SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1069
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૦] [ જૈન પ્રતિભાદર્શન તરીકે એક તેજસ્વી પુત્રરત્ન સાંપડ્યું. પુત્રનાં લક્ષણ પારણામાંથી તેમ વિશાળ લલાટવાળું બાળક સોહામણું હતું. ફૈબાએ પાડેલું દુર્લભજી નામ દુર્લભજીભાઈએ સાર્થક કરી બતાવ્યું. - સાત વર્ષની વયે મોહમયી નગરી મુંબઈ એકલા ગયા. સાહસ-હિંમતથી કોલાબા સ્ટેશને ઉતર્યા. ટિકિટના પૈસા રતનમાએ તાંબાની મોટી ગોળી કોઈ પટોળિયા કણબીને ત્યાં રાખીને લાવેલા તે આપ્યા હતા. મુંબઈ એલ્ફિન્સ્ટન શાળામાં અભ્યાસ કરી પંદર વર્ષની ઉંમરે પિતૃભક્ત દુર્લભજીભાઈએ ધંધામાં ઝંપલાવ્યું. થોડાં વર્ષો અનુભવ લીધો. કલકત્તા જઈ આવ્યા. ચીન-જાપાનનો પ્રવાસ કર્યો. ટેક્ષટાઈલ્સ ઉદ્યોગમાં સમગ્ર ભારતમાં-વિદેશોમાં પણ નામના મેળવી. Bombay Industries Associa અને સિલ્ક મર્ચન્ટ એસો.ની સ્થાપના કરી. શ્રી દુર્લભજીભાઈ ખેતાણીએ સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી સુઝથી પ્રસિદ્ધિ મેળવી. કોઠાસૂઝ અને આત્મિક કુનેહથી સર્વત્ર સફળતા હાંસલ કરી. પત્રકારત્વમાં સ્વનામધન્યતા મેળવી, જન્મભૂમિ''ના સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, ધી સ્ટેટસ પીપલ (પ્રા.) લિ. સાથે વર્ષો સુધી જોડાયેલા રહ્યા. ધર્મભાવના ઉત્કટ હતી. કર્મવીર તો હતા જ. ધર્મવીર બની રહ્યા. સંસ્કૃતિને સાચવવી તે તેમનું જીવનકાર્ય હતું. તેમણે વીરત્વમય જોશીલી ભાષામાં વક્તવ્ય આપતાં જોરથી કરેલા ઉદ્ગારો તેમના જીવનનું દર્શન કરાવે છે : નથી વાપરી પાઈ જો દેશ કાજે, નથી કર્યા કામ જો ધર્મ માટે, નથી ધરી દાઝ જો સંસ્કૃતિ માટે, વ્યથા જન્મ ખોયો, કરી શી કમાણી? જૈન સાહિત્યનું ખેડાણ અદ્દભૂત હતું. કેટલાંક જૈન ગ્રંથોનો ભાવવાહી ગુજરાતી અનુવાદ કર્યો અને લોકભોગ્ય રીતે પ્રસિદ્ધ કર્યો. તેમાં ઉત્તરાધ્યયનસૂત્ર, સમયસાર, જૈનધર્મકથાઓ ભ. મહાવીરની પ્રાચીન કથાઓ વગેરે મુખ્ય છે. “મ. આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, પં. સુખલાલજી, પં. ભારિત્નજી અને એવાં અન્ય ઘણાં પંડિતરત્નોના સંપર્ક દુર્લભજીભાઈએ તારવ્યું કે ધર્મનો પાયો વિવેકજન્ય છે. વિવેકી અભ્યાસ પણ જરૂરી છે. તેવું શિક્ષણ કન્યાઓને મળે તો સમાજનો વિશિષ્ટ ઉદ્ધાર-ઉન્નતિ થાય. તે માટે કન્યાકેળવણી આવશ્યક. શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, કેવળચંદ અવિચળ શેઠ, ઝવેરચંદ સંઘરાજકા, દલીચંદ દોશી વગેરે મિત્રો સાથે રહી કન્યાકેળવણી માટે પોતાની માતા રતનબાની સ્મૃતિમાં ઘાટકોપરમાં શ્રી રત્નચિંતામણી જૈન કન્યાશાળાનો પ્રારંભ કર્યો. આજે સાતેક હજાર કન્યાઓ માટે ઐહિક-પારલૌકિક કેળવણીનું આ સમગ્ર સંકુલ શ્રી નવનીતભાઈ ન્યાલચંદ શેઠના વડપણ નીચે ચાલી રહ્યું જૈન યુવક સંઘની સ્થાપના દ્વારા શિસ્ત, નિયમિતતા, વ્યાયામના પાઠ યુવા પેઢીને ભણાવ્યા. સ્વયં વ્યાયામવીર હતા. ઘાટકોપરમાં બાલ્કન-જી-બારીની શાખા રચી નાના ભૂલકાંઓને સાહસિક બનાવવા પ્રયત્નો કર્યા. ખેતાણી ઇન્ડ. એસ્ટેટ, મે. ખેતાણી ટેસ્ટાઈલ ઈન્ડ. (પ્રા.) લિ.ના પ્રણેતા દુર્લભજીભાઈ સમાજના મોભી અને મહાજન શ્રેષ્ઠ ગણાયા. રાષ્ટ્રીય ચળવળ “ભારત છોડો આંદોલન સાથે જોડાયા. ખાદી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy