________________
[૯૩
વઢિયારની વિરલ વસુંધરાના શ્રી શંખેશ્વર તીર્થે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના પુનિત પ્રાંગણે શાસનપ્રભાવક પ. પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજના સંયમ સુવર્ણ મહોત્સવે દિવ્યતાનું સોનેરી દર્શન
શ્રી સુધર્માસ્વામીની પાટપરંપરામાં જિનશાસનની અસ્મિતા અને એની ગરિમાનું રસદર્શન કરાવતા એવા પ્રભાવક પ્રતિભાઓના પ્રકાશપુંજથી ઝળહળતા જિનશાસનના નભોમંડળમાં પંચપરમેષ્ઠિના પંચમપદે આરૂઢ થયેલા સાધુ-સાધ્વીજીના તારલા સમાન છે જ્યારે સંઘ અને સમાજ ઉપર નિઃસ્વાર્થભાવે અનુગ્રહની હેલી વરસાવનારા તીર્થંકરની ગેરહાજરીમાં શાસનધુરાને વહન કરનારા તિત્શયર સમોસૂરી અનુસાર આચાર્ય ભગવંત ચંદ્રમા સમાન છે. જ્યોતિર્વિદ્યા મર્મજ્ઞ, અદ્ભુત જિનશાસનની જ્યોતિ ચોમેર પ્રસરાવતા એવા જ્યોતિર્ધર પ.પૂ. આ.દેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પંચ મહાવ્રતના પરિપાલનરૂપ પાંચ દાયકા પરિપૂર્ણ કરી ૫૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે જિનશાસનની ગરિમા ગાજે તેવી સંયમ સુવર્ણ મહોત્સવની ઉજવણીનો ગૌરવવંતો પ્રસંગ પ્રાપ્ત થયો.
જિનશાસનના સિતારા સહુના લોકલાડીલા ૫. પૂ. ગુરુદેવશ્રીના સંયમ દીક્ષાપર્યાયના સુવર્ણમહોત્સવની શાનદાર ઉજવણીની ઘણા સમયથી શિષ્યપરિવાર તેમજ પરમગુરુભક્તોના હૃદયમંદિરમાં પ્રબળ ઉત્કંઠા હતી, અનેરો થનગનાટ હતો અને વસંતઋતુના આગમનની સાથે સુવર્ણમહોત્સવના પાવન પડઘમ વાગી રહ્યા.
અનેક ત્યાગી તપસ્વી વૈરાગી આત્માઓના પદાર્પણથી ધર્મ વસુંધરા બનેલી, પ્રાકૃતિક સૌંદર્યની આભા રેલાવતું પવિત્ર સ્થાન, દેવવિમાન સર્દશ પદ્મ સરોવરના આકારે વિશાળ અને નયનરમ્ય શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાન મંડિત ભક્તિવિહારની ધન્યધરા અને દેવતાઓને દેવલોક છોડી મર્ત્યલોકમાં આવવાનું મહાલવાનું મન થાય તેવા રમણીય કમનીય સ્થાનમાં સંયમ સુવર્ણ મહોત્સવનું આયોજન થાય તો અનેકાનેક લાભોને કરનારૂં બને એવી ટ્રસ્ટીગણ આદિની ભાવનાથી મહોત્સવનું આયોજન થયું અને અત્રેની પુણ્યભૂમિમાં રહેલા કોઈક પ્રતિતીજનક સહાયક તત્ત્વ દ્વારા સાનુકૂળ સંયોગો ઊભા થયા અને સર્વશ્રેષ્ઠ સફળતાના શિખરને સર કરે એવા ઉત્તરોત્તર યશસ્વી યાદગાર, અવનવા ધર્મકાર્યોનાં અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન થયું. ગુરુભક્તિના અનુપમ અવસરે વાસંતી વધામણી સાથે આનંદનો મહાસાગર હિલોળે ચડ્યો. અપરિમિત ઉત્સાહ અને ઉરમાં ઉમંગની ઊર્મિઓ ઉછળવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org