SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1066
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૭ સ્વ. ભોગીલાલ તારાચંદ મહેતા : અમરેલીના મહેતા પરિવારના બાહોશ ધારાશાસ્ત્રી. લોકાગચ્છના અગ્રણી જૈન. વર્ષો સુધી જૈન સંઘની અને સમાજની સેવા કરી. જૈન દેરાસરજીના વિવાદોમાં સરકારશ્રી તરફથી રીસીવર-વહીવટદાર નીમાયેલ. કેટલાંક વર્ષો બાદ રીસીવર હઠાવવાના કાર્યમાં સ્વર્ગીય વકિલશ્રી રતિલાલ સુંદરજી શાહના સહયોગથી તેમણે પણ ભાગ લીધેલો. યોજના ઘડી અને પછી પોતે જ પ્રથમ સેક્રેટરી બન્યા. સ્વનામ ધન્ય ભોગીલાલભાઈની વકીલ તરીકે લોકોમાં સારી શાખ હતી. લોંકાગચ્છના નૂતન ગૃહમંદિર બનાવવામાં શરુ કરવામાં તેઓએ અગ્રીમ ભાગ ભજવેલો. જૈનધર્મ અંગે તેમનો અભ્યાસ પૂરતો હતો. જૈનોના વિકાસ માટે આતુર રહેતા. કૌટુંબિક ભાવનાથી સૌને એકસૂત્રે બાંધી રાખતા. સ્વ. હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા : આગેવાન તરીકે વર્ષો સુધી જૈન સંઘની સેવા બજાવી. તેમની જીવન ઝરમર આ ગ્રંથમાં જ અન્યત્ર છપાયેલ છે. વિશેષ ન લખતાં માત્ર––તેઓ ધર્મભાવના, કુટુમ્બવાત્સલ્ય, સમાજને માર્ગદર્શન, વ્યાપારીઓમાં પ્રતિષ્ઠા અને આત્મીયતા ધરાવતા હતા. તેમની નિષ્ઠા, આવડત અને સૂઝબુઝ નવી પેઢી માટે માર્ગદર્શક નીવડે તેવી હતી. તેમના પવિત્ર આત્માને વંદના! સ્વ. પ્રેમચંદભાઈ શામજીભાઈ મહેતા : મહેતા પરિવારે અમરેલી સંઘને ઘણા ધર્મનિષ્ઠ આત્માઓની દેન કરી છે તેમાં પ્રેમચંદભાઈ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. બેઠી દડીના, ધોતી, લાંબો કોટ, પાઘડી અને ખેસ એ તેમનો સ્વચ્છ સાફ પહેરવેશ હતો. અગ્રણી નાગરિક તરીકે સારી રીતે કર્તવ્યનિષ્ઠાની છાપ ધરાવતાં. જૈન સમાજને વર્ષો સુધી માર્ગદર્શક તરીકે રહ્યા. કુટુમ્બ પરિવારમાં તેઓ સારી રીતે પ્રિય હતા. જૈન દેરાસરજીનાં ઘણાં કાર્યો સફળતાપૂર્વક પરિપૂર્ણ પાર પાડેલાં. સ્વ. મૂળચંદ શામજીભાઈ શાહ : આંબાના વતની વર્ષો સુધી અમરેલીના જૈન સંઘમાં ધર્મિષ્ઠ વ્યક્તિ તરીકે નામના મેળવેલી. બાહોશ વ્યાપારી કમીશન એજન્ટ તરીકે વ્યાપારીઓમાં ખૂબ પ્રિય અને વાદવિવાદના ઉકેલ લાવવામાં સદાય અઝીમ ભાગ ભજવેલો. અમરેલીમાં આવ્યા ત્યારે એક ભાગીદારી પેઢીની રચના કરી વર્ષો સુધી ચલાવીનિભાવી. મે. મૂળચંદ એન્ડ કંપનીના નામે બીજી ભાગીદારી જીવનપર્યત સાચવી. શ્રી સંભવનાથજી જૈન દેરાસરજીના જિર્ણોદ્ધારના કાર્યમાં કુશળતાપૂર્વક ભાગ ભજવ્યો. સ્વભાવે નિખાલસ, ચપળ, બાહોશ અને પ્રત્યેક કાર્યમાં ચીવટ ધરાવતાં મૂળચંદભાઈ સૌને ગમે તેવા હતા. વિશાળ પરિવાર છોડી ગયા. તેમને શ્રદ્ધાંજલિ. ધન્યવાદ! સ્વ. દેવચંદભાઈ રૂગનાથ શાહ : અમરેલીથી ૧૪ કિ.મી. દૂરના નાનકડા શેડુભારમાં સ. ૧૯૨૨માં સ્વ. રૂગનાથ કલ્યાણજીને ત્યાં જન્મ. માત્ર છ ધોરણ સુધી ગુરુકુળ, પાલીતાણા ભણીને તેઓ ધંધાર્થે સુદાન ગયા. પરંતુ માતાના વિયોગથી કુટુંબની જવાબદારી નિભાવવા સ્વદેશ પાછા આવ્યા. અને સ્વ. રૂગનાથભાઈને અને નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy