________________
૧૦૧૬
[ જૈન પ્રતિભાદર્શન
ચળવળના સમયથી અને આરઝી હકૂમતની લડત વગેરે વખતે કોંગ્રેસના મંત્રી તરીકે અને પછી જનતાપક્ષના મંત્રી–પ્રમુખ તરીકે-વર્ષો સુધી કાર્યભાર સંભાળેલો. જૈન સમાજના ઉત્કર્ષ માટે જીવનભર પ્રયત્નશીલ રહેલા. તેમના પવિત્ર આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ! વીસાશ્રીમાળી :
મારવાડ એ જૈનોનું ઉદ્ભવસ્થાન છે. જેમ ઓશવાલો ઓશિયા શહેરથી નીકળી ભારતભરમાં વિવિધ ક્ષેત્રે વસ્યા તેમ મારવાડના ભિન્નમાળ અને શ્રીમાળ મોટાં શહેરો અને પરગણામાંથી સંજોગોવશ ત્યાંના જૈનો બહાર નીકળી જુદાં જુદાં શહેરો અને પ્રાન્તોમાં જઈ વસ્યા. અને ““શ્રીમાળ” પરથી
શ્રીમાળી” કહેવાયા. તેના વિભાગો થયા. જુદી જુદી જ્ઞાતિ વ્યવસાય પ્રમાણે રચાઈ. વીસાશ્રીમાળી, દશાશ્રીમાળી જૈનો સૌરાષ્ટ્ર-ગુજરાત અને અન્યપ્રાન્તોમાં ગયા. તેમ શ્રીમાળી સોની, શ્રીમાળી બ્રાહ્મણ વગેરે જ્ઞાતિઓ પણ આજે હસ્તિ ધરાવે છે. અમરેલીમાં આવી વસેલા જૈનો મૂર્તિપૂજક, સ્થાનકવાસી આદિમાં વહેંચાયેલા છે. વિશાશ્રીમાળી મૂર્તિપૂજકોએ શ્રી શ્વેતાંબર મૂ.પૂ. જૈન સંઘના વિકાસ અને ઉન્નતિ માટે સારો એવો હિસ્સો આપ્યો છે. તેવા મહાનુભાવો પૈકી કેટલાક સ્વ. પ્રાણજીવન દેવચંદ ત્રિકમ કોરડિયા, સ્વ. ભોગીલાલ તારાચંદ મહેતા (વકિલ), . હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા, સ્વ. પ્રેમચંદ શામજીભાઈ મહેતા, સ્વ. મૂળચંદ રામજીભાઈ શાહ, સ્વ. દેવચંદ રૂગનાથભાઈ શાહ, સ્વ. મનસુખલાલ તારાચંદ મહેતા, સ્વ. ખાંતિલાલ છોટાલાલ કોરડિયા છે. સૌએ શ્રી સંઘ અને સમાજ માટે અનન્ય સેવા બજાવી છે. સ્વ. પ્રાણજીવન દેવચંદ કોરડિયા :
અમરેલીના કોરડિયા કુટુમ્બમાં સ્વ. દેવચંદ ત્રિકમને ત્યાં સં. ૧૮૮૪માં જન્મ પામેલા સ્વ. પ્રાણજીવનભાઈ અમરેલીના જૈન પરિવારોમાં “પ્રાણજીવન બાપા” તરીકે જાણીતા હતા. તેમણે જીવનપર્યત સામાજિક સુધારણા, સામાજિક સેવા અને સવિનય ભંગની પ્રવૃત્તિઓ આદરી અને નિભાવી.
સાદર વિરોધ એ એમનો જીવનમંત્ર બની ગયેલો. જૈન તીર્થ ભોંયણીમાં મુંડકાવેરો દૂર થાય ત્યાં સુધી ચોખાનો ત્યાગ કરેલો. અમરેલીમાં જૈન બોડીંગના નિર્માણ માટે જીવનભર પગરખાં છોડી દેવાની બાધા રાખેલી, બોડીંગ માટે મુંબઈ ફંડ કરવા ગયા ત્યાં પણ સૌની વિનંતી છતાંય પગમાં કંતાન વીંટ્યાં પણ પગરખાં પહેરેલાં નહીં.
અમરેલી જૈન સંઘનાં બાળકોને ધાર્મિક સંસ્કારો મળે અને ધર્મસૂત્રોનો અભ્યાસ થાય તે માટે જિનશાળા વર્ષો સુધી ચલાવી. ધર્મ-અનુષ્ઠાનો, તપશ્ચર્યા આદિ ખૂબ ભાવથી શ્રદ્ધાપૂર્વક કર્યા. પ્રતિદિન પ્રભુપૂજા, આજીવન રાત્રિભોજન-કંદમૂળ ત્યાગ કરી દેરાસરજી માટે સેવા આપી. તેમની ત્યાગભાવના ઘણી ઉચ્ચ હતી.
આવા ભવ્ય આત્માનું મૃત્યુ પણ ભવ્ય બની ગયું. મૂ. ના. ભ. શ્રી સંભવનાથજી દાદાની સાલગીરી નિમિત્તે ધ્વજારોહણ સમયે જ આ સંસાર ફાની દુનિયા છોડી સ્વર્ગે સીધાવ્યા. તેમના અજરઅમર આત્માને અભિવાદન!
Ramamanaaaaaaaaaaa
કદર કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org