SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૯િ૭) યુવાપ્રવચનકાર પૂ. મુનિશ્રી શીલરત્નવિજયજી મ.સા.ની આગવી સૂઝ અને દીર્ઘદૃષ્ટિથી, સુંદર, સચોટ, પ્રેરક માર્ગદર્શનથી અને તનતોડ પુરુષાર્થથી જ સંપૂર્ણ મહોત્સવ ઐતિહાસિક અવિસ્મરણીય અને જીવનનું સંભારણું બની રહેલ છે. એક જ દિવસનું સાધુપણું પણ દેવદેવેન્દ્રો કરતાંય વધારે સુખદ સંતોષપ્રદ અને આનંદપ્રેરક હોય છે ત્યારે સાધુજીવનના અઢાર હજાર શિલાંગરથના ગુણો જેટલા (૧૮OOO) દિવસોના સાધુપણાની તો શી વાત કરવી? એમાં પણ પ્રત્યેક દિવસ સ્વ-પર કલ્યાકારક પ્રગતિના પગથારે જાણે હરણફાળ ભરે તેવો વીતતો હોય એવા સંયમપર્યાયની ઉજવણીને નિહાળીને જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવી માણીને ભક્તવર્ગ ધન્યતમ બની ગયો હતો. છેલ્લે ટૂંકમાં આ અનુપમ કોટિના મંગલ અવસરે મહોત્સવના માંડવા રોપાયા, અવનવા અનુષ્ઠાનોની અવિરત સરિતા વહી હતી. “આનંદની' અમીવૃષ્ટિ, તપશ્ચર્યાના તોરણ બંધાયા. પુરુષાર્થનો યજ્ઞ મંડાય. સારસ્વતપુત્રોના સંમિલનરૂપે જ્ઞાનતીર્થની યાત્રા, સન્માનના સાથિયા (સ્વસ્તિક) રચાયા. ઉદારદિલ દાનવીરોએ નિધિઓની નદી વહાવી હતી. શ્રદ્ધા અને સમર્પણ અને પ્રચંડ સત્ત્વના ત્રિવેણી સંગમ (સથવારે) પરમ ગુરુભક્તોના અંતરના ઓરડે સંયમ સુવર્ણ મહોત્સવની ચિરંજીવી સ્મૃતિની મૂર્તિ સદા માટે પ્રસ્થાપિત કરવામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ તેમજ શ્રી લબ્લિનિધાન ટ્રસ્ટે સંયુક્તરૂપે સમગ્ર મહોત્સવનું સુંદરરૂપે આયોજન કરેલ. પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં સને ૧૯૮૦માં મુંબઈ-ચોપાટી ઉપર ભારતીય વિદ્યાભવનમાં વિશ્વની અસ્મિતા ગ્રંથ ભાગ-૨ના વિમોચન સમારોહમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ શ્રી દીપચંદભાઈ ગાર્ડના હાથે સંપાદક શ્રી નંદલાલ દેવલુકનું થયેલું જાહેર સન્માન આ ચિત્રમાં નજરે પડે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy