________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૮૧
( અગ્નિશમાં અને ગુણસેન )
ગુણ ઉપશમનો ગુણસેનામાં અગ્નિશમ ક્રોધાનો ભંડાર
શુભ અશુભ પ્રત્યક્ષ પેખીને, તેવો સમતા કરો ને ક્રોધ લગાર, ગુણસેન એક રાજકુમાર હતો. તે જ ગામમાં અગ્નિશર્મા નામનો એક પુરોહિતનો પુત્ર રહેતો હતો. તે શરીરે કદરૂપો હતો. શરીરના અંગો અષ્ટાવક્ર જેવા હતાં. એવા કુબડા અગ્નિશર્માને સતાવવામાં ગુણસેનને મઝા આવતી. તેને ગધેડા પર બેસાડી, માથાપર કાંટાનો મુગટ પહેરાવી ગામમાં ફેરવતો. આવા કંઈક તોફાનો ગુણસેન અગ્નિશર્મા ઉપર વરસાવતો. રાજકુમાર હોવાથી તેને કોઈ કાંઈ કહી શકતું નહીં. અગ્નિશર્મા જુવાન થયો. હવે તે ગુણસેનના તોફાન સહન ન કરવા પડે તે માટે ગામમાંથી ભાગી, એક તાપસ પાસે પહોંચી તાપસી દીક્ષા લીધી. અને માસોપમાસ ઉપવાસ કરવા લાગ્યો. ફક્ત એક દિવસ પારણું કરી પાછા મહિનાના ઉપવાસ કરે. નિયમ ધારેલો કે પારણાના દિવસે ફક્ત એક જ ઘેર જવું. જે મળે તેનાથી પારણું કરવું. તે ઘરે જો કંઈ ન મળે તો મહિનાના બીજા ઉપવાસ કરવા. આમ તેણે હજાર માસક્ષમણ કર્યા.
રાજકુમાર ગુણસેન મોટો થતા તેનો રાજ્યાભિષેક થયો. તે રાજા થયો. એક દિવસ ફરતાં ફરતાં તે અગ્નિશર્માના આશ્રમમાં પહોંચ્યો. તેણે અગ્નિશર્માની તપશ્ચર્યાની વાત સાંભળી. તેને ભાવપૂર્વક વંદન કર્યો અને પારણાના દિવસે રાજમહેલ પધારવા વિનંતી કરી. વિનંતી માન્ય રાખી પારણાના દિવસે અગ્નિશર્મા રાજમહેલ પધાર્યા રાજમહેલમાં દોડાદોડ થઈ રહી હતી. રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો હતો. રાજમહેલમાં આનંદ છવાઈ રહ્યો હતો. રાજમહેલ આવેલ તપસી અગ્નિશર્માની સામે કોઈએ જોયું નહીં, એટલે એ પાછા ફરી ગયા. પારણું કર્યા વગર એમણે બીજું માસક્ષમણ શરૂ કર્યું. રાજાને મોડેથી તપસીના પારણા યાદ આવ્યા, પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું, ગુણસને તપોવનમાં જઈ અગ્નિશર્માની માફી માંગી. આવતું બીજું પારણું કરવા ચોક્કસ રાજમહેલ પધારવા આગ્રહભરી વિનંતી કરી.
બીજીવારના પારણા માટે અગ્નિશ પાછા આવ્યા ત્યારે રાજમહેલ શોકમાં ગરકાવ હતું. રાજા માંદા પડી ગયા હતા. વૈદો દોડાદોડ કરી રહ્યા હતા. અગ્નિશમને કોઈએ બોલાવ્યા નહીં. એ ધુંધવાતા ધુંધવાતા પાછા ફરી ગયા અને પારણુ કર્યા વગર ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. દર્દ ઓછું થતાં રાજાને અગ્નિશર્મા યાદ આવ્યા. પરંતુ અગ્નિશ તો કયારનાએ આશ્રમ પહોંચી ગયા હતા. રાજાએ તપોવન પહોંચી દુઃખ વ્યક્ત કર્યું, ફરી ફરી માફી માગી અને આવતું પારણું રાજમહેલ પધારી કરવા વિનંતી કરી.
ત્રીજીવાર અગ્નિશર્મા પારણા માટે રાજમહેલ પધાર્યા ત્યારે રાજમહેલ પાસે સૈન્યની મોટા પાયે હિલચાલ થઈ રહી હતી. રાજા યુદ્ધની તૈયારીમાં હતા. એટલે અગ્નિશર્મા સામું કોઈએ જોયું નહીં. તેઓ થોડો વિસામો ખાઈ પાછા આશ્રમે પહોંચ્યા. રાજાને યુદ્ધ કરવા રથમાં બેસવા જતાં અગ્નિશર્મા સાંભર્યા. રથ આશ્રમ તરફ લીધો. અગ્નિશર્માને મળી તેમની આગળ નમી પડ્યા. ખૂબ જ પસ્તાવો બતાવ્યો, પણ અગ્નિશર્મા ખૂબ જ ગુસ્સામાં હતા. એમના મનમાં બાળપણની વાતો યાદ આવી. “બાળપણમાં પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org