________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૦૧૯
સને ૧૯૨૭માં મેટ્રિક પાસ કરી સને ૧૯૩૦માં ભાઈચંદભાઈએ પિતરાઈ ભાઈશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના સહયોગે માત્ર રૂા. ૨૦૦૦ની મૂડીથી નેપ્ચ્યૂન ઇન્સ્યુરન્સ કંપની સ્થાપી. ભારતભરમાં વીમા કંપનીના સ્થાપક ભાઈચંદભાઈએ આઝાદી પછી વીમાનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે રૂા. સવા કરોડનું ભંડોળ જીવનવીમા નિગમને સોંપેલું.
વીમાના કામકાજ માટે તેઓ જાપાન ગયેલા. ત્યાંથી જીવનવીમાને અનુરૂપ ઘડિયાળની સ્કીમ લાવ્યા
હતા.
ઇન્સ્યુરન્સ કંપનીમાં હતા, ત્યારે ભાઈચંદભાઈએ કંપની વતી મુંબઈના હાર્દસમા મુંબાદેવી તળાવ ખરીદી ઊંચા મકાનો બાંધવાની સ્કીમ તૈયાર કરેલી. રાષ્ટ્રીયકરણ બાદ નિવૃત્તિ લઈને પોતાના પુત્રો સાથે ઓનરશીપની ઇમારતો બાંધવાનું શરું કર્યું. તેઓએ સર્વ પ્રથમ ઓનરશીપની શરુઆત કરેલી.
તેમના પુત્રો શ્રી હસમુખભાઈ, જ્યોતીન્દ્રભાઈ, વિનોદભાઈ, જશવંતભાઈ સૌએ સારી રીતે મુંબઈમાં સ્થાયી થઈ ભાઈચંદભાઈ મહેતા પરિવારને ઉજ્જવલ બનાવવા નેત્રચિકિત્સા અને કીડનીના રોગો માટે ચેરિટેબલ ટ્રસ્ટ રચ્યું છે અને દર્દીઓને સહાય કરે છે.
સને ૧૯૯૦માં ૮૧ વર્ષની જૈફ ઉંમરે ભાઈચંદભાઈએ સમાજ અને પરિવારને પ્રગતિ-પંથે પ્રવૃત્તિશીલની પ્રેરણા આપી સ્વર્ગગમન કર્યું. તેમના પવિત્ર આત્માને અનુમોદના સહ અનુવંદના ! પટણી પરિવાર
પાટણ (સિદ્ધપુર)ના વતની સ્વર્ગીય કરમચંદ નારણભાઈ શાહ પરિવારે વ્યવસાય અર્થે અમરેલી વસાવ્યું. અમરેલીમાં વ્યાપાર અને જીનીંગ ફેક્ટરી શરુ કરી. ધમધોકાર વેપાર-ઉદ્યોગ કર્યાં. સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પટણી પરિવારનું યોગદાન ઉત્તમ રહ્યું. તે પરિવારના બે સપુતોએ અમરેલી શ્રી જૈન સંઘની શાન વધે તે માટે સારો સહયોગ આપ્યો છે.
સ્વ. બાબુલાલ ઉત્તમચંદ શાહે સં. ૧૯૯૭માં પ.પૂ.શ્રી જંબુવિજયજી મ.સા.ની નિશ્રામાં તેમની ઉપસ્થિતિમાં તેમના ભાઈ સ્વ. વસંતલાલની સ્મૃતિમાં શ્રી શાંતિનાથ ભગવંતની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાતી. અને પ.પૂ. સૌરાષ્ટ્ર કેશરી શ્રી ભુવનવિજયજી મ.સા.ની નિશ્રામાં સં. ૨૦૦૭માં અમરેલીથી શ્રી સિદ્ધાચલજીનો છ'રી પાલિત સંઘ અનેક મહાનુભાવોના સહકારથી સંપન્ન કર્યો.
સ્વ. રસિકલાલ છોટાલાલ શાહ અને ભાઈઓ વર્ષોથી મુંબઈ જઈ વસ્યા. સ્વપ્રયત્ને અનેક મુશ્કેલીઓ વચ્ચે મોટા વ્યાપારી-ઉદ્યોગપતિ બન્યા. નાગદેવીના સેનેટરીવેરના વ્યાપારીઓમાં તેમનું નામ ખૂબ જાણીતું બન્યું. ગોરેગાંવમાં પ્લાસ્ટિકની વિશાળકાય ફેક્ટરી ઊભી કરી. આજે પણ ચાલે છે. રોટરી ઇન્ટરનેશનલ મુંબઈના ચેરમેનની પદવી વર્ષો સુધી સુપેરે નીભાવી. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના શ્રી સંઘના કાર્યોમાં તેમણે ઉમદા ફાળો આપ્યો. જિર્ણોદ્ધાર-પુનઃ પ્રતિષ્ઠા અને ઉત્સવસમિતિની રચના કરવામાં તેમના સૌજન્યભર્યા સહયોગથી કાર્ય સરળતાથી પરિપૂર્ણ સંપન્ન થયું.
આવા પટણી પરિવારના સપુતોને હાર્દિક વંદનાસહ ધન્યવાદ!
સ્વ. દુર્લભજી કેશવજી ખેતાણી :
અમરેલીના વિડયા તાલુકાના મોરવાડા ગામે શ્રી કેશવજીભાઈને ત્યાં રતનમાને ખોળે ત્રીજા સંતાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org