________________
[૯]
જાણીતા ધર્માત્મા અને સાહિત્યકલાના પ્રેમી પુરુષાર્થની - મૂર્તિ જેવા ભાઈશ્રી નંદલાલભાઈ દેવલુક જૈન શ્રી સંઘમાં કોઈએ ન આપ્યું હોય એવું નવતર નજરાણું અર્પણ કરી રહ્યાં છે ત્યારે એ નજરાણું આપણે
સૌ અંતરના ઊંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ | સ્વીકારીએ..
જૈન તીર્થકરોનાચરિત્રો તો સેંકડો વર્ષથી લખાતા આવ્યા છે અને લખાશે પરંતુ એમના સીધા વારસદારો તરીકે શ્રી શ્રમણ સંઘહોવા છતાં તેમના ચરિત્રો જે રીતે તૈયાર કરવા જોઈએ તે રીતે તૈયાર થયા ન હતા અને એ તૈયાર કરવાની અનિવાર્ય જરૂર હતી. ભાઈશ્રી નંદલાલભાઈએ “જાત મહેનત ઝીંદાબાદ' નું સૂત્ર અપનાવીને શ્રમણ ભગવાન મહાવીરથી લઈને એમની પરંપરામાં થયેલા આજસુધીના પ્રધાન આચાર્યોના સુંદર ચિત્રો અને તેઓએ કરેલા કાર્યોનું દર્શન કરાવતુ અતિ સુંદર, ભવ્ય અને આકર્ષક પ્રકાશન પ્રબળ પુરુષાર્થ કરી તૈયાર કર્યું છે. તે ઉપરાંત શ્રી પદ્માવતીજી, શ્રી ગૌતમસ્વામીજી આદિ. ના દળદાર ગ્રંથો પ્રગટ કર્યા અને એ દિશામાં એમનો પુરુષાર્થ સતત ચાલુ રહ્યો છે તે બદલ મારા - અમારા તરફથી હાર્દિક ધન્યવાદ સાથે અભિનંદન પાઠવું છું. વાલકેશ્વર - મુંબઈ
- વિજયયશોદેવસૂરિ
૧૯૭૭માં પાલિતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત ૧૮૦૦ પાનાના “વિશ્વની અસ્મિતા” ગ્રંથના વિમોચન પ્રસંગે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જ. પટેલ જૈનાચાર્યોને વંદના કરતા નજરે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org