SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [68] સંયમ સુવર્ણ મહોત્સવની ઉજવણીમાં શિખર પર કળશ સમાન મહોત્સવની પૂર્વભૂમિકામાં ભારતભરના શ્રી તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના ઉપક્રમે શ્રુતજ્ઞાનદાતા પંડિતો અધ્યાપક ભાઈ-બહેનોનું ત્રિદિવસીય સ્નેહમિલનનું આયોજન થયું. પો. વ. ૮ શુક્રવાર તા. ૨૮-૧-૨૦OOના દિને સુરમ્યપ્રભાતે શ્રી શંખેશ્વર મહાતીર્થની સોહામણી ધરતી પર જાણે કોઈ નવી ચેતના ઉભરાઈ હતી. આમ તો આ મહાતીર્થની પુન્યધરા રોજે રોજ અનેકવિધ અનુષ્ઠાનો ઉત્સવો અને યાત્રા સંઘોથી ધબકતી જ રહે છે પરંતુ આજે તો ભારત દેશના વિવિધ નગરો અને ગામોથી શ્રી જિનશાસનના શ્રુતજ્ઞાનનો પ્રકાશ પ્રસરાવનારા શ્રુતજ્ઞાનદાતાઓ અને યાત્રીઓના પવિત્ર પગરણથી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ધબકતું બન્યું હતું. - પ. પૂ. ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં યોજાયેલ આ સ્નેહભર્યુ મિલન ત્રિદિવસીય અધિવેશનનાં રૂપમાં પરિવર્તન પામ્યું હતું. શિક્ષકબંધુઓના દર્શન પુણ્યોદય સાક્ષરોનું મિલન એક રોમહર્ષ ઘટના : સરસ્વતીનંદન, સારસ્વતપુત્રો, પંડિતશ્રીઓ અને શ્રેષ્ઠિર્યો જ્ઞાનની પ્રભાવના કરી રહ્યા છે. ગામેગામ જ્ઞાનના દીવડા જલાવી રહ્યા છે જેઓ જ્ઞાનપ્રચારક અને પ્રકાશક છે એવા લગભગ ૬OO સરસ્વતીનંદન, પંડિતશ્રીઓના સ્વાગત અને સગવડની પૂર્વ તૈયારીમાં પરિષદના માનદમંત્રી પંડિતવર્યશ્રી વસંતભાઈ તથા તેમની સાથે આવેલ ચુનંદાકાર્યકરો ઓતપ્રોત બન્યા હતા. એમાંય પં.શ્રી ભાવેશભાઈ પં.શ્રી દિનેશભાઈ આદિની સતત સેવા અને ભોજન આદિની તમામ વ્યવસ્થાઓની સુંદર કાર્યવાહી ધ્યાન ખેંચતી હતી. કોઈને ક્યાંય અવગડ ન પડે બધાને સન્માનભેર, ગૌરવભેર સ્થાન આપી શકાય તેવા સઘળાય પ્રયત્નો પરસ્પર સહકારથી થઈ રહ્યા હતા. વિશાળ સંખ્યામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને આમંત્રિત મુખ્ય મહેમાનોથી શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ઋતમંદિર, શ્રુતજ્ઞાન તેમજ શ્રુતજ્ઞાનદાતાઓના ઉત્કર્ષ માટે પૂ. ગુરુભગવંતોનું પ્રેરણાદાયી માર્ગદર્શન પણ પ્રાપ્ત થયેલ. વિદ્વધર્યોનું પ્રાસંગિક વક્તવ્ય તેમજ પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં શિક્ષક શિક્ષિકા ભાઈ-બહેનોના અભ્યાસના વિકાસ માટે શિબિરો, પાઠશાળાનું નિરીક્ષણ કાર્ય, તેમજ શિક્ષકશિક્ષિકાઓને પ્રોત્સાહન આદિ વિવિધ મુદ્દાઓની પણ વિચારણા થયેલ. સંમેલનના અંતે પરિષદ દ્વારા કેટલીક પ્રોત્સાહક યોજનાઓની જાહેરાત થઈ. ૧૫ અધ્યાપક ભાઈ-બહેનોનું સોનાની ચેન આદિથી વિશેષ સન્માન તથા ઉપસ્થિત શ્રુતજ્ઞાન દાતાઓનું સુટકેશ તથા મિઠાઈના બોલથી બહુમાન થયું. આમ ખૂબ જ ઉત્સાહ ઉમંગના વાતાવરણ વચ્ચે સંમેલનનું આયોજન સફળવંતુ બન્યું. હજારો નરનારીઓ જે પળની પ્રતિષ્ઠા કરી રહ્યા તે આનંદમયી ઘડી આવી પહોંચી. એકાદશાન્તિકા જિનેન્દ્રભક્તિ સ્વરૂપ મંગલકારી મહોત્સવનો માંડવો રોપાયો. પોષ વદ-૧૦ સોમવાર, તા. ૩૧-૧-૨૦૦૮ ના દિવસે શ્રી પંચકલ્યાણક પૂજાથી મહોત્સવનો શુભ પ્રારંભ થયો અને શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી ચિંતામણી પૂજન, શ્રી ભક્તામર પૂજન, શ્રી ઉવસગ્ગહર પૂજન, શ્રી પાર્શ્વપદ્માવતી પૂજન, શ્રી ગૌતમસ્વામી પૂજન તેમજ લઘુ શાંતિસ્નાત્ર આદિ વિવિધ મહાપૂજનોના મંત્રોચ્ચાર ગુંજવા લાગ્યા. શ્રી ૧૦૮ ભક્તિવિહારના સંકુલમાં જ વિશાળ પ્રેમ સુબોધ પ્રવચન મંડપ, રંગોળી પ્રદર્શન, કલાત્મક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy