સન્માન કર્યું. કર્માશાહ કાપડનો વેપાર કરતો હતો. તેની પાસેથી શાહજાદાએ પુષ્કળ કાપડ ખરીદ્યું, અને બંને વચ્ચે મૈત્રી થઈ. શાહજાદાને દેશમાં જવા માટે ખર્ચી ખુટી એટલે કર્મશાહે એક લાખ રૂપિયા બિનસરતે આપ્યા. પછી આ શાહજાદો સં. ૧૫૮૩માં બહાદૂરશાહ નામ રાખી અમદાવાદની ગાદી પર બેઠો. એક દિવસ કર્માશાહ બાદશાહને મળવા અમદાવાદ આવતાં તેને બહુમાન મળ્યું. બાદશાહે અગાઉના આપેલાં નાણાં પાછા આપ્યા ને “બીજું કંઈ હું શું કરૂ? કઈ પણ સ્વીકારો” એમ કહેતાં કર્માશાહે કહ્યું કે શત્રુંજય પર મારા પ્રભુની પ્રતિમાઓની સ્થાપના કરવા ચાહું છું. તો આપ તેમ કરવા રજા આપો. બાદશાહે તે વાત સ્વીકારી અને કોઈપણ પ્રતિબંધ ન કરે તેવું ફરમાન કરી આપ્યું. આ લઈ કર્મશાહે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં આવતાં દરેક જૈન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારોપણ કરતાં, દરેક ઉપાશ્રયમાં સાધુમહારાજનાં દર્શન-વંદન કરી વસ્ત્ર-પાત્રાદિ વહોરાવતાં, દરિદ્ર લોકને યથાયોગ્ય દ્રવ્યસહાય આપતા અને ચીડીમાર-મચ્છીમાર આદિ હિંસકને તે પાપકર્મથી મુક્ત કરતા કર્માશાહ સ્તંભન તીર્થ (ખંભાત) પહોંચ્યા. ત્યાં બિરાજમાન પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયમંડનને હકીકત જણાવી. શત્રુંજય તીર્થે પધારવા વિનંતી કરી. અને પોતે સંઘ સાથે પાલીતાણા જવા નીકળ્યા. પાંચ-છ દિમાં શત્રુંજયગિરિ દેખાયો ને પછી છેટેથી વંદન સ્તુતિ કરી. તલેટીમાં સંઘ પહોંચ્યો. આ વખતે સૌરાષ્ટ્રનો સુબો મઝદખાન (મુઝાહિદખાન) હતો. તે આથી મનમાં બળતો હતો, છતાં બહાદૂરશાહનું ફરમાન એટલે કંઈ વિરુદ્ધ કરી ન શક્યો. ગુર્જરવંશના રવિરાજ અને નૃસિંહે (કે જે બંને તે સુબાના મંત્રી હતા.) કર્મશાહને ઘણી સહાય આપી. પછી ખંભાતથી પૂજ્ય વિનયમંડન પાઠક પણ સાધુગણ સાથે આવી પહોંચ્યા. મહામાત્ય વસ્તુપાલે મૂકી રાખેલા મમ્માણી શિલાને બહાર કઢાવી તેની પ્રતિમા વસ્તુશાસ્ત્રમાં વિદ્વાન વાચક વિવેકમંડનગણિ અને પંડિત વિવેકપર ગણિની દેખરેખ નીચે બનાવરાવી. પછી સર્વ સંધોને આમંત્રણ મોકલી, બોલાવી સં. ૧૫૮૭ના વૈશાખ વદિ (ગુજરાતની ગણનાએ ચૈત્ર વદિ) ૬ રવિવારને દિને ધર્મરત્નસૂરિ શિષ્ય-પટ્ટધર વિદ્યાનમંડનસૂરિ પાસે શ્રી આદીશ્વર પ્રભુની નવી પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે શત્રુંજય તીર્થે કર્માશાહે ઉદ્ધાર કર્યો. --[રાજકવિ ભોગીલાલ રતનચંદ કૃત મેવાડના અણમોલ જવાહિર યાને આત્મબલિદાનમાંથી)
( ઉદાશેઠ ) વાત છે બારમી સદીની. ત્યારનું ધવલ્લપુર એટલે આજનું ધોળકા. મોટા મોટા જિનચેત્યોથી દેદીપ્યમાન. ત્યાં જાવ એટલે જાણે મનને પૂર્ણ શાંતિ મળે.
એ સમયે મહાન ધુરંધર આચાર્યમહારાજ ગુજરાતની ભૂમિને પાવન કરી રહ્યા હતા. આર્યદેશનું એ ધનભાગ્ય છે કે કયારેય સુસાધુભગવંતની ખોટ પડી નથી.
એ ધુરંધર આચાર્યભગવંતો પૈકીના એક હતા વાદિદેવસૂરિજી મહારાજ, જેમણે ગૂર્જરેશ્વર સિદ્ધરાજ મહારાજાની રાજસભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્રની સાથે વાદ કરીને વિજય મેળવેલો. તે જ આચાર્યમહારાજ વાદિદેવસૂરિજી વિહાર કરતાં કરતાં એક સમયે પધાર્યા ધોળકાનગરમાં. સંઘે ગુરુમહારાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org