SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૫૧ બિંબ ભરાવ્યું, ચંપકદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં.૧૫૯૧ (૧) પોષ વદિ ૧૧ના ગુરુવારે સવંશીય લઘુ શાખીય દોસી ટાઉઆ ભા. લિંગી પુ. લકા ભા. ગુરાઈએ પોતાના શ્રેયાર્થે પુત્ર વીરપાલ, અમીપાલ સહિત શ્રી કુંથુનાથબિંબ ભરાવ્યું, પાટણમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૬ના શુક્રવારે પ્રાગ્વાટ જ્ઞાતીય સા. લખા પુ. વ્ય. પરબતની પુત્રી ઝકૂના પુત્ર ધર્મસિંહ, અમીચંદ પ્રમુખ કુટુંબ સહિત શ્રી અનંતનાથબિંબ ભરાવ્યું, ગંધારમાં તેની પ્રતિષ્ઠા થઈ. - સં.૧૬૦૦ (૧) જેઠ સુદિ ૩ના શનિવારે શ્રીમાલ જ્ઞાતીય, લઘુ શાખીય સા. જીવા ભા. રમાઈ પુત્ર સા. સહસકિરણ ભા. લલિતાદે પુત્રી મનાઈ સુશ્રાવિકાએ શ્રી સુમતિનાથબિબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે શ્રીમાલ જ્ઞાતીય, લઘુશાખીય સા. સહસકિરણ ભા. મમનાદે પુ. સા. સકલ ભા. ચંદ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ( ૧૭. પૂ. આ. ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિ મ. સા. ) ૧૭ મી સદી - ઓસવંશીય વડેરાગોત્રીય સમરસી નામનો અંચલગચ્છીય શ્રાવક રાધનપુરથી દીવમાં આવીને વસ્યો. તે અત્યંત ધનવાન હોવા ઉપરાંત ધર્મચુસ્ત પણ હતો. તેણે ધર્મકાર્યોમાં અઢળક ધન ખરચ્યું હતું. તેના આગ્રહથી ધર્મમૂર્તિસૂરિ દીવ પધારેલા અને આગમ-વાચના કરેલી. ઓસવંશીય વાહણી ગોત્રીય શ્રેષ્ઠી વરજાંગે સં. ૧૬૨૭માં ઘણું ધન ખરચીને ઝાલોરી, સાચોરી, રાડદ્રહી અને સીરોહી એ ચાર દેશોને જમાડ્યા. આ વંશમાં ઝાલોરમાં થયેલા કર્માએ ધર્મકાર્યોમાં ઘણું ધન ખરચ્યું હતું. મૂળીમાં થયેલા નોડાશાહે ત્રણ હજાર માણસોનો સંઘ કાઢીને સં. ૧૬૧૧ અને ૧૬૧૫માં એમ બે વાર શત્રુંજયની યાત્રા કરી લક્ષ્મી કૃતાર્થ કરી. આ વંશના સીહા આદિ ભાઈઓએ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથબિંબની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અંચલગચ્છીય શ્રાવકોએ ઘણાં ધર્મકાર્યો કર્યા છે, જે અંગે પાછળથી સપ્રમાણ વિચારણા કરીશું. સુરતના અંચલગચ્છીય સંઘે સં. ૧૯૫૩માં શ્રી સંભવનાથ જિનાલય નિર્માણ કરાવી ભૂલનાયકની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરી. આચાર્યના ઉપદેશથી જિનાલય નિર્માણના બીજા પણ અનેક કાર્યો થયાં છે જે અંગે પ્રસંગોપાત્ત ઉલ્લેખ કરીશું. ધર્મપ્રચાર આબૂતીર્થમાં દેવીનું વરદાન પ્રાપ્ત કર્યા પછી ધર્મમૂર્તિસૂરિ સરોહી નગર પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. સં. ૧૬૧૩માં આચાર્ય નવાનગર પધાર્યા. નાગડા તેજસિંહ શ્રાવકે આડંબરપૂર્વક પ્રવેશ-મહોત્સવ કર્યો. તેજસિંહસાહના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી તેજસિંહસાબે નવાનગરમાં જિનાલય બંધાવવાનો પ્રારંભ કર્યો. સં. ૧૬૧૪માં સૂરિ શત્રુંજય તીર્થાધિરાજમાં પધાર્યા, ક્રિયોદ્ધાર કર્યો તેમ જ ત્યાં શિષ્ય પરિવાર સહિત તેઓ પાલીતાણામાં ચાતુર્માસ રહ્યા. ત્યાંથી વિહાર કરી અમદાવાદ [ પધાર્યા તથા સં. ૧૬૧૫માં ત્યાં જ ચાતુર્માસ રહ્યા. તદનંતર ત્યાંથી વિહાર કરી તેઓ ઉદયપુર પધાર્યા. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy