SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1074
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 / ૧૦૨૫ વિશ્વરેકર્ડ : આરાધક શ્રી રતિલાલ જીવરાજ શેઠ પાલીતાણાવાળા શ્રી ઘોઘા વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ પાલીતાણાના મૂળ રહીશ હાલ મુંબઈ (ડોંબીવલી) પોતાના ત્રણ સંતાનો સાથે રહે છે. તેમના ધર્મમય જીવનમાં તપશ્ચર્યામાં ૨ ઉપધાન તપ, નવપદજીની ૪૬ ઓળી, મુંબઈથી પાલીતાણા છરી પાલક સંઘ, કચ્છ ગિરનાર આદિ તીર્થયાત્રા અને શ્રી શત્રુંજયની પ૦ વખત નવાણુ યાત્રા કરી છે. તેઓ કહે છે આદિનાથ દાદાના દર્શન સ્વપ્નમાં અવારનવાર થતા રહ્યાં છે. લક્ષ્મણજી રામાજી જૈન જૈન શાસન શૂરાનો માર્ગ છે--જેને જેને મળી ગયો તે ખરેખર પામી ગયા. જોધપુર બિલાડ (રાજસ્થાન)ના વતની જ્ઞાતિએ અજૈન પણ સાધુ-સંતોના પરિચયમાં આવતા મૂળ ધંધો છોડીને જૈનધર્મમાં ઓતપ્રોત બની ગયા. જયણા અને ધર્મ એમણે આત્મસાત્ કર્યો, આખો દિવસ સામયિકમાં રહે છે. સવાર-સાંજ પ્રતિક્રમણ, ઉકાળેલું પાણી, એકાસણા, બેસણા તપ અને વર્ધમાનતપની ૬૦ જેટલી ઓળીઓ કરી–દેશભરમાં બધા જ સાધુ ભગવંતોનો પરિચય કેળવ્યો, સાધુઓની વૈયાવચ્ચ એમનો જીવનમંત્ર બની ગયો. ખરેખર જિનશાસન જયવંતુ છે. તેમના પિતાશ્રી રામાજી જૈન ઉપાશ્રયમાં કાચા કાઢતા (મુનિશ્રી હંસવિજયજી પાસે) નવકારમંત્ર શીખ્યા હતા અને ૯ વર્ષની નાની ઉમરમાં જૈનધર્મ સ્વીકાર્યો હતો. લક્ષમણજીની આજે ૭૨ વર્ષની ઉમર હોવા છતાં ઉભયટંક પ્રતિક્રમણ કરે છે. તેમજ તેમના ધર્મપત્ની શાંતાબેન પણ જિનભક્િત સેવાપૂજા, સમાયિક આદિ કરતા ત્રણ ઉપધાન સજોડે વિશ સ્થાનક અને વર્ધમાન ઓલી કરે છે. પોતાની મૂડીમાંથી જોધપુર, ભૈરૂબાગ, કાપરડાતીર્થ, બિલાડા, ઓસિયા, પાલીતાણા, ગુરુકુળ, બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ વગેરેમાં ભોજનશાળા સાધર્મિક ભક્તિ, સાધુવૈયાવચ્ચ ખાતે પોતાની રકમ વાપરી લાભ લીધો છે. જૈન સાધ્વીજીની કઠોર સાધના જાણવા પ્રમાણે હમણાં જ પાંચ છ વર્ષ પહેલા પાટણમાં પૂ. આ. શ્રી નીતિસૂરિજી મ.સા.ના સમુદાયના એક સાધ્વીજી કાળધર્મ પામ્યા તેમણે પોતાના જીવનમાં ૧૦૮ ચઉવિહાર છઠ્ઠ કરી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી, ૪૬ વર્ષીતપ કર્યા અને બીજી અનેક કઠોર તપસ્યાના મંડાણ કરી ડંકો વગાડ્યો હતો. રાજુભાઈ “અલબેલા” હાલ પૂનાનિવાસી રાજુભાઈ માણિકચંદ છાજેડ શત્રુંજય મહાતીર્થના ભક્ત છે. તેમની ઉમર ૩૪ વર્ષની છે. વ્યવહારિક શિક્ષણ ડી. ફાર્મ ફર્સ્ટ ઈયર સુધીનું છે. આજથી ૧૪ વર્ષ પહેલા કોલેજના અભ્યાસ દરમ્યાન અહમદનગરમાં પં.શ્રી વિમલસેનવિજયજી મ.સા. અને પ્રવચનકાર પૂ.મુનિશ્રી નંદિભૂષણવિજયજી મ.સા.(હાલ પંન્યાસશ્રી)નું ચોમાસું થયું. પુણ્યસંયોગોના કારણે આ યુવાનનો મુનિશ્રી સાથે સંપર્ક થયો, તેમના માર્ગાનુસારી જીવન પરના પ્રવચનો સાંભળી ધર્મનો બોધ થયો. કુપંથને છોડી ભગવાનની પૂજા સેવા કરતા થયા, પ્રથમવાર અઢાઈ કરી. ત્યારબાદ પૂનામાં ટિમ્બર માર્કેટમાં પ. પૂ. આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઉપધાન તપ પણ કર્યું. તેમાં બે પ્રતિક્રમણ શીખ્યા. વ્યવહારિક શિક્ષણ છોડી ધર્મશિક્ષણ ચાલુ કર્યું. ત્યારબાદ આ.શ્રી ધનેશ્વરસૂરિજી મ.સા.નું ચોમાસુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy