________________
અભિવાદન ગ્રંથ ]
[ ૫૪૭
ભગવાને કહ્યું : “વાદિદેવસૂરિના હસ્તે શ્રીસંઘ પ્રતિષ્ઠા કરાવે.” શાસનદેવીએ આવીને શ્રીસંઘને આ સમાચાર આપ્યા અને શ્રીસંઘે કાઉસગ્ગ પાર્યો.
સંઘમાં ઉત્સાહ ફેલાઈ ગયો. ઉદાશેઠે પણ ઘણા જ ઉલ્લાસ સાથે જિનમંદિરમાં પ્રભુને પધરાવ્યા; અને સાથે સાથે મનમંદિરમાં પણ પ્રભુજીની પધરામણી કરી.
આચાર્યશ્રી વાદિદેવસૂરિના વરદ્ હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. “નૂતન જિનમંદિરનું નામ ઉદાવસહી રાખવામાં આવ્યું. ધનરાશિ વાપરવામાં ઉદાશેઠે ખૂબ ઉદારતા દાખવી હતી.
જો કે આજે આ પ્રાસાદ કઈ જગ્યાએ હશે તેની કલ્પના થઈ શકે તેમ નથી. ધોળકામાં ઠેકઠેકાણે ખોદકામ કરતાં જિનમંદિર અને જિનપ્રતિમાજીઓ નીકળી રહ્યા છે. એ જ બતાવે છે કે ધોળકા એક પ્રાચીન નગરી હશે. તેના ભૂગર્ભમાં શું શું સમાયેલું હશે તે તો જ્ઞાની જ જાણી શકે. [કલિકાલ કલ્પતરુ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ” (સુધારા-વધારા સાથે તૃતીયવૃતિમાંથી સાભાર)
( કવિ ધનપાલ ) ધારાનગરીના રાજા ભોજની સભામાં કવિ ધનપાલનું ભારે બહુમાન હતું. તે જૈનધર્મનો કટ્ટર દ્વેષી હતો. તેના સગા નાનાભાઈ શોભને તેના પિતાની ઇચ્છાથી, જૈન દીક્ષા લીધી હતી. આ બીનાએ ધનપાલના જૈનધર્મ પ્રત્યેના દ્વેષમાં ભડકો કર્યો હતો.
તેણે રાજા દ્વારા ધારાનગરીમાં જૈન સાધુનો પ્રવેશ-પ્રતિબંધ કરાવ્યો હતો.
આ બાજુ જૈનધર્મમાં લીન બની ગયેલા શોભનમુનિને મોટાભાઈ ધનપાળને માર્ગસ્થ કરવાનો વિચાર થયો. તેમણે ધારામાં પ્રવેશ કર્યો. રસ્તામાં જ ઘોડા ઉપર આવતાં ધનપાળે મુનિને જોયા. પ્રવેશ-પ્રતિબંધનો ભંગ કરનાર આ સાહસિક મુનિ ઉપર તેને ધિક્કાર છૂટ્યો. નજીક આવીને તેણે મશ્કરીમાં કહ્યું : “ર્ય મહંત મહંત નમતે ” શોભન મુનિએ તુરત જ વળતો જવાબ આપ્યો કે, “છાપ વતનાય ચી સુતે ” કવિને યોગ્ય ઉત્તર મળતા હર્ષ અને વિસ્મય થયો. ફરી તેમણે પૂછ્યું કે, “ત્ર તે નિવાસ ?” મુનિએ ઉત્તર આપ્યો : “યત્ર તે નિવાસ” એ ઉત્તરમાં તરી આવેલી સંસ્કૃત ભાષાની પ્રકાંડ વિદ્વતાથી ધનપાળ ખૂબ પ્રભાવિત થયો.
શોભનમુનિ એકદા તેને ઘેર વહોરવા ગયા. ધનપાળની પત્નીએ વહોરાવવા માટે દહીં લીધું. તે ત્રણ દિવસનું હતું માટે “અભક્ષ્ય છે' એમ કહીને મુનિએ તે લેવાની ના પાડી. બાજુમાં ઊભેલા ધનપાળે કહ્યું કે “જો આ દહીંમાં જીવડાં હોય તો મને બતાવી આપો.” શોભન મુનિએ અળતાના રસનો પ્રયોગ કરીને તેમાં પુષ્કળ જીવો દેખાડ્યા.
હવે દહીં બાજુ ઉપર મુકીને સ્ત્રી લાડુ વહોરાવવા લાગી. તે જ વખતે ચકોર પક્ષીની ચીસો સાંભળીને અને તેની બેચેની જોઈને મુનિએ કહ્યું કે, “તે લાડુમાં ઝેર ભેળવવામાં આવ્યું છે.”
ધનપાળ તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેમણે બિલાડીને બે-ત્રણ કણી નાખી તો તરત થોડીવાર માટે તે બેભાન થઈ ગઈ. સાચે જ ધનપાળની જાન લેવાનું કોઈ રાજકીય પયંત્ર રચાયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org