________________
૬૫૦ ]
[ જેને પ્રતિભાદર્શન
૧૬. પૂ. આ. ભ. શ્રી ગુણનિધાનસૂરિના પ્રતિષ્ઠાલેખો) રાજમાન્ય શ્રાવક જશવંત
ગુણનિધાનસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રાવક જશવંતની કારકિર્દી વિશેષ ઉલ્લેખનીય છે. આ રાજમાન્ય શ્રેષ્ઠી વિષે સમ્રાટ અકબરના શાહી ફરમાનોમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો મળી આવે છે. એ અનુસાર જશવંત અત્તરનો વ્યાપારી હતો અને મજાહિદખાના રાજદરબારમાં તે ઘણી લાગવગ ધરાવતો હતો એમ જાણી શકાય છે. ફરમાનોમાં જણાવવામાં આવ્યું છે કે શત્રુંજય જ્યારે મજાહિદખાને જાગીરમાં મળ્યો ત્યારે જશવંતે તેને વિનતિ કરી. સં. ૧૫૬૪ના ફાગણ સુદિ ૩ ને શુક્રવારે વિશાળ જિનપ્રાસાદ બનાવવાનું શરૂ કર્યું. એ શિખરબદ્ધ જિનાલય તથા ૩૫ દેવકુલિકાઓ પણ બંધાવી. એ પછી અંચલગચ્છીય શ્રાવકોચૌહત અને વીરપાલે પણ જિનાલયો બનાવવાનો પ્રારંભ કર્યો. ૩ વર્ષના કાર્ય બાદ ત્રણ મોટાં તથા નવ નાનાં જિનાલય તેમણે નિર્માણ કર્યાં.
ગુણનિધાનસૂરિના ઉપદેશથી પણ સારી સંખ્યામાં પ્રતિષ્ઠાઓ થઈ છે એમ પ્રતિષ્ઠાલેખો દ્વારા જાણી શકાય છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના ઉપલબ્ધ પ્રતિષ્ઠા-લેખોની નોંધ આ પ્રમાણે છે :---
સં.૧૫૦૯ (૧) માઘ સુદિ ૬ના શુક્રવારે વૈશાખ વદિ પ ઉસવંશીય લાખાણી ગાંધીગોત્રીય સા. તેજપાલ પુત્ર સા. કુયરપાલ ભા. સાલિગશે પુત્ર રાયમલ્લ શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં.૧૫૮૪ (૧) ચૈત્ર વદિ પના ગુરુવારે નાગર જ્ઞાતીય, છાલીયાણા ગોત્રીય છે. રાજા ભા. રાજલદે પુ. શ્રી ગોઈઓએ ભા. દ્રુઅરી સુ. સીપા, માંગા પ્રમુખ પરિવાર સહિત શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, વિસનગરમાં તેની પ્રતિષ્ઠા થઈ. (૨) વૈશાખ વદિ ૫ ને દિવસે સવંશીય વરહડિયા ગોત્રીય સા. લાખા પુ. સા. હર્ષા ભા. હીરાદે પુ. સા. ટોડર શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અંચલગચ્છીય શ્રાવકે તેની પ્રતિષ્ઠા કરાવી. - સં.૧૫૮૫ (૧) વૈશાખ સુદિ શ્રીમાલ જ્ઞાતીય મં...અમરા સુ. નં. ધમ્મા ભા. ધમાદે પુણ્યાર્થે શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, અને પ્રતિષ્ઠા કરાવી.
સં.૧૫૮૦ (૧) માઘ સુદિ પના રવિવારે શ્રીમાળી જ્ઞાતીય, હિરવાલીય મંત્રી ઢાલા કિ. ભ્રાતુ રેલા, મું. ઢાલા સુ. મું. ભીમ, મું. અર્જુન, મં. જસા, મં. લડૂઆ; માતા ધર્મિણિના પુણ્યાર્થે શ્રી સુપાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) ૬ ને સોમવારે સવંશી સા. નરપાલ સા. મરગાઈના પોતાના શ્રેયાર્થે પુ. સા. જગા, સા. ધના, સા. દેવદાસ, પૌત્ર રાયમલ, સા. જસવીર, પાસવીર સમસ્ત કુટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભસ્વામીબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે શ્રી શ્રીવંશી છે. ચાંપા ભા. હીરૂ પુ. હંસા ભા. ફદકુદુ પૌત્ર ભા. પ્રીમલદે સુ. અર્જુન સુશ્રાવકે ભા. અમરાદે પુ. મઘા સહિત પોતાના પુત્રના શ્રેયાર્થે શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું, અહમદનગરમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) એ જ દિવસે શ્રી શ્રીવંશી દાસી જણીયા ભા. જસમાઈ પુ. દો. ખેતા ભા. ખીમાઈ પુ. દો. નાકર ભા. દીવી લઘુભ્રાતૃ દો. ઠાકુર ભા. ધનબાઈએ પોતાના પુણ્યાર્થે, પિતા દો..સહિત શ્રી આદિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org