________________
૧૦૨૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
અમલનેર પૂજ્ય આચાર્યદેવશ્રીની નિશ્રામાં ૧૫ દિવસ રહી પંચપ્રતિક્રમણ શીખ્યા. તે દરમ્યાન ત્યાંના નગરશેઠ મિશ્રીમલજી કોઠારીએ પૂછ્યું કે તમે કયારેય પાલીતાણા ગયા છો? ત્યાં શત્રુંજય તીર્થના દર્શન કર્યા છે? આપણું મોટું તીર્થધામ છે. આ યુવાને કીધું કે હું તો આ તીર્થનું નામ પણ પહેલીવાર સાંભળુ છું તો દર્શનની તો શી વાત! તેમણે તેનો હાથ પકડી દેરાસરની અંદર શત્રુંજયના દર્શન કરવાની ભાવના જાગૃત થઈ અને રોજ પટ્ટના દર્શન કરતા અને સાથે વિનંતી કરતા કે હું ક્યારે આ તીર્થના સાક્ષાત દર્શન કરીશ? એની અત્યંત શ્રદ્ધા સાથે જ્યારે અમલનેરથી અહમદનગર પોતાને ઘરે આવ્યા, દેરાસરના દર્શન કરવા જાય છે, અને ત્યાં નવાણુ યાત્રા માટેની પત્રિકા જુએ છે, અને શત્રુંજય મહાતીર્થના દર્શન કરવા છે તે ભાવનાથી નવાણમાં જોડાઈ ગયા અને નવાણુ કરાવનાર પૂનાવાલાની બસ સાથે પાલીતાણા આવી પહોંચ્યા. અહિં નવાણુ યાત્રા કરતા આટલો આનંદ અને ઉલ્લાસ આવવા માંડ્યો કે સંસારમાં છીએ ત્યાં સુધી દર વર્ષે નવાણુ યાત્રા કરવી એવો સંકલ્પ કર્યો. ત્યારથી માંડી હમણા સુધી આ યુવાને ૧૪ નવાણુ યાત્રાઓ વિધિસહિત કરી છે. “સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે'' તેમની આ ઢાલ ખાસ પ્રિય છે જયારે જુઓ ત્યારે મોઢામાંથી “આદિશ્વર અલબેલો' છે પંક્તિ સરતી હોય છે, એટલે લોકો તેમને “અલબેલો' નામથી પોકારે છે આ યુવાને આ પવિત્ર ધામ પાલીતાણામાં ત્રણ ચોમાસા પણ કરેલ છે અને પ્રથમ ચોમાસામાં ૩૧ ઉપવાસ પૌષધ સહિત અને એક લાખ નવકારનો જાપ કર્યો. ત્યાર પછી બીજા ચોમાસામાં ૨૫ ઉપવાસ મૌન સહિત અને સાથે ૧ લાખ નવકારનો જાપ અને ત્રીજા ચોમાસામાં માસક્ષમણનો તપ કર્યો. બે વાર ચઉવિહાર છઠ્ઠ કરીને ૭-૭ જાત્રા અને એકવાર અઠ્ઠમ કરીને ૧૧ શત્રુંજય મહાતીર્થની જાત્રા કરી છે. આચાર્ય ધનેશ્વરસૂરિજી મહારાજે રચેલ આ સિદ્ધગિરિના મહિમા વર્ણવતો ગ્રંથ પણ વાંચેલ છે હાલમાં શત્રુંજય કલ્પવૃત્તિનું ભાષાંતર વાંચી રહ્યા છે. તેમના જીવનમાં શત્રુંજય મહાતીર્થના પ્રભાવની ઘણી ઘટનાઓ બની છે. સાક્ષાત પ્રભાવ તેમણે અનુભવ્યા છે. કેટલાય સંકટો-આપત્તિઓમાંથી શત્રુંજય તીર્થના પ્રભાવે બચી ગયેલ છે. એટલે તેના હૃદયમાં “મેરા શત્રુંજય મહાન!!'' તપસ્વી યુગલ શ્રી ભરમલજી ગુલાબચંદજી અને શ્રીમતી શાંતીબાઈ ભુરમલજી
મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લા વેદાના નિવાસી છે. તેઓશ્રીએ ધર્મમય જીવન સાથે તપધર્મને આત્મસાત્ કરી ૩૨ વર્ષથી એકઘાતી તપ કરી રહ્યા છે. તેની ઝલક :--
(૧) ૪૫ ઉપવાસ (૧૭માં વરસીતપમાં) (૨) ૨ માસક્ષમણ (૩૦ ઉપવાસ) (૩) ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૬, ૧૭, ૨૦ ઉપવાસ (૪) શ્રેણી તપ (૫) સિદ્ધિતપ (૬) ભદ્રતા (૭) જિનદીક્ષા તપ (૮) સમોસરણ તપ (સિંહાસન તપની સાથે) (૯) ધર્મચક્રતપ (૧૦) મહાધનતપ (૧૧) ક્ષીરસમુદ્રતા (૧૨) મોક્ષ???તપ (૧૩) પ૨૧ આયંબિલ સળંગ તેમાં ૩ અઢાઈ અને રાજસ્થાનથી સમેતશિખરજીની છ” રીપાલક યાત્રા (૧૪) નવપદજીની ૯૦ ઓળી (૧૫) ૨૨ વરસીતપ (તમાં ૧ અઠ્ઠમતપથી અને ૨ છકતાથી કર્યા.) (૧૬) ૩ ઉપધાનતપ મૂલવિધિથી (૧૭) ૧૪ નવાણુ યાત્રા અને ૧૫ ચઉવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા (૧૮) નવ લાખ મંત્રનો જાપ (૧૯) ૧૪ છ'રીપાલક સંઘ (૨૦) ૧૦ પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસ (૨૧) ૩૪ વર્ષથી પર્યુષણ પર્વમાં અઢાઈ તપ સાથે ચોસઠ પ્રહરી પૌષધ (૨૨) ! ૨૦૦ ઉપર અઠ્ઠમ તપ કર્યા હશે.
=
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org