SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૧૯ ST 'નિર્માણાધીન નૂતન ધર્મશાળામાં રૂમોનું નિર્માણ. (૨૮) તાલનપુર તીર્થમાં સહયોગ તથા લક્ષ્મણીતીર્થના ગુરુમંદિરમાં સહયોગ. (૨૯) વિ.સં. ૨૦૫૦ તા. ૧૮-૯-૯૪મા નૌપાડા સ્થિત શ્રી અજિતનાથ શ્રી ચંદ્રપ્રભુ જિનાલય દર્શનાર્થે ચૈત્ય પરિપાટીનું આયોજન. (૩૦) શાકાહાર પ્રચારાર્થે વિવિધ સાહિત્ય પ્રકાશનમાં સહયોગ. (૩૧) “શાશ્વત ધર્મ” માસીક પ્રકાશનના સંરક્ષક બનીને સમ્યગુ જ્ઞાનના પ્રચારમાં સહયોગ. (૩૨) થાણાના કલવા ઉપાશ્રયમાં રૂમોનું નિર્માણ. (૩૩) આહોરના મહાવીર વિદ્યાલયમાં રૂમોનું નિર્માણ. (૩૪) આહોરના ઉપાશ્રયમાં બિરાજમાન શ્રી માણિભદ્રજીની દહેરીના ચાંદીના દરવાજાનું નિર્માણ. (૩૫) વિવિધ મંદિરો, ઉપાશ્રયો, હોસ્પિટલો, સ્કૂલો, ગૌશાળાઓ તેમજ સાધર્મિક ભાઈ-બહેનોને યથાશક્તિ સહયોગ. (૩૬) વિ.સં. ૨૦૫૧ કારતક સુદ ૫ ના સમેતશિખરજી-પાવાપુરી-નાગેશ્વરમોહનખેડા-આદિ તીર્થોના કલુમનાલી સહિત યાત્રા સંઘમાં, ૧૦૮ સાધર્મિક ભાઈ-બહેનોને યાત્રા કરાવવાનો લાભ. શ્રી સિદ્ધિચક્ર મંડળ થાણા દ્વારા આયોજિત આ સંઘમાં દરેક તીર્થોમાં સાધર્મિક ભક્તિનો લાભ તેમ જ સંઘપતિ બનવાનો લાભ. ( મુઠી ઉંચેરા માનવી શ્રી પ્રેમજીભાઈ નાગસી શાહ પ્રેમજીભાઈ પ્રેમથી સર્વેને જીતનાર એક બહુ પ્રતિભા ધરાવતી વ્યકિત ભારતના મધ્યમાં આવેલ નાગપુર શહેરમાં એક જીવતી જાગતી સંસ્થા હતી. ધનતેરસના દિવસે માતા હીરબાઈની કુક્ષિએ જન્મ લીધો. પિતા નાગસીભાઈ અને માતાના ધાર્મિક સંસ્કારનાં બીજ નાનપણથીજ એમનામાં રોપાયા. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લાખાપુરા ગામના રહેવાસી. એ જમાનામાં કચ્છીઓમાં શિક્ષણનું પ્રમાણ બહુ જ ઓછું હતું. એમના મોટાભાઈ કચ્છી સમાજના સૌ પ્રથમ ઇજનેર બન્યા, અને પ્રેમજીભાઈ એલ.એલ.બી. થયા. અભ્યાસની સાથે સાથે પિતાના અનાજના વ્યાપારમાં જોડાયા અને એમની ફર્મ શાહ નાનજી નાગસીને એટલી આગળ વધારી કે મધ્ય ભારતમાં અગ્રસ્થાન પામી. આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પણ એક મૂક પણ મુખ્ય કાર્યકર્તા હતા. છતાં પણ રાજનીતિ અને કોમવાદથી પર રહ્યા. પણ આર.એસ.એસ. ના સાચા ગુણો એમનામાં રહ્યા. જૈન ધર્મ તથા શાસ્ત્રોનું એમને ખૂબ જ ઊંડ જ્ઞાન હતું. તેઓ એક નીડર અને સાચા શ્રાવક હતા. નાગપુર મધ્ય ભારતનું મોટું શહેર હોવાથી તથા હોસ્પિટલ અને ડોકટરની સગવડ હોવાથી ઘણા સાધુ-સાધ્વી બિમારી દરમ્યાન અહીં પધારતાં ત્યારે તેમની બિમારીના ઈલાજ માટે તેમની સાથે પગે ચાલીને ડોકટરો પાસે જતાં અને તેમની સસેવા કરતાં. સાધુ-સાધ્વીને દરેક રીતે સુખશાતા ઉપજે અને કોઈ પણ પ્રકારે અગવડ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખતા. સાધુ-સાધ્વી પોતાના સંયમમાં દઢ થાય ને આગળ વધે એવી સદાય એમની ભાવના રહેતી. તે છતાં આ પંચમકાળમાં ક્યારેક જો કોઈ સાધુ-સાધ્વીના આચરણમાં ઢીલાશ જોતા તો અનુસારે તેમનું ધ્યાન દોરતા. તેવી જ રીતે સ્થાનકવાસી જૈન સંઘમાં સૌ સંઘભાઈઓ સાથે હળીમળીને કામ કરી સંઘની એકતા બનાવી રાખતા અને એટલે જ નાગપુર સ્થાનકવાસી જૈન સંઘનું નામ સદાય મોખરે રહેતું. નાગપુરના વર્ધમાન જૈન શ્રાવક સંઘના પહેલા મંત્રી અને પછી પ્રમુખ બની સંઘનું સુકાન ખૂબ જ વ્યવસ્થિત સંભાળીને સંઘની પ્રવૃત્તિઓને વિસ્તારી. અખિલ ભારતીય સ્થાનકવાસી શ્રમણ આચાર્યશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy