SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૪ ] [ જૈન પ્રતિભાદર્શન નગપ્રવેશ કરાવ્યો. સંઘના આગ્રહથી તેઓ જયપુરમાં જ ચાતુર્માસ રહ્યા. ત્યાં નાગડાગોત્રીય જુહારમલ્લ નામના ઉત્તમ શ્રાવકે આચાર્યના ઉપદેશથી શ્રી શાંતિનાથ ભગવાનની સુવર્ણમય પ્રતિમા ભરાવી અને સં. ૧૬૬૬ના પોષ સુદિ ૫ ને દિવસે તેની પ્રતિષ્ઠા કરાવી. જુહારમલ્લે પોતાની પત્ની રમાદેવી સહિત શ્રાવકનાં બારે વ્રતો ગુરુના શ્રીમુખથી અંગીકાર કર્યા; ઘણું ધન ખરચીને તેમણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો કર્યા; તેમ જ જૈન શાસ્ત્રના બાર ગ્રંથો લિપિબદ્ધ કરાવી તેમણે ગુરુને વહોરાવ્યા. ચાતુર્માસ બાદ આચાર્ય ત્યાંથી વિહાર કરી અનુક્રમે સાદરી નગરમાં પધાર્યા. ત્યાંના સંઘે આડંબરપૂર્વક તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો. એમની ધર્મદશનાથી પ્રભાવિત થઈ પોરવાડ જ્ઞાતીય સમરસિંહ નામના શ્રાવકે ત્યાંની પંચતીર્થીનો બસો માણસનો સંઘ ધર્મમૂર્તિસૂરિની અધ્યક્ષતામાં કાઢ્યો. આચાર્ય પરિવાર સહિત સંઘ સમેત પ્રથમ રાણકપુરમાં પધાર્યા. સંઘપતિ સમરસિંહના પિતા ધન્નાસાહ રાણકપુરના ભવ્ય જિનાલયનાં દર્શન કરીને ધન્યતા અનુભવવા લાગ્યા. સમરસિંહે જિનાલયમાં જીર્ણોદ્ધારનું કાર્ય પણ પ્રારંવ્યું. રાણકપુરથી સંઘ નાડોલ ગયો. સંધે ત્યાં બે દિવસ સ્થિરતા કરી. નાડોલના સંઘે પણ આચાર્યની સારી ભક્તિ કરી. ત્યાંથી સંઘ નાડૂલાઈ ગયો. એ પછી વરકાણા ગામમાં યાત્રાર્થે સંઘે ત્રણ દિવસની સ્થિરતા કરી. ત્યાં શ્રી પાર્શ્વનાથ જિનાલયને જીર્ણાવસ્થામાં જોઈ ગુરુના ઉપદેશથી સંઘપતિ સમરસિંહે તીર્થોદ્ધારનું કાર્ય પ્રારંવ્યું. ત્યાંથી સંઘ ઘાણરાવની યાત્રા કરી પુનઃ સાદરીમાં પધાર્યો. ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી સંઘપતિએ બાર વ્રતો અંગીકાર કર્યો. સ્વામિવાત્સલ્ય આદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. આચાર્યના ઉપદેશથી તેણે શ્રી યુગાદિદેવની સૌપ્ય પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૬ના વૈશાખ સુદિ ૧૩ ને દિવસે મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. સમરસિંહે શેષ ધન પણ ધર્મકાર્યોમાં વાપરી આચાર્ય પાસે સં. ૧૬૬૬ના વૈશાખ વદિ ૯ ને દિવસે પ્રવ્રયા અંગીકાર કરી. ગુરુએ તેમનું સૌભાગ્યસાગર એવું ગુણનિષ્પન્ન નામ રાખ્યું. સમરસિંહના ગુણસિંહ આદિ ત્રણ પુત્રોએ દીક્ષામહોત્સવ કર્યો. આ અંગે પાછળથી પણ ઉલ્લેખ કરીશું. ત્યાંથી વિહાર કરી અનુક્રમે ગુરુ પાલણપુરમાં પધાર્યા. ત્યાંના સંધે તેમનો આડંબરપૂર્વક નગઅવેશ કરાવ્યો. એકવીસ મુનિઓના પરિવાર સહિત ગુરુ ત્યાં બિરાજ્યા. એમના આગમનથી ત્યાં ધર્મભાવનાની વૃદ્ધિ થઈ. શ્રાવકો આચાર્યોનો ધર્મોપદેશ સાંભળી હર્ષિત થયા. ત્યાંના વડેરાગોત્રીય રવિચંદ્ર નામના શ્રાવકના અત્યંત આગ્રહથી ધર્મમૂર્તિસૂરિએ તે શ્રાવકના પંચમી તપના ઉદ્યાપન-ઉજમણાં પ્રસંગ સુધી સ્થિરતા કરી. રાચાર્યના ઉપદેશથી રવિચંદ્ર મહોત્સવપૂર્વક પંચમી તપનું ઉદ્યાપન કર્યું અને તે પ્રસંગે ઘણુ ધન ખરચીને વિવિધ પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. તેણે સ્વામિવાત્સલ્યાદિ ધર્મકાર્યો પણ કર્યા. આચાર્યના ઉપદેશથી રવિચંદ્ર કસોટી પાષાણનિર્મિત શ્રી નેમિનાથ જિનેશ્વરની દર્શનીય મૂર્તિ ભરાવી. આચાર્યનું શરીર વૃદ્ધાવસ્થાથી ક્ષીણ થઈ ગયું હોઈને ત્યાંના સંઘે તેમને એ ઉમરે વિહાર ન કરવાની અને પાલણપુરમાં જ સ્થિરવાસ રહેવાની આગ્રહભરી વિનંતિ કરી. ગુરુએ તેમને જણાવ્યું -“શ્રાવકવર્યો! સંઘની આજ્ઞા તીર્થકરોને પણ શિરોમાન્ય છે. પરંતુ આજ દિવસ સુધી ચાતુર્માસ વિના હું ક્યાંય પણ સ્થિરવાસ કરીને રહેલ નથી. તો પણ વર્તમાન યોગે હું આપની વિનંતિ ધ્યાનમાં લઈશ.” સંઘના આગ્રહથી આચાર્ય પરિવાર સહિત . ૧૯૬૯માં પાલણપુરમાં ચાતુર્માસ રહ્યા. પાલણપુરના નવાબની કરિમાબેગમ તાવથી પીડાતી હતી. આચાર્યના મંત્રપ્રભાવથી તેનો તાવ દૂર થયો, ઇત્યાદિ વાતો વિષે સવિસ્તર માહિતી અંચલગચ્છ દિગ્દર્શનમાંથી જોઈ લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy