SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન નગરમાં રહે એક શેઠ. ઉદાશેઠ તેમનું નામ. ઉદાશેઠે ઉદારતાથી પોતાની પાસે રહેલી લક્ષ્મીનો સદ્વ્યય કરીને જિનમંદિર બંધાવ્યું હતું. જગતભરમાં બેનમૂન એવી નકશીનો જોટો જડે એમ ન હતો. કોતરણીની તો કલ્પના કરવી અશક્ય હતી. ભગવાન સીમંધરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી એ જિનમંદિરમાં. ઉદાશેઠની ઇચ્છા હતી ભગવાન જેની પાસે પ્રતિષ્ઠા કરાવવાનું કહે તેમની પાસે જ પ્રતિષ્ઠા કરાવવી, પણ...ભગવાનને પૂછે કોણ? અને કેવી રીતે પૂછવું? કારણ ભગવાન તો મહાવિદેહ ક્ષેત્રમાં અને આપણે અહીં ભરતક્ષેત્રમાં. જ્યાં આજના ભૌતિક સાધનોથી વૈજ્ઞાનિકો પણ જઈ શકતા નથી ત્યાં તે સમયના ભલા ભોળા માનવી શી રીતે જઈ શકે? ઉદાશેઠ ઘણા ચિતત હતા. હવે શું કરવું? મનને જરાયે ચેન ન હતું. આત્માને કયાંય આનંદ ન હતો. દેરાસર તૈયાર હતું....પ્રતિષ્ઠા કરાવનાર કોણ? એ પ્રશ્ન હતો. અને આ સમયે જ પૂ. આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ધોળકા નગરમાં પધાર્યા. ઉદાશેઠે પોતાની મૂંઝવણ ગુરુજી સમક્ષ વ્યક્ત કરી. શ્રી વાદિદેવસૂરિજી મહારાજ જેવા વિદ્વાન હતા તેવા જ ગુણી હતા. જેવા ગુણી હતા એવા જ ગંભીર હતા. ઉદારતા અને ક્ષમાના અવતાર એ ગુરુદેવ કાયમ અહમ્ થી અળગા રહેતા. મુમુક્ષુને સુંદર માર્ગદર્શન આપતા. ગુરુ મહારાજે ઉદાશેઠની વાત સાંભળી, સમજી-વિચારીને જવાબ આપ્યો : “શેઠ, અઠ્ઠમ તપની આરાધના દ્વારા શાસનદેવીનું સ્મરણ કરવાથી તેઓ જરૂર તમને માર્ગ બતાવશે.” ઉદાશેઠને પણ ગુરુજીની વાત સાચી લાગી અને સાચી લાગેલી વાતને આચરવામાં ઢીલ કરવાવાળા તે માણસ ન હતા. ઉદાશેઠે અક્રમ કરવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે અઠ્ઠમ તપનો પ્રારંભ કર્યો. જાપ સહિત અક્રમ. સંઘ સમક્ષ અટ્ટમ. અજબ મનોબળવાળા તે સમયના માનવો સામે દેવોને પણ ઝૂકવું જ પડતું. ત્રીજા દિવસની રાત્રે શાસનદેવી પ્રત્યક્ષ થયા. “બોલો, શા માટે મને યાદ કરી?” “ભગવાન સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કોણ કરાવે? એ ભગવાનને પૂછીને અમને જણાવો.” ઉદાશેઠે વિનંતી કરી. “ત્યાં જઈને પાછી ન આવે ત્યા સુધી જો સંઘ કાઉસગ્ન કરે તો જ હું ત્યાં જઈ શકું. આ સિવાય અમારાથી ત્યાં જઈ શકાય નહિ.” શાસનદેવી બોલ્યા. ઉદાશેઠે કહ્યું : “તમે જ્યાં સુધી પાછા નહિ ફરો ત્યાં સુધી અમે બધા જ કાઉસગ્ન કરીશું.” શાસનકાર્ય માટે પણ સંઘ એકત્રિત થઈ ગયો અને બધા ધ્યાનમાં બેસી ગયા. કાઉસગ્ગના બળે શાસનદેવીએ ભગવાન શ્રી સીમંધરસ્વામીજીના સમવસરણમાં જઈને પૂછ્યું : “ભગવાન! ઉદાશેઠે દેરાસર તૈયાર કરાવ્યું છે. જેમાં આપની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાની છે, તો તે પ્રતિષ્ઠા કોણ કરાવે?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy