________________
નયનરમ્ય સોના-રૂપાથી ઝગારા મારતું ૫૧ છોડનું ઉદ્યાપન તેમજ વ્યસન મુક્તિ ચાર્ટ પ્રદર્શન ખરેખર અવર્ણનીય હતું.
શ્રી મહાવીરસ્વામીની સૌપ્રથમ પ્રદર્શિત જીવંત રચના આંગતુકનું અનેરું આકર્ષણ બન્યું હતું. રાત્રિમાં અવકાશતલ તારાથી મઢ્યું હતું ત્યારે શ્રી ૧૦૮ ભક્તિવિહાર સંકુલ રોશનીથી મઢ્યું હતું.
સુપ્રસિદ્ધ જગમશહુર સંગીત કલાકારો (બલવંત ઠાકુર, લલિત ઠાકુર, આસુતોષ વ્યાસ આદિ)એ અવિરત ભક્તિ કાર્યક્રમોમાં મધુર ગીત સંગીત દ્વારા સહુ પ્રભુભક્તિના રંગે રંગી દીધા હતા. માત્ર સ્થાનિક રહેવાસી નહિ પરંતુ બહારગામથી પધારેલા ભક્તો એટલેકે ભક્તિનગર ભાવનાથી ભરતીમાં રસતરબોળ બની ગયું હતું. - ઉદયપુરના શંકરસિંહ સીસોદીયા (ગોલ્ડ મેડાલીસ્ટ) રાજકોટના મહેન્દ્રભાઈ આદિ પાંચ પાંચ નૃત્યકારની પ્રભુભક્તિ સ્વરૂપ નૃત્યકલા દર્શનીય હતી.
ગગને લહેરાતો ૧૨ ફૂટના વિસ્તારવાળો મોટો ફુગ્ગો લોકોને સંયમ સુવર્ણ મહોત્સવે પધારવા આહ્વાન આપતો હતો. મહોત્સવનો એક એક દિવસ પસાર થતો જાય છે ને માનવ મહેરામણ ઉમટે છે. જ્યાં જુઓ ત્યાં માનવ સાગર હેલે ચઢ્યો હતો. ભક્તિનગરમાં ગુરુભક્તિનો અપૂર્વ રંગ લાગ્યો હતો.
મહા સુદ રના દિવસે ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન થયેલ. જ્યારે ગગનાંગણમાં સૂર્યદેવતા પોતાના સોનેરી કિરણોને પાથરવા લાગ્યા ત્યારે વર્ધમાન ભક્તિ બેંડના સુરીલા સ્વરો અને શરણાઈના મંત્રમુગ્ધ કરનારા સુરો ગગનાંગણમાં ગાજવા લાગ્યા હતા. દેશપરદેશથી લગભગ તમામ ગુરુભક્તોનું આગમન થઈ ગયું હતું. ચારે તરફ આનંદના અત્તર છાંટણા છવાઈ ગયા હતા. ગજરાજ, અશ્વો, પરમાત્માનો રથ, દીક્ષાર્થીનું વર્ષીદાન, લીંબડીની રાસમંડળી, સુરેન્દ્રનગરના નટ બજાણીયા તેમજ રાજકોટના સુપ્રસિદ્ધ નૃત્યકાર મહેન્દ્રભાઈનું બેડા નૃત્ય આદિની વિવિધતાથી યુક્ત રથયાત્રા ઈન્દ્રમહારાજાની સવારી સમ શોભતી હતી.
સુપાત્રદાનના સંસ્મરણોની સ્મૃતિ કરાવતી શાલીભદ્રની નાટિકા અને જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણકને સાક્ષાત્કાર કરતો છપ્પન દિકુમારીકાના સ્નાત્ર મહોત્સવમાં સહુ મુગ્ધ બની ગયા હતા.
મહા સુદ-૩ મંગળવાર તા. ૮-૨-૨OOO નું મંગલપ્રભાત પ્રકાશ્ય. આજનું રંગીન પ્રભાત જુદી જ ઉષ્મા લઈને પ્રકટ્યું હતું. બેન્ડના સુરીલા સૂરો ગુંજી રહ્યા હતા. શરણાઈ નાદથી વાતાવરણ ભરાઈ ગયું હતું. મંગલ ગીતો ગવાતા હતા. “ગુરુજી અમારો અંતર્નાદ–”ના પવિત્ર નાદ ગુંજતા હતા. પ. પૂ. ગુરુદેવશ્રી સંયમજીવનના પ૧ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એ ધન્ય અવસરને માણવા સહુ તત્પર હતા. સૌને મન ““ઉગ્યો ઉગ્યો સૂરજ આજ સોનાનો” એવું લાગતું હતું. ગુરુભક્તો માટે આજનો દિવસ અતિઆનંદનો હતો. અહોભાગ્યનો દિવસ હતો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જ પૂજ્યશ્રી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરતી હતી.
આજના પાવન દિવસે ગુરુ ગુણ ગુણાનુમોદન સભાનું પણ આયોજન કરેલ. પૂ. ગુરુભગવંતોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org