SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૫૫ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓ ધર્મમૂર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. આચાર્યના ઉપદેશથી આગરામાં લોઢાગોત્રીય મંત્રીવર્યો સોનપાલ-કુંરપાલે કરેલાં ધર્મકાર્યો અને પ્રતિષ્ઠાઓ તથા નવાનગરમાં તેજસી શાહે તથા તેના સુપુત્રોએ કરેલાં ધર્મકાર્યો તથા પ્રતિષ્ઠાઓ વિષે પછીના પ્રકરણમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરીશું. આચાર્યના ઉપદેશથી આગરા અને નવાનગરમાં થયેલાં ધર્મકાર્યોએ આ ગચ્છના ઇતિહાસમાં સીમાચિહ્ન રચ્યું હોઈને તે વિશેષ અવલોકન માગી લે એવાં મહત્ત્વપૂર્ણ છે. સં. ૧૬૨૯ (૧) માઘ માસે શુકલપક્ષે ૧૩ના બુધવારે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સો. જસા ભા. જસમારે પુ. સો. અભા ભા. મનકાઈ પુ. લખાએ સ્વપુણ્યાર્થે શ્રી પાર્શ્વનાથ બિંબ ભરાવ્યું. સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૪૪ (૧) ફાગણ સુદિ ૨ના રવિવારે અમદાવાદના રહેવાસી શ્રી શ્રીમાલજ્ઞાતીય સા. રહીઆ ભા. નાકૂ સુ. ભીમા ભા. અજાઈ સુ. સુશ્રાવકે સા. નાકરે ભા. મકૂ સહિત સ્વશ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું. - સં. ૧૬૫૪ (૧) માઘ વદિ ૯ના રવિવારે શ્રી શ્રીમાલજ્ઞાતીય છે. રીડા ભા. કોડમદે, ભત્રીજા છે. લબ્ધજી છે. ભીમજીએ શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, ગાંધી હાંસાએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે વંત્રાસગોત્રીય સં. ડુંગરે શ્રી સુપાર્શ્વ બિંબ ભરાવ્યું જેની ગાંધારનગરમાં પ્રતિષ્ઠા થઈ. (૩) એ જ દિવસે ઓશવાળ જ્ઞાતીય લોઢાગોત્રીય સા. જેઠા ભા. જેઠશ્રી સુત રાજૂ ભા. રાજશ્રી સુ. શ્રાવક સા. રેખા ભા. રેખશ્રી સુ. સોનપાલ ભા. સોનશ્રીએ શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૫૯ (૧) મહા સુદિ પના સોમવારે રાઠોડવંશી રાઉત ઉદયસિંહના રાજ્યમાં વાફપત્રાકાનગરે કંપશ્રી...અંચલગચ્છીય સમસ્ત સંઘે શાંતિ શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથ પ્રાસાદ કરાવ્યો. ૧૮. પૂ. આ. ભ.શ્રી કલ્યાણસાગરસૂરિ મ. સા. પ્રકીર્ણ પ્રસંગો ઓશવાળ ગાલ્હાવંશીય શાહ ખીમા સં. ૧૯૭૨માં કચ્છના બિદડામાં થઈ ગયા, જેની પત્ની ખીમીએ ૧૫OOO કોરી ખરચીને બિદડામાં પશ્ચિમ તરફ એક વાવ બંધાવી. આ વંશમાં વડાલામાં થયેલા ખેતસી, પેથા અને દેપલા નામના ત્રણ ભાઈઓએ ૬OOOO કોરી ખરચીને સં. ૧૬૬૬માં ઘણાં પુણ્યકાર્યો કર્યા. દેસરે ગુંદાલમાં તળાવ બંધાવ્યું. સં. ૧૫૯૬માં માણેક પીછણમાં તળાવ બંધાવ્યું. જેસંગે પથડિયામાં સં. ૧૫૮૫ માં વાવ કરાવી. સં. ૧૫૯૦માં વીરો થયો. તે અપુત્ર હોવાથી તેની પત્નીએ યક્ષનું આરાધન કર્યું અને તેના વરદાનથી તેને છ પુત્રો થયા એવો ઉલ્લેખ ભટ્ટગ્રંથોમાંથી મળે છે. એ છયે ભાઈઓનો પરિવાર વીસોતરી, ખાખર, હાલા તથા ઝાંખર નામનાં કચ્છનાં ગામોમાં વસે છે. સં. ૧૬૬૭ માં ખાખરમાં થયેલા માંડણે જિનમંદિરની પ્રતિષ્ઠા કરાવી ઘણું દ્રવ્ય દાનમાં દીધું. ઓશવાળ દેઢિયાગોત્રીય મહિયા સં. ૧૯૭૫માં ડબાસંગમાં વસતા હતા. તેના કાથડ પ્રમુખ ચાર K પુત્રો હતા. તેમણે શત્રુંજયની કુટુંબ સહિત યાત્રા કરી, ઘણું દ્રવ્ય ધર્મકાર્યોમાં ખરચ્યું. ઉજમણું કરી ગામની . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy