SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ ] [ જૈન પ્રતિભાદર્શન આનંદઋષિ મ.સા.એ પુનામાં જાહેર વ્યાખ્યાનમાં કહેલું. કે જે કોઈને સંઘના પ્રમુખ કે સંઘર્ષાત બનવું હોય તે નાગપુરના પ્રેમજીભાઈ પાસેથી બે મહિના ટ્રેનીંગ લઈ આવે. એવી જ રીતે નાગપુર અને વિદર્ભના કચ્છી ભવનનું નિર્માણ કરાવી આપ્યું. નાગપુર ગુજરાતી કેળવણી મંડળમાં પણ એમનું અનુદાન ખૂબ જ મોટું. નાગપુર ચેમ્બર ઓફ કોમર્સ, નાગપુર ગ્રેઈન મરચન્ટ એઓસિએશન જેવી સંસ્થાના એ સક્રિય કાર્યકર્તા હતા. નાગપુર નાગરિક બેંકની સ્થાપના કરીને એ રીતે એનું સંચાલન કર્યું કે આજે આ બેંક નાગપુરમાં બીજે નંબરે આવે છે. જૈન ધર્મના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સાચા સિદ્ધાંતો એમણે જીવનમાં ઉતારેલા. અપરિગ્રહ માટે એટલું જ કહેવાનું કે પોતાનાં જરૂર પુરતાં જ ખાદીના કપડાં રાખતા. એમની પેન, ચશ્મા, ઘડિયાળ અને ઝભ્ભાના બટનો વર્ષોથી એક જ રહ્યાં. છતાં લાખોના દાન કરતાં. જૈન ધર્મનો બીજો સિદ્ધાંત અચૌર્ય. નાગપુર આખામાં સંભવત : એમની ફાર્મ શાહ નાનજી નાગસી એક એવી ફર્મ છે કે લાખોનો ટર્ન ઓવર હોવા છતાં એક પૈસાની પણ કરચોરી નહીં કરવી અને એ માટે નાગપુર અને વિદર્ભમાં આ ફર્મ પ્રખ્યાત છે. એમના સ્વમુખે પ્રતિક્રમણ કે સ્તવનો સાંભળવા એ પણ એક લ્હાવો હતો. ઉચ્ચાર હંમેશા શુદ્ધ અને અવાજ કર્ણપ્રિય હતો. નાગપુરની લગભગ બધી જ સંસ્થાઓમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ એમનો ફાળો રહેતો જ. ---છતાં હોદ્દાથી તેઓ હંમેશા દુ૨ ૨હેતા. માણસો સામેથી એમનો હોદો આપવા તૈયાર રહેતા. પણ એ કયારેક હોદાનો સ્વીકાર નહી કરતાં. છતાં શકય હોય તે રીતે તન-મન અને ધનથી સેવા કરતાં. તેઓ ગરીબોના બેલી અને નિરાધારોના આધાર હતા. એમણે દાન પાછળ નામની લાલસા કયારેક નહોતી રાખી. નાગપુરની અનેક સંસ્થાઓમાં માતબર રકમનું દાન આપ્યા છતાં કયારે પણ નામની ખેવના કરી નહીં. તેમજ જે જે સંસ્થાઓમાં તેઓ સક્રિય હતા, તે સંસ્થાને મળતા દાનની રકમનો પુરે પુરો સદુપયોગ થાય અને ક્યાંક ખોટી રીતે વેડફાઈ ન જાય તેની પૂરે પૂરી તકેદારી રાખતા. એમની કાર્યપદ્ધતિ જ નિરાળી હતી. નાનામાં નાનું કામ ચીવટપૂર્વક અને જાતે જ કરતાં. છેલ્લી ઘડી સુધી સ્વાવલંબી રહ્યા. કોઈ દિવસ પોતાનું કામ બીજાને ચીંધતાં નહીં અને કોઈ પણ કામ કરવામાં નાનપ રાખતાં નહિં. નાગપુરમાં ગરીબથી લઈ તવંગર એમનાં સલાહ-સુચનો અને મદદ માટે ગમે ત્યારે આવતાં અને સંતોષ સાથે પાછાં ફરતાં. લોકોની ભલાઈ માટે પોતાની જાત ઘસી નાખતા. જૈન સમાજની બેનો એમને પુત્ર, પિતા કે ભાઈ સમજી પોતાની સમસ્યાઓ રજૂ કરતી અને હંમેશા એનું નિરાકરણ મેળવતી. સ્ત્રીનું સન્માન અને આદર થવો જ જોઈએ અને સ્ત્રીનું સ્થાન પણ સમાજમાં હોવું જોઈએ, એમ તેઓ માનતા. એ એક નીડર વ્યકિત છતાં અત્યાચાર સામે હમેશાં અવાજ ઉઠાવતા. કાયદા-કાનૂનની ખૂબ જ ઊંડી જાણકારી ધરાવતાં એટલે સ૨કા૨ પણ જ્યારે ખોટી રીતે કનડગત કરતી, વ્યાપારીઓ સામે કે બીજી કોઈ રીતે, તો તરત અવાજ ઉઠાવતા. એમની દિનચર્યા એટલે સવારના પાંચ વાગે ઊઠી આસન-પ્રાણાયમ કરી આર.એસ.એસ.માં જવું ; ત્યાર પછી ઘરે આવી નિત્યક્રમ પતાવી સ્થાનકમાં જઈ સામાયિક અને સ્વાધ્યાય કરતાં. તે પછી સંઘ દ્વારા ચાલતી દરેક પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા. ખાવા-પીવામાં પણ અતિ સાદગી. ‘‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર'' એ સિદ્ધાંતને તેમણે જીવનમાં વણી લીધો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy