________________
૨૮૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
“ખાંભા તાસ સમધ્ધિએ, જશુ ખાંડે અભ્યાસ;
જિસ હાકુ સમધ્ધિએ, તલ એલઉ કપાસ.” મતલબ કે “હે રાજન, ખડગ તેવાને આપીએ કે જેને તે વાપરવાનો અભ્યાસ હોય. વણિકને તો તોલવાનો કાંટો, વસ્ત્રો કે કપાસ જ અપાય.” . આ સાંભળી જિનદાસે કહ્યું :
“અસિધર ધણુધર કુંતધર, સત્તિ ધરાવી બહુઆ
સતતુલ્લ જે નર રણજૂર, જણ વિતે વિરલય સુત.” હે શત્રુશલ્ય! ખડગધારી ભાલાધારી તો ઘણાં હોય છે, પણ જે રણમાં શૂરવીરતા બતાવે તેવા પુરુષને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે. બીજું એ પણ જાણી લે કે અશ્વ, શાસ્ત્ર, , વાણી, વીણા અને નારી યોગ્યતા પ્રમાણે જ પ્રાપ્ત થાય છે. જિનદાસનો જવાબ સાંભળી ભીમદેવે તેને કોટવાલ બનાવ્યો. જિનદાસ કોટવાલ નિમાતા ચોરોએ તેના ભયથી ચોરી ત્યજી દીધી.
જિનદાસની કીર્તિ દિવસે દિવસે વધતી ગઈ. એક જૈન ચારણે જિનદાસની ભક્તિ કેવી છે તે ચકાસવાનો વિચાર કરી એક ઉંટડીની ચોરી કરી. ઉંટડી ઘર આગળ ચારણે બાંધી હતી. સૈનિકોને શોધતા શોધતા આ ચારણને ત્યાંથી મળી એટલે તેને બાંધી જિનદાસના ઘર આગળ લાવ્યા. જિનદાસ આ વખતે સવારની પૂજા કરતો હતો. સુભટોએ ઘટના કહી અને શું કરવું તેની આજ્ઞા માંગી. જિનદાસે માંથી કંઈ ન કીધું; પણ પૂજા કરતા ફૂલ ભગવાનને ચડાવતો હતો તેની ડીંટડી તોડીને સંજ્ઞા કરી, શું કરવું તે સમજાવ્યું. આ જોઈ જૈન ચારણ બોલ્યો :
“જિન રાતે જિન વરહ, ન મિલે તારો તાર;
જિન કરે જિનવર પૂજિએ, તિ કેમ મારણહાર” મતલબ કે જિનદાસ ને જિનેશ્વર એકરૂપ થયા નથી. તેનું ચિત્ત સમગ્રરૂપે જિનપૂજામાં લાગ્યું નથી. નહિ તો જે હાથથી જિનેશ્વરની પૂજા થાય તે જ હાથથી બીજાનો વધ કરવાની સંજ્ઞા કેમ કરાય? વળી આગળ વધતા ચારણે બીજો દુહો સંભળાવ્યો :
“ ચારણ ચોરી કિમ કરે, જે બોલડે ન સમાય,
તું તો ચોરી તે કરે, જે ત્રિભુવનમાં ન માય.” હે શેઠ! વિચાર તો કર કે જેના ખોરડામાં ઉંટડી માય નહિ તેવી ઉંટડીની ચોરી ચારણ કન્યાં કારણે કરે? પરંતુ શેઠ, તે તો ત્રણ ભુવનમાં ન માય તેવી ચોરી કરી છે.” આ સાંભળી-સમજીને જિનદાસ શરમાઈ ગયો, તેને પસ્તાવો થયો. અરેરે! મેં તો જિનેશ્વર દેવની આજ્ઞા તોડી. પૂજામાં પરમાત્મામાં મન રાખવાને બદલે સંસારમાં મન ભમતું રાખ્યું. ખરેખર મને ધિક્કાર છે. ચારણ કહે છે તેમ મેં ફક્ત દ્રવ્યપૂજા જ કરી છે, ભાવ પૂજા નહીં. સાચો ભાવ ભાવ્યો જ નહીં. એમ પસ્તાવો કરતા શેઠે ચારણને કહ્યું. “હે ચારણ! તમે તો મારા ગુરુ બન્યા છો. તમે મને અંધકારમાંથી પરમ તેજે લઈ ગયા છો. તમે મારો ઉદ્ધાર કર્યો છે. સાચે જ તમે મારા ઉપકારી છો.'' આ પછી જિનદાસે હંમેશાં દ્રવ્યપૂજા સાથે પોતાના આત્માના કલ્યાણને માટે ભાવપૂજામાં ચિત્ત પરોવતાં પોતાનું કલ્યાણ સાધી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org