SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ و અભિવાદન ગ્રંથ ] [ ૬૫૩ રહ્યા. પાલીતાણામાં યાત્રાર્થે આવેલા તેજસિંહસાહે વિનતિ કરતાં આચાર્ય નવાનગરમાં પધાર્યા તથા સમસ્ત સંઘના આગ્રહથી ત્યાં જ ચાતુર્માસ રહ્યા. ગુરુના ઉપદેશથી તેજસિંહસાહે પાંચ લાખ મુદ્રિકાઓ ખરચીને સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી વિચરતા ગુરુ દીવબંદરમાં પધાર્યા. ત્યાં ભણસાલી નાનચંદ્ર પ્રકૃતિ સંઘે તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી શ્રેષ્ઠી નાનચંદ્રે ત્યાં શ્રી શીતલનાથપ્રભુની પુખરાજરત્નની પ્રતિમા ભરાવી. તેની પત્ની રત્નાદેએ ગુરુના ઉપદેશથી શ્રાવકનાં બારે વ્રતનો સ્વીકાર કર્યો. આચાર્યના આગમનથી દીવબંદરમાં સારી ધર્મ જાગૃતિ થઈ. ભટ્ટગ્રંથોને આધારે વિશેષમાં જાણી શકાય છે કે ઓસવંશીય વડેરા ગોત્રીય સમરસી રાધનપુરથી આવીને દીવમાં વસ્યો. તે ઘણો ધનવાન તેમ જ ધર્મક્રિયામાં અત્યંત ચુસ્ત હતો. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમા વહીને ઘણું ધન ખરચ્યું; ધર્મમૂર્તિસૂરિને દીવમાં પધરાવી સર્વ આગમો સાંભળ્યાં. બાહડમેરથી વિહાર કરી આચાર્ય જેસલમેરમાં પધાર્યા. ત્યાં લાલણગોત્રીય શ્રેષ્ઠી ઋષભદાસે ઘણા જ સમ્માનપૂર્વક ગુરુનો પ્રવેશમહોત્સવ કર્યો. સંઘના આગ્રહથી ગુરુ સં. ૧૬૫૭માં જેસલમેરમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી વડેરાગોત્રીય ધનપાલ તથા લાલણગોત્રીય ઋષભદાસ એ બન્ને શ્રેષ્ઠીવર્યોએ મળીને પચીસ હજાર ટંકને ખરચે જૈનાગમો અને શાસ્ત્રોની પ્રતો લખાવી ગુરુને વહોરાવી. ધર્મમૂર્તિસૂરિએ જેસલમેરના અંચલગચ્છીય ઉપાશ્રયમાં જ્ઞાનભંડાર કરાવી પથ્થરનિર્મિત કબાટોમાં હસ્તપ્રતો સુરક્ષિત રખાવી. ઉક્ત બન્ને શ્રાવકોએ જયશેખરસૂરિકૃત કલ્પસૂત્ર સુખાવબોધ ટીકાની બે પ્રતો સ્વર્ણાક્ષરી શાહીથી લિપિબદ્ધ કરાવી. આવી રીતે સુરક્ષિત જ્ઞાનભંડારનું નિર્માણ કરાવી ચાતુર્માસ બાદ આચાર્ય લોધવાપુરમાં રહેલા અત્યંત પ્રાચીન શ્રીપાર્શ્વનાથ જિનમંદિરની યાત્રા કરવા માટે જેસલમેરના સંઘ સહિત પધાર્યા. તદનતંર તેઓ પારકરમાં વિહાર કરી ગયા. પટ્ટાવલીનાં વર્ણન દ્વારા સૂચિત થાય છે કે એ વખતે ત્યાં કાપાલિક મતનો સારો પ્રચાર હશે. પટ્ટાવલીમાં એ વિષયક એક ચમત્કારિક પ્રસંગનું આ પ્રમાણે નિરૂપણ છે : પારકરમાં ધર્મમૂર્તિસૂરિને મોટી જટાને ધારણ કરનારો, કંથાથી ઢંકાયેલા શ૨ી૨વાળો, બિહામણા મુખવાળો એક યોગી મલ્યો. આચાર્યના પ્રભાવશાળી વ્યક્તિત્વને જોઈ તે બત્રીસલક્ષણા પુરુષને અભીષ્ઠિત વિદ્યાર્થે જોગણીઓને બલિદાન આપવાનાં સ્વપ્નાંઓ સેવે છે, અને આચાર્યની પાછળ જાય છે. આચાર્ય પણ પોતાના મનમાં શંકા પામીને એ યોગી-વેશધારી દુષ્ટ કાપાલિકના મનની મેલી મુરાદ જાણી જાય છે અને તે મંત્રવિદ્યાથી કાંઈ કરે તે પહેલાં જ આચાર્ય તેને સ્તંભિત કરી દે છે. નજીકના ગામમાં રહેનાર ઘણા લોકો વિવાહ પ્રસંગે ત્યાંથી પસાર થયા. તેમણે પથ્થરની જેમ ચેષ્ટારહિત કાપાલિકને જોયો અને હર્ષિત થઈ આચાર્યને કહ્યું--- ‘ભગવન્! આ દુષ્ટ કાપાલિકે આસપાસનાં ગામોમાંથી અનેક બાળકોનું હરણ કર્યું છે. સારું થયું કે આપે તેને પથ્થરમય બનાવી દીધો છે!' નજીકના ગામના લોકો પણ આ હકીકત જાણી અત્યંત ખુશી થયાં અને ગુરુનાં પગલાં ગામના ચોરામાં સ્થાપ્યાં. આચાર્ય ગ્રામ્યજનોના અત્યંત આગ્રહવશાત્ ગામમાં ચાર દિવસ રહ્યા. તેમના ઉપદેશથી ત્યાં ઘણા લોકોએ જીવહિંસાનાં પ્રત્યાખ્યાન કર્યા. સમેતશિખરની યાત્રાથી પાવન થઈ આચાર્ય પુનઃ આગ્રામાં પધાર્યા. ત્યાંથી અપ્રતિહત વિહરતા પોતાના ચરણકમળથી અનેક ગામો અને નગરોને પવિત્ર કરતાં પરિવાર સહિત જયપુરમાં પધાર્યા. ત્યાંના સંઘે મહોત્સવપૂર્વક તેમનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy