SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1071
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૨ ] [ જૈન પ્રતિભાદર્શન જયવંતુ જિનશાસન પૂ. પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ. સા. પૂ. મુનિશ્રી વૈરાગ્યરત્નવિજયજી મ. સા. પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રવર્તિત આ ઝળહળતું જિનશાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. તેમના પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીથી લઈને પાંચમા આરાના અંત સુધી અવિરત ગતિએ ચાલતા આ શાસનમાં વર્તમાનકાળે જિનેશ્વર, ગણધર, કેવલીના વિરહકાળમાં આચાર્યભગવંતો શાસનની ધૂરા સંભાળે છે. યુગપ્રધાન આચાર્યભગવંતોની પરંપરામાં જંબુસ્વામી, શäભવસૂરિ, ભદ્રબાહુસ્વામી, આર્યસ્થૂલભદ્ર આર્યવ્રજવાણી સુધી ૧૪ પૂર્વોનું જ્ઞાન હતું. સમયકાળે પૂર્વનું જ્ઞાન ધટતું ગયું..રોજની ૧૦૦૦-૨૦૦૦-૩૦૦૦ ગાથા સુધીની યાદ શક્તિવાળા મહાન ન્યાયાચાર્ય હરિભદ્રસૂરિ, ઉમાસ્વાતિ, હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, ઉપાશ્રી યશોવિજયજી આદિ પણ આ શાસનની જ મૂલ્યવાન ભેટ છે. છેલ્લા વડગચ્છના પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરિજી કે જેમણે જાવજીવ સુધી તપ કર્યો અને ચિત્તોડના રાજાએ તપા બિરૂદ આપ્યું ત્યારથી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. આ તપાગચ્છની પરંપરામાં પણ અનેક મહાન આચાર્યો થયા છે. વર્તમાનકાલીન મણિવિજયજીદાદાના પરિવારમાં ખુટેરાયજી, મુલચંદજી વહિચંદજી, આત્મારામજી વગેરે કેટલાક તપસ્વી તારલાઓ નજરે ચડે છે. આત્મારામજીની પરંપરામાં પણ અનેક વચનસિદ્ધ ઉપાશ્રી વીરવિજયજી મ. સા. પૂ. આ. શ્રી દાનસૂરેજી, પૂ. મા. શ્રી પ્રેમસૂરિજી મ. સા. અને પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી જે બધા તપ ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિસમાં ત્રિવેણીસંગમ હતો. વર્તમાનમાં જયઘોષસૂરિજી મ. I સા. નવચેતન જ્ઞાનભંડારની ગરજ સારે છે. તપસમ્રાટ આચાર્ય હિમાંશુસૂરિજી કે જેમણે વર્ષોથી લાગલગાટ આયંબિલનો તપ ચાલુ છે. પૂર્વકાલિન કૃષ્ણર્ષિમુનિએ માત્ર એક વર્ષમાં છે. રવિરત્નવિજયજી મ.સા.1 ૩૭ દિવસ જ એકાસણા કર્યા બાકી બધા ઉપવાસ. આચાર્ય હિમાંશસૂરિજીએ પણ ૧૩૫ દિવસમાં માત્ર ૧૯ પારણા કર્યા અને ૧૧૬ ઉપવાસ જ કર્યા. તેમ જ ૧૭૦૦ આયંબિલ બીજી વખત ચાલુ કરી અપ્રમત્ત આરાધના કરી રહ્યાં છે. અને આ લેખના પાત્રોનો પરિચય કરાવનાર પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મહારાજે પણ જ્ઞાની, ધ્યાની, આરાધક આત્મા છે. તપ ત્યાગપૂર્વક ૫. વર્ધમાનતપની ઓલી આ બધુ ખરેખર ઉત્તમ સંયમનું પાલન કરી રહ્યાં છે. પૂજ્યશ્રીના સંસારી ત્રણ ભાઈ અને એક બહેન પણ દીક્ષા લઈ સુંદર ચારિત્રની આરાધના કરી રહ્યા છે. પોતે ૮-૧૦-૧૫-૧૬-૩૦ ઉપવાસ - જેવી કઠોર તપસ્યા કરી ૨૨ વર્ષથી નિત્ય એકાસણા તપ સાથે શુદ્ધ સંયમની સાધનામાં આગળ વધી રહ્યાં છે. મૂળ રાજસ્થાન આબુ જીરાવલા પાસે સિરોડીમાં ૨૦૩૪માં દીક્ષા લઈ પ. પુ. આ શ્રી ગુણરત્નસૂરિજી મ.ના શિષ્ય બની સર્વપ્રથમ આબુગોડ એરિયામાં દીક્ષા લીધી ત્યારપછી ૧૭ દીક્ષાઓ શિરોડીમાં થઈ. પૂજયશ્રીને શ્રુતસાહિત્યમાં ખૂબ જ રસ છે. - સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy