SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ ] [ જૈન પ્રતિભાદર્શન ST ત્યાં ચાતુર્માસ રહી સં. ૧૬૧૭માં આગ્રામાં પધાર્યા. ત્યાં સમ્રાટ અકબરને માન્ય લોઢાગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમને ધામધૂમથી આચાર્યનો પ્રવેશ-મહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ઉક્ત શ્રેષ્ઠીબંધુઓએ સૂરિની આદરમાનપૂર્વક ભક્તિ કરી તેમ જ તેમના ઉપદેશથી બે હજાર માણસોના સંઘ સહિત સમેતશિખર તીર્થની યાત્રા કરી. આચાર્ય એ સંઘમાં ઉપસ્થિત રહ્યા. તદનંતર આચાર્ય અન્યત્ર વિચરી વારાણસીમાં પધાર્યા તથા ત્યાં જ ચાતુર્માસ રહ્યા. પૂર્વ તેમ જ ઉત્તર ભારતમાં ધર્મમૂર્તિસૂરિ કેટલાય સમય વિચર્યા અને અનેક જીવોને ધર્મ પમાડ્યો. નાગડા તેજસિંહની વિનતિથી આચાર્ય સં. ૧૬૨૪માં પુનઃ નવાનગરમાં પધાર્યા તે વખતે પણ તે શ્રેષ્ઠીવર્ય મોટા આડંબરપૂર્વક ગુરુનો પ્રવેશ મહોત્સવ કર્યો. એ અરસામાં તેણે આરંભેલા જિનાલયનું કાર્ય સંપન્ન થયું હતું. આ શિખરબંધ જિનાલય બે લાખ મુદ્રિકાને ખરચે તૈયાર થયું હતું. શ્રેષ્ઠીના આગ્રહથી ત્યાં ચાતુર્માસ રહેલા ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી નૂતન જિનપ્રાસાદમાં સં. ૧૬૨૪ના પોષ સુદિ ૮ ને દિવસે એકાવન જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. મૂલનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સ્થાપના થઈ. તે પ્રસંગે તેજસિંહસાહ જ્ઞાતિબંધુઓને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું તથા ગચ્છના સર્વે સાધુઓનો ઘણો આદર સત્કાર કર્યો. ચાતુર્માસ બાદ આચાર્ય અન્યત્ર વિહાર કરી ગયા. ધર્મમૂર્તિસૂરિ અનેક ગામો તથા નગરોમાં પદાર્પણ કરતાં અનુક્રમે આગ્રાના લોઢાગોત્રીય ઋષભદાસના સુપુત્રો કુરપાલ અને સોનપાલના અત્યંત આગ્રહથી સં. ૧૬૨૮માં આગ્રા પધાર્યા. લોઢાબંધુઓએ ગુરુનો પ્રવેશ મહોત્સવ કર્યો. તેમની વિનતિથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ત્યાંના જૈન સંઘે આચાર્યની ઘણી જ ભક્તિ કરી. આચાર્યના ઉપદેશથી કરપાલ અને સોનપાલે મળીને ત્યાં અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો તથા વિશાળ જિનાલયો બંધાવવાનાં કાર્યોનો પણ પ્રારંભ કર્યો. તદનંતર ચાતુર્માસ બાદ સૂરિએ ત્યાંથી વિહાર કરીને પાવાપુરી આદિ તીર્થભૂમિઓની યાત્રા કરી પાવાપુરીથી ઉગ્રવિહાર કરી સૂરિ પરિવાર સહિત સં. ૧૯૨૯માં રાજનગર–અમદાવાદ પધાર્યા. ત્યાં શ્રીમાલીવંશીય શ્રેષ્ઠી આભા આચાર્યનો અનન્ય ભક્ત હતો. તેના આગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા. ધર્મમૂર્તિસૂરિના ત્યાગ, વૈરાગ્ય આદિ અનુપમ ગુણોના સમૂહ જોઈને અમદાવાદના સંઘે મળીને તેમને યુગપ્રધાનની પદવી આપી. આભા શ્રેષ્ઠીએ આચાર્યના ઉપદેશથી ત્યાં એક જિનાલય બંધાવ્યું તથા સં. ૧૯૨૯ના મહા સુદિ ૧૩ ને દિવસે આચાર્યના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ ભગવાન આદિ ૧૩ જિનબિંબોની તેમાં પ્રતિષ્ઠા કરાવી. તિલકસાગર કૃત “રાજસાગરસૂરિ રાસ' (સં. ૧૭૨૨) માં ૬ઠ્ઠી અને ૮મી ઢાળમાં અમદાવાદના આગેવાન અને શ્રીમાન શ્રાવકોની નામાવલી આપી છે, તેમાં જણાવાયું છે – વેણી દોસી તણો સુત વાધો, તસ પિતરાઈ પારસવીર છાજિં, સાહુકુંઅરજી વાઘજીનો ભાઈ, પરિખ ભાણ સુત સોહિં. આઠમી ઢાળમાં આ નામના બીજા પણ શ્રાવકોનો ઉલ્લેખ મળે છે. (જુઓ જૈ. ઐ. ગુર્જર કાવ્ય સંચય, સંપાદક મુનિ જિનવિજયજી. પૃ. ૨૪-૫૬.) તદનંતર આચાર્ય અનુક્રમે માંડલ, ખંભાત, સુરત, રાણપુર, વઢવાણ તથા પાલીતાણામાં ચાતુર્માસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy