SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] * પૂજ્યશ્રી દ્વારા ઐતિહાસિક કાર્યો : જિનશાસનના ઉત્કર્ષમાં પાયાની ઈટરૂપે બનેલી “શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ'ની સ્થાપના કરી. ભારતવર્ષના પંડિતવર્યો, શિક્ષક, શિક્ષિકાઓને સંગઠનના એક સૂત્રે બાંધેલ છે. આમ, જ્ઞાનની જ્યોત જવલંત રાખવા શાસનરૂપી કોડિયામાં “તેલ પૂરવાનું વીસમી સદીનું ઐતિહાસિક, અદ્વિતીય કામ કર્યું છે. * શાસનપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી! જિનાલય, ઉપાશ્રય, આયંબિલશાળા, પાઠશાળા આદિ નિર્માણ, અનેક શ્રીસંઘમાં ભક્તિયુવક મંડળની સ્થાપના તેમજ છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ આદિ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો કરેલ છે. અહિંસામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! બનાસકાંઠાની ધર્મનગરી થરાના ચાતુર્માસમાં પાંજરાપોળ ઉત્કર્ષ માટેના વિરલ કોટિના આયોજનમાં ઉદારદિલ શ્રાવક-શ્રાવિકાઓએ ભારે ઉલ્લાસ સહ પોતાની સંપત્તિનું દાન કર્યું. આમ થરા, સમી, ગઢડા, વિરમગામ, રાધનપુર આદિની અનેક પાંજરાપોળમાં અબોલા પ્રાણીઓને અભયદાન તેમજ જીવદયાના અનેકવિધ કાર્યોના દિગંતવ્યાપી તોરણો બંધાયા છે. વાત્સલ્યમૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! સાધર્મિકોના સહોદર પૂજ્યશ્રી ગુપ્તસહાય દ્વારા સાધર્મિકોને આર્થિક ક્ષેત્રે પગભર અને માનસિક ક્ષેત્રે સમાધિસભર બનાવવાનું અનુપમકાર્ય કરી રહ્યાં છે. દીક્ષા દાનવીર પૂ. ગુરુદેવશ્રી! જેઓશ્રીએ અનેકાનેક મુમુક્ષુઓના જીવનમાં ત્યાગની તમન્ના અને વૈરાગ્યની વેલડી વિકસાવી સંયમની સુરભિ પ્રસરાવી છે. પ્રેરણામૂર્તિ પૂ. ગુરુદેવશ્રી! પવિત્રતમ પ્રેરણાની પરબ સમાન પૂજ્યશ્રીનાં પગલાં જ્યાં જ્યાં થતા ત્યાં ત્યાં શ્રદ્ધા, સાત્ત્વિકતા અને શૂરવીરતાના ત્રિવેણી સંગમે શૂન્યમાંથી સર્જન થાય છે. પૂજ્યશ્રીએ ગહનવિષયોને પણ ખૂબ જ પ્રભાવી અને સરળ શૈલીમાં રજૂ કરવા દ્વારા હજારોના અવળા રાહને ફેરવી નાખેલ છે. હે અનંત ઉપકારી ગુરુદેવશ્રી! આપ તો જગતનું જવાહીર, ભારતનું ભૂષણ, ગુજરાતનું ગૌરવ, વસુંધરાનું વાત્સલ્ય, રાયચંદભાઈનું રતન, કંકુબાઈના કોહીનૂર, શાસનના શણગાર, આચારવંત અણગાર, અમારી જીવનનૈયાના નાવિક, અમારા સંયમશિલ્પના શિલ્પી અને અમારી જીવનમંઝીલના સથવાર છો! છે લોકલાડીલા ગુરુદેવશ્રી! વિક્રમ સંવત ૨૦૫૬ મહા સુદ ૩, મંગળવારની સ્વર્ણિમ સુપ્રભાત જ્યારે સહસ્રરશ્મિનું પ્રથમ કિરણ ધરતીને શણગારવા થનગની રહ્યું છે, પંખીઓનો મધુર કલરવ વાતાવરણને પુલકિત અને પ્રસન્નતાભર્યું બનાવી રહ્યું છે, પ્રાતઃ વંદનાના મંગલ ઘંટારવનું સુમધુર સંગીત ભક્તોના હૈયાને હેલે ચડાવી રહ્યું છે ત્યારે આપશ્રી સંયમજીવનના ૫૦ વર્ષ પરિપૂર્ણ કરી ૫૧ મા વર્ષમાં પાવન પ્રવેશ કરી રહ્યા છો એ મંગલ ઘડીએ અંધકારભર્યા અમઉરમાં આપશ્રીનું કૃપાકિરણનું તેજ પ્રાપ્ત કરી ચૈતન્યના પરમાનંદની કેડી પર પ્રયાણ કરવા કર્તવ્યશીલ બનીએ એ જ...હાર્દિક ભાવના. મુનિ શીલરત્નવિજયની વંદનાવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy