SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1070
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૨૧ અપનાવી. આરઝી હકુમત જૂનાગઢની સ્થાપના વખતે દુર્લભજીભાઈની નાયબ મુખ્ય પ્રધાન-નાણાં પ્રધાન તરીકે વરણી થયેલી. મુખ્યપ્રધાન શ્રી શામળદાસ ગાંધી. અમરેલીની ખેતાણી બોર્ડીંગ તેમના દાનથી તેમના ભાઈની સ્મૃતિમાં શરુ થયેલી. આજે પણ એ હરિલાલ કેશવજી ખેતાણી વિદ્યાર્થીગૃહનું નામ ઊભું છે. ઉપરાંત વડિયા, નાસિક વગેરે સ્થળોએ પણ વિદ્યાકીય સંસ્થાઓ સ્થાપી. પિપલ્સ મોબાઈલ હૉસ્પિટલની રચનાથી અનેક લોકોને રાહત થાય તેવી પ્રવૃત્તિ આદરી. સાતેક ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું. સંગીતનો પણ એવો જ શોખ હતો. “મન અને શરીર એકબીજાના પૂરક છે. બન્ને તંદુરસ્ત રાખવા આવશ્યક છે.” એવું દુર્લભજીભાઈએ પ્રતિપાદિત કરેલું અને એ રીતે સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે કાર્યરત રહ્યા. આવા પરમ હિતૈષી મહાજન દુર્લભજીભાઈને કોટિશઃ વંદના! સ્વ. ન્યાલચંદ મૂળચંદ શેઠ : અમરેલી જિલ્લાના અમરાપુર જેવા નાનકડા ગામમાં ન્યાલચંદભાઈએ ધર્મપરાયણ સંસ્કારી વ્યાપારી મૂળચંદભાઈને ત્યાં સંતોકબાની કુક્ષીએ જન્મ લીધો. માતાપિતાના પૂરા સંસ્કારો આત્મસાત કરીને ન્યાલચંદભાઈ ચૌદ વર્ષની નાની ઉંમરે માત્ર ગુજરાતી સાત શ્રેણીનો અભ્યાસ પૂરો કરી મુંબઈમાં નોકરીમાં જોડાયા. સમય જતાં પેઢીના માલિક બન્યા. વ્યાપાર વધાર્યો. દેશવિદેશમાં વ્યાપારી ક્ષેત્રે સારી નામના મેળવી. સંપત્તિનો સદુપયોગ શિક્ષણક્ષેત્રમાં કર્યો, મુંબઈ ઘાટકોપરમાં કન્યા વિદ્યાલય શરૂ કર્યું. ભારતીય સ્વાતંત્ર્યના ઇતિહાસમાં જૂનાગઢ આરજી હકુમતની મુંબઈમાં સ્થાપના થઈ તેના પ્રમુખસ્થાને તેઓ હતા. તેમના જીવનમાં સમાજસેવા, લોકોપયોગી પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાશક્તિ ગજબના હતા. તેમની સાદાઈ, ઉદારતા અજોડ હતાં. આ સેવાભાવી સંસ્કારી પરિવારના વારસદાર સુપુત્ર મૂકસેવક શ્રી નૌનિતભાઈ શેઠ ધર્મભાવના સહ અપરિગ્રધ્વત ધારણ કરી શિક્ષણ સેવાનો ભેખ થઈ ઘાટકોપરની કન્યાકેળવણીનું સુપેરે બેનમૂન સંચાલનમાં પ્રવૃત છે. છેઆ જ કારણ = કાન see ! વિરાટ કરી TV I . પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ પરમાત્માના અધિષ્ઠાયિકાદેવી || ગ્રંથસંપાદકની જીવનનૈયાના સુકાની અને શિરછત્ર ભગવતી શ્રી પદ્માવતી દેવી : 8 ૧૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy