________________
૧૦૧૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
ભાઈ-ભાંડુઓને માતાની ખોટ સાલવા ન દીધી ને ધંધો સંભાળ્યો.
સમાજનાં સર્વ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવાપરાયણતાનાં તેમણે દર્શન સતત કરાવ્યાં. માદરે વતન શેડ્રભારમાં ઘણી વસ્તી ખેડૂતોની હોવા છતાંય પંચાયતના સરપંચ તરીકે પંદરેક વર્ષો સુધી લોકોના હૃદયસિંહાસને બેસી ગુપ્તભાવે જરૂરતમંદ માણસોને સહાય કરતાં રહ્યા. શિક્ષણ, સ્વાસ્થ, સામાજિક ન્યાય, પરોપકારભાવ માટે જીવનભર કાર્યરત રહેલા. રાજકારણીઓએ તેમને રાજકારણના આટાપાટામાં ખેંચવાના કરેલા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પરંતુ દેવચંદભાઈ જરાપણ ડગ્યા નહીં. પોતાની આગવી રીતે સેવાભાવ વિકસાવતાં રહ્યા.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની અમરેલી શાખાના આજીવન સભ્ય તરીકે આદર્શ સ્વયંસેવાની ફરજ નિભાવી. કુદરતી આફતને સમયે તન, મન, ધનથી ખડે પગે રહી પ્રસ્ત લોકોને આશ્વાસન મળે તેવી પ્રવૃત્તિઓ કરી.
સમાજસુધારક દેવચંદભાઈએ દીકરાની જાનમાં વરની માતા જાય તો વરોઠી (જમણ) આપવાનો રિવાજ બંધ કરાવ્યો.
અમરેલીના શ્રી ખીમચંદ મૂળચંદ જૈન વિદ્યાર્થીગૃહની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે કરકસરયુક્ત છતાંય વિદ્યાર્થીઓની પ્રત્યેક સુવિધાને પૂર્ણ ન્યાય મળે તે માટે સતત ચિંતિત રહેતા. સહકાર્યકરો સાથે ખૂબ જ નિખાલસભાવે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેતાં અમે તેમને જોયા છે.
છ'રી પાલિત સંઘની સેવાના આગેવાન તરીકે બધાની ચાહના મેળવેલી. આટલી વિશાળ હિતની કામગીરી સંભાળતાં છતાં જાહેર સન્માન કે જાહેર કીર્તિની કદી પણ જરાય એષણા કે ખેવના ન રાખનાર સ્વ. દેવચંદભાઈ શાહને હૃદયપૂર્વક નિવાપાંજલિ! સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા :
તેમની જીવનઝાંખી અન્યત્ર પૂર્ણ મુદ્રિત છે. જૈન ધર્મના સાહિત્યના ઊંડા અભ્યાસુ, તત્ત્વચિંતક અને સંશોધનથી જૈનધર્મના કથાનકો લોકભાગ્ય બનાવવામાં તેમનો ઘણો મોટો ફાળો છે. ભાવપૂર્વક તેના કાર્યની અનુમોદના સહ ભાવભરી શ્રદ્ધાંજલિ! (તેમની વિશેષ નોંધ આ ગ્રંથમાં જ પ્રગટ થયેલ છે.) સ્વ. ખાંતિલાલ છોટાલાલ કોરડિયા :
ઘણી નાની ઉંમરમાં સુઝસમજનો ખજાનો હોય તેવા ખાંતિલાલભાઈ પૂરા ધર્મિષ્ઠ હતા. ધંધો મુંબઈ કર્યો, ભાઈઓ સૌને ધંધામાં નિપુણ બનાવ્યા અને પોતે નિઃસ્વાર્થભાવે ધર્મપરાયણતાને વર્યા. નિવૃત્તિ લીધી અને આજીવન ધર્મનાં કાર્યો કરતાં રહ્યાં. તેમના પવિત્ર આત્માને હૃદયથી વંદન! સ્વ. ભાઈચંદ મૂળચંદ મહેતા :
વિ. સં. ૧૯૬૬માં અમરેલીના સ્વનામધન્ય સુબા શ્રી માવજી હીરજી મહેતા પરિવારમાં તેમના પૌત્રશ્રી મૂળચંદ વચ્છરાજ મહેતાના ધર્મપત્નિ પૂ. હરિબેનની કુક્ષિએ ભાઈચંદભાઈનો જન્મ મહુવામાં થયેલો. બે વર્ષની ઉંમરે ભાઈચંદભાઈએ પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. સત્યવક્તા, નીડર અને ધર્મભાવી માતાએ તેમને મોટા કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org