________________
આજીવત સાહિત્યસેવાતા
ભેખધારી શ્રી નંદલાલભાઈ દેવલુકતી વણથંભી સાહિત્યયાત્રા
પૂજ્ય આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય - આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા.
માણસના જીવનમાં જાત જાતના રસ/રુચિ કેળવાયેલા દેખાય છે, અને તે રસરુચિ પ્રમાણેનું કાર્ય તેને મળે ત્યારે || તેના આનંદનો પાર રહેતો નથી.
દુન્યવી માણસોને મોટે ભાગે ખાવાપીવા, પહેરવા/ઓઢવા કે હરવાફરવામાં આનંદ આવતો હોય છે, જ્યારે કેટલાક એવા પણ આત્માઓ હોય છે કે જેઓને લખવા/વાંચવામાં, કાવ્ય રચના કે કાવ્ય રસાસ્વાદ માણવામાં કે સાહિત્ય સેવામાં આનંદનો અનુભવ થતો હોય છે, અને એ આનંદની સરખામણીમાં બીજો કોઈ આનંદ આવતો નથી.
કહ્યું છે કે .
“ज्ञानानन्द समो नास्ति, कोप्यानन्दो महीतले" જ્ઞાનાનંદ જેવો આ જગતમાં બીજો કોઈ આનંદ નથી.
શ્રી નંદલાલ દેવલુક એવા જ સાહિત્ય સેવાને વરેલા પુરુષ છે. એમના જીવન તરફ દૃષ્ટિપાત કરવામાં આવે તો એમજ લાગે કે એમણે સાહિત્ય સેવાની ધુણી જ ધખાવી છે. પોતે ગૃહસ્થ તેમજ પરિવાર વાળા હોવા છતાં, વળી સંસાર વાસ સુલભ વિટંબણાઓથી ચોમેર ઘેરાયેલા રહેવા છતાં બીજી કોઈ સંસારી વાતમાં કદી એમણે મન લગાવ્યું નથી.
મોટી મોટી સંસ્થાઓ અનેક માણસોની સમિતિ દ્વારા કેટલાય લાંબા સમયે જે કાર્ય કરી શકે તેવું કાર્ય તેમણે એકલા હાથે બહુ ઓછા સમયમાં કરીને સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.
વિશેષ ખૂબીની વાત તો એ છે કે - ઘણી બધી વિષમતાઓની વચ્ચેથી પસાર થઈને અથાગ પરિશ્રમપૂર્વક એક મોટો દળદાર ગ્રંથ તેમણે પૂરો કરે ન કરે ત્યાં તો તેમના બીજા ગ્રંથ માટેનો નકશો તૈયાર થઈ જ ગયો હોય. વગર થાકે પ્રસન્નતાપૂર્વક આવી સાહિત્ય યાત્રા ચાલુને ચાલુ રાખવી એ આ કાળમાં ખરેખર ઘણું કપરું કાર્ય છે. અને એથી જ સ્તો જૈન સાહિત્ય જગતના શણગાર રૂ૫ ઘણાં બધા વિશાળકાય ગ્રંથોની ભેટ તેમણે કરી છે. અત્યારે પ્રકાશિત કરવામાં આવતો “જૈન પ્રતિભા દર્શન પણ અનોખી ભાત પાડતો દસ્તાવેજી સુંદર ગ્રંથ છે.
જૈન શાસનમાં થયેલા તે તે પુણ્યાત્માઓએ કરેલા તે તે ઐતિહાસિક મહાન કાર્યોનો આદર્શ ચિતાર આમાં રજુ કરવામાં આવ્યો છે.
આજીવન સાહિત્ય સેવાના ભેખધારી શ્રી દેવલુક આવા કાર્યો દ્વારા જૈન શાસનની સેવા કરી અપાર્થિવ આનંદ રસના ભોક્તા બનો એજ અત્તરની અભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org