SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1073
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૪ ] || જૈન પ્રતિભાદર્શન પર્વમાં દર વર્ષે અઠ્ઠાઈ સાથે ચોસઠ પ્રહરી પૌષધ તેમજ ૧૦-૧૫-૧૬-૩૦-૪૧ ઉપવાસ આદિ તપ કરેલ છે. છેલ્લે પિંડવાડામાં પૂ. આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ ૪૧ ઉપવાસના પારણા પછી સંયમની ભાવના ભાવતા સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા. સિરોડી સંઘે સિરોડી લઈ જવાનો ઘણો આગ્રહ કર્યો, પિંડવાડા સંઘ ન માન્યો અને પાંડવાડા સંઘે વાજતે-ગાજતે તેની પાલખી નીકાલી. ૪૦ કિલો ચંદનમાં તેમનો અગ્નિસંસ્કાર કર્યો. પોતાના ૩ પુત્રો અને ૧ પુત્રી શાસનને અર્પે છે તે પૂ. પં.શ્રી રવિરત્નવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ.સા., મુનિશ્રી જયેશરનવિજયજી મ.સા. અને સાધ્વીશ્રી વિરલરેખાશ્રીજી મ.સા. આદિ સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે. ધન્ય છે એ ધર્મનિષ્ઠ પરિવારને એક પુત્ર સંસારી અવસ્થામાં લાલચંદભાઈ વર્ધમાનતપની ૯૨ ઓળી કરી રહ્યા છે. શ્રી પારસમલજી ભંસાલી જેમણે ૧૩ વર્ષની ઉંમરથી ધર્મારાધનામાં જોડાઈને શ્રેષ્ઠ આરાધના કરતા દરવર્ષે નવપદજીની આસો અને ચૈત્રમાસની ઓળી કરતા ૧૨૦ ઓળી થઈ છે. દર વર્ષે પર્યુષણની અઠ્ઠાઈ અને ચોસપ્રહરી પૌષધ આરાધના અને પાલીતાણાની ૧૨૫૬ આરાધનાપૂર્વક (ઉપવાસ કરી) ઘણી યાત્રા કરી. દરરોજ ઉભયટંક આવશ્યક પ્રતિક્રમણ, સ્નાત્ર, અષ્ટપ્રકારી પૂજા, જાપ આદિ સારી આરાધના કરી રહ્યા છે. મારવાડ પાલીમાં કાપડનો વ્યવસાય છે. અને પાલી જૈનસંઘનાં વહિવટ વગેરેનું ઘણું કાર્ય પોતાની કુશાગ્ર બુદ્ધિથી સંભાળ્યું છે. ૮ દિવસ ભૂખા અને ૯ દિવસ લુખ્ખા જીવનમંત્ર છે એટલે પર્યુષણમાં ૮ દિવસ ઉપવાસ અને શાશ્વતી ઓળીમાં ૯ દિવસ આયંબિલ કરવું. શ્રી ગુમાનમલજી તપસ્વી મૂળ રાજસ્થાન ફલોદીના રહેવાસી ધંધાર્થે મદ્રાસમાં રહેતા આ તપસ્વીરને જેમ મહાવીપ્રભુએ નિંદન ઋષિના ભવમાં માસક્ષમણના પારણે માસક્ષમણ કરી વીશસ્થાનક તપ કર્યો અને ૧૧ લાખ એંશી હજાર ૬૪૫ માસક્ષમણ કર્યા તેવી રીતે આ શ્રાવકરને પોતાના જીવનમાં ૪૬૫ ઉપર અઠ્ઠાઈયો ઘોર તપ કરી વીશસ્થાનકની આરાધના કરી છે. પારણે પણ ગુરુ ભગવંતો અને ઉત્તમ શ્રાવકો પાસે અભિગ્રહપૂર્વક પારણુ કરે છે. જો અભિગ્રહ પૂર્ણ ન થાય તો બીજી અઠ્ઠાઈ કરે છે. તે પૂર્વના તપસ્વીઓની યાદકરાવે છે. પંડિતવર્ય કપૂરચંદ રણછોડદાસ વારૈયા બાહ્યતાની સાથે અત્યંતર તપની પણ ઘણી જ મહત્વતા છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છેહ...પંડિતવર્યશ્રી મહેસાણા પાઠશાળાના સફળ નિવડેલ વિદ્યાર્થી ૫૦ વર્ષથી વધુ વખત સુધી પાલીતાણાના જૈન શ્રેયસ્કર મંડળની પાઠશાળામાં સફળ અને બહુમાન્ય અધ્યાપક પંડિતજી અનેક પૂજય સૂરિભગવંતોના કૃપાપાત્ર અને અનેક સાધુ-સાધ્વીજીઓના અધ્યાપક જ્ઞાનદાતા અને અનેક પુસ્તકોના રચયિતા લેખક છે. મૂળ પોતે ભાવનગર પાસે ત્રાપજ ગામના વતની છે હાલ ભાવનગરમાં રહે છે. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય વ્યાકરણ, કર્મગ્રંથ, કમ્મપડી, ચંદ્રકવલી રાજાના રાસનું અનુવાદન આદિ ૧૫ જેટલા ગ્રંથો, ૫૦-૫૦ ગાથા રોજ કરી ૮૦ વર્ષની જૈફ વયે પણ બધી ગાથા ચાલુ છે. સાદા અને અહંભાવ | વગર આજે પણ સાધુ સાધ્વીજીઓને નિસ્વાર્થભાવે જ્ઞાન અર્પણ કરી રહ્યાં છે. ધન્ય છે જ્ઞાન સાધનાને! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy