________________
[es]
જોશીલી વાણીમાં ઉત્સાહપૂર્વક પ્રસંગોચિત્ત પ્રવચન થયેલ. કુમારપાળ વી. શાહ આદિ અનેક જૈનસંઘના શાસનસુભટો તેમજ આગેવાનોની ઉપસ્થિતિ તેમજ સુંદર વ્યક્તવ્ય પણ થયેલા.
આ શુભ પ્રસંગને અનુલક્ષીને શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાનપ્રચારક પરિષદને લગભગ અઢી લાખનું ફંડ, જીવદયા, અનુકંપા, થરા, ખાનપુર આયંબિલ શાળા, સાધર્મિકને સહાય આદિ વિશિષ્ટ કાર્યો સાથે સાધારણની સુંદર ઉપજ થયેલ. આ તમામ ઉપજને ટ્રસ્ટીઓએ પૂ.શ્રીની પ્રેરણાને ઝીલીને રાખી ન મૂકતા સુયોગ્ય સ્થાને તાત્કાલિક ફાળવવાનો નિર્ણય કરી એનો અમલ કરી એક દષ્ટાંત પુરું પાડ્યું છે જે અત્યંત અનુમોદનીય અનુકરણીય છે. ગુરુપૂજન અને કામની વહોરાવવાની બોલીમાં પરમ ગુરુભક્તો મન મૂકીને વરસ્યા હતા. જેમની પુણ્યાનુબંધી લક્ષ્મી અત્રે થયેલા અનેકાનેક સુકૃતોની હારમાળાનું સર્જન કરવામાં અનન્ય કારણ બની છે તેવા મહોત્સવના મુખ્ય આયોજકો આધાર સ્તંભો તેમજ શુભેચ્છકો સહ શુભેચ્છકો આદિ દાતાઓને ક્યારેય નહિ વિસરાય. આ અવસરે તેઓની ઉદારતાના અમી સાથે ઐશ્વર્યના સૌંદર્યનું અનોખું દર્શન થયેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તેમજ લબ્લિનિધાન ટ્રસ્ટની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની અદભુત ભક્તિ અને અનુપમ વ્યવસ્થા દાદ માંગી લે તેવી હતી. વિરમગામ મિત્ર મંડળ વિ. નામી અનામી અનેક કાર્યકર્તાઓના યોગદાનથી આ ભગીરથ કાર્ય નિર્વિને સફળતાને વર્યુ છે તેથી તેમને પણ યાદ કર્યા વગર કેમ રહેવાય?
પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણાથી વિશાળ સંખ્યામાં બધા જ બેસીને જમી શકે એવી સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ. દૂધમાં સાકર ભળે તેમ સંયમ સુવર્ણ મહોત્સવની સાથે કુમારી મિનલબેન પ્રકાશચંદ્ર શાહની દીક્ષાનો પ્રસંગ પણ ભળ્યો હતો. અને સોનામાં સુગંધ સ્વરૂપ સા. અનંતગુણાશ્રીજીને 100મી ઓળીનું તેમજ સા. હર્ષપ્રભાશ્રીજીને ૭૮મી ઓળીનું પારણું પણ થયેલ.
પરમકૃપાળુ પરમાત્માની પરમ કૃપા, પ.પૂ. આ.ભ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી સુબોધસૂરીશ્વરજી મ.સા.ના દિવ્યઅમી અને ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષથી પ. પૂ. ગુરુદેવશ્રીના પાવન સાંનિધ્યથી તેમજ શાસનદેવની અપ્રતિમ સહાયથી સંયમ સુવર્ણ મહોત્સવ શાનદાર અને શાસનપ્રભાવક બનેલ.
પ.પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. પરમતપસ્વી પ.પૂ. આ.ભ. શ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા., પૂ.પં.શ્રી ભાનુચંદ્રવિજયજી (હાલ આચાર્ય) મ.સા., પૂ. મુનિશ્રી નિત્યાનંદવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી કલ્પેન્દ્રવિજયજી મ.સા. આદિ મુનિ ભગવંતો તેમજ સેંકડો સાધ્વીજી ભગવંતોના પાવન સાંનિધ્યમાં આનંદોલ્લાસ સાથે આ પ્રસંગ સાદર સંપન્ન થયેલ.
શ્રી પ્રહલાદભાઈ ઠક્કરે સુંદર સભાસંચાલન કરેલ.
આ મંગલ અવસરે સંયમ સુવર્ણ મહોત્સવ સમિતિ દ્વારા ઉદારદિલ દાનવીરો તેમજ કર્મઠ કાર્યકરોનું સુંદર મોમેન્ટોથી બહુમાન થયેલ.
જેમની ઉંમર નાની છે છતાં મગજ કોમ્યુટર છે એવા પૂ. ગુરુદેવશ્રીના કૃપાપાત્ર શિષ્યરત્ન |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org