SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1072
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંશ ] [ ૧૦ર૩ પ. પૂ. મેવાડ દેશોદ્ધારક આચાર્યદેવશ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા. ફક્ત દોઢ વર્ષના પુત્રને છોડીને સંયમપંથે પ્રયાણ કરતા જેમ ૧ મહિનાના દશરથને છોડીને રાજાએ સંયમ સ્વીકાર્યો. તેમ આચાર્યદેવશ્રીએ રામાયણના આદર્શોને તાજા કર્યા. પૂ. આચાર્યશ્રીએ પોતાના જીવનમાં ૪00 અઠ્ઠમ તપ કર્યા છે. છેલ્લા ૩૦ વર્ષથી પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર મેવાડ મારવાડની કઠોર ધરતી છે. મેવાડમાં ગામેગામ દેરાસર હોવા છતાં ત્યાંના જૈનો નિયમીત દર્શનપૂજા કરતા નથી તેથી તેઓ અનેક તર્કો અને શાસ્ત્ર દ્વારા સાચો માર્ગ બતાવી ભગવાનની પ્રતિમાપૂજાની શ્રદ્ધાની અલખજ્યોત જગાવી રહ્યાં છે. ત્યાંના ૨૦૦ ઉપરાંત દેરાસરનો જીર્ણોદ્ધાર વગેરે ધર્મકાર્યો તેમની નિશ્રામાં થઈ રહ્યાં છે. - પૂજ્યશ્રીનો ગૃહસ્થાશ્રમમાં પણ વૈરાગ્ય ઝળહળતો હતો. લગ્ન વખતે પણ આયંબિલનો તપ અને વરઘોડે ચડ્યા પછી પણ પ્રતિક્રમણ કરવા બેઠા હતા. પ્રભુને પ્રાર્થના કરી કે સંસારમાં ફસાઈ રહ્યો છું, પણ જલ્દીથી આ કીચડમાંથી બહાર નીકળી જાઉં એવી શક્તિ આપજે. આજના કલિકાળમાં આ દાખલો આદર્શરૂપ ગણાય. કર્મસાહિત્ય નિષ્ણાત પ. પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.નો સંપર્ક થતાં લગ્ન વખતે જ પોતાની જે ભાવના હતી, તે સફળ કરી ચારિત્ર અંગીકાર કર્યું. થોડા દિવસ પછી ધર્મપત્નીએ પણ અનુકરણ કરી સાધ્વી શ્રી પુષ્પલતાશ્રીજી મ. સંયમપંથે પ્રયાણ કર્યું. યુવા આલમમાં સંયમનો શંખનાદ કરી હજારો યુવાનોને ધર્મમાર્ગે દોરતા પૂ. આ.શ્રી ગુણરત્નસૂરિજી મ. સા. પૂજ્યશ્રીના લઘુબાંધવ છે, કે જેમણે ૫૦૬૦ હજાર સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોની રચના કરી ખવગસેઢી જેવા કર્મસાહિત્યનું સર્જન કર્યું છે. તેમના હસ્તે ૧૩૬ થી વધારે દીક્ષાઓ થઈ છે અને પૂજ્યશ્રીના પરિવારમાંથી પ્રવર્તિની સાધ્વીજી પુણ્યરેખાશ્રીજી, સાધ્વીજી મનીષ રેખાશ્રીજી અને પંન્યાસપ્રવર શ્રી રશ્મિરત્નવિજયજી મ.સા. દીક્ષિત થયેલા છે. સંઘવી દલીચંદજી રોજ ૧૮ સામાયિક કરે છે. ૩૦ વર્ષથી વરસીતપ આદિની શ્રેષ્ઠ આરાધના કરી શ્રેષ્ઠ શ્રાવકનું જીવન જીવી રહ્યા છે. મૂળ રાજસ્થાનમાં સિલદર (જીરાવલા તીર્થની બાજુમાં)ના વતની છે. હાલ પૂના ખડકીમાં રહે છે. સુશ્રાવક પુખરાજ શિલરાજ ભંડારી જેમ વડીલબંધુ નંદિવર્ધનભાઈના આગ્રહથી પરમાત્મા વર્ધમાનકુમાર બે વર્ષ ગૃહસ્થાપણામાં રહ્યાં તેમ શ્રી પુખરાજજી પોતાના વડીલબંધુના આગ્રહથી સંયમની ભાવના હોવા છતાં, સંસારમાં રહ્યા છતાં ૩૦ વર્ષ સુધી લગાટ પૌષધ, આયંબિલ એકાસણાં કર્યાં. ધન્ય છે--રાજસ્થાનમાં જાલોરના એ શ્રાવકને. સુશ્રાવક તપસ્વી વીરચંદ ધુડાજી જેમ કહેવાય કે ભિમાકુંડલીયાએ શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારમાં પોતાની સંપૂર્ણ સંપત્તિ જીર્ણોદ્ધારમાં અર્પણ કરી તે જ પ્રમાણે સિરોડીનિવાસી શ્રી વીરચંદભાઈએ પણ સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.ની નિશ્રામાં ૨૦૧૮ની સાલમાં સિરોડીમાં શ્રી ગોડી પાર્શ્વનાથ દેરાસરની પ્રતિષ્ઠા વખતે પોતાની સંપૂર્ણ મૂડી પ્રતિષ્ઠામાં ખર્ચે એક નવો જ આદર્શ ઊભો કર્યો હતો. પોતાના જીવનમાં પર્યુષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy