________________
૨૮૨ ]
| જૈન પ્રતિભાદર્શન
રાજા જ્યારે રાજકુંવર હતા ત્યારે મને બહુ સતાવતા અને હવે રાજા થયા છે ત્યારે પણ મને જાણી જોઈને સતાવવા પારણા વખતે હાજર નથી રહેતા.” પરિણામે રાજા પ્રત્યે વેરભાવ જાગૃત થઈ એમને આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને સાથે સાથે એવો સંકલ્પ કર્યો કે “જન્મોજન્મ હું રાજાને મારનારો થાઉં.”
રાજા રડી પડ્યા, એમને ફરીફરી માફી માંગી, પોતાની ભૂલનો એકરાર કર્યો, પરંતુ અગ્નિશર્મા ન જ પીગળ્યા. તે ઉપશાંત ન થયા અને નવ ભવો સુધી અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવની હત્યા કરતો રહ્યો. પરિણામે અગ્નિશર્માનો જીવ નરકે ગયો અને ગુણસેનનો જીવ સમરાદિત્ય રાજાના જન્મમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયો.
લક્ષ્મણા સાળી
ઘણા જુના સમયની આ વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતા પણ પુત્રી એકે ન હતી. તેને કેટલીક માનતાઓ અને બાધાઓ રાખી, આખરે આ બધું તેને ફળ્યું અને એક પુત્રીનો તેના ઘરે જન્મ થયો. તેનું નામ લક્ષ્મણા રાખ્યું. ખૂબ જ લાલન-પાલનથી તેનું બાળપણ પુરું થયું અને તે યુવાન થઈ.
લક્ષ્મણા લગ્ન-યોગ્ય થતાં રાજાએ તેના માટે સ્વયંવર રચ્યો. સ્વયંવરમંડપમાં હાથમાં વરમાળા રાખી લક્ષ્મણા ફરતી ગઈ અને એક ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. રાજાએ લગ્ન-મહોત્સવ યોજયો. લગ્નની વિધિ શરૂ થયો. વરકન્યા ચોરીમાં મંગળફેરા ફરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક વરનું મૃત્યુ થયું. લક્ષ્મણા તો આવાફ થઈ ગઈ. તેને ખૂબ જ આઘાત લાગ્યો. “આવો સંસાર !'' એમ વિચારતા તેનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. દઢ શ્રદ્ધાથી તે શ્રાવિકાધર્મ પાળવા લાગી અને છેવટે તેણે તે ચોવીસીના છેલ્લા તીર્થંકર પાસે દીક્ષા લીધી. સાધ્વી લક્ષ્મણા ઘણી જ સારી રીતે ચારિત્રધર્મ પાળતાં હતાં.
એક દિવસ તેઓ એક સ્થળે ઉભેલાં ત્યાં તેમણે એક ચકલાચકલીને રતિક્રીડા કરતાં જોયાં. એ દેશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઉઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઉઠી. કામાતુર વિચારમાં તેણે વિચાર્યું “અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શું દોષ? ભગવાન તો અવેદી છે. તેમને વેદી જનની વૃત્તિઓની શું ખબર પડે?” આ પ્રશ્ન એક આંખના પલકારાની જેમ ઉદ્ભવ્યો, તરત જ બીજી પળે તેઓ સાવધાન થઈ ગયાં. પોતાના કુવિચારથી ચમકી ઉઠ્યા અને પસ્તાવો કરવા લાગ્યા : અરેરે! મેં ખૂબ જ ખોટો વિચાર કર્યો, મારાથી એક મહાપાપ થઈ ગયું. મારે તેની આલોયણા કરવી જોઈએ. પણ આવી વાત હું ગુરુને કેવી રીતે કહું? આવો વિચાર આવ્યો, તે તો હું કહી શકું તેમ નથી. અને ન કહું તો શલ્ય રહી જાય છે; અને શલ્ય રહી જાય તો હું શુદ્ધ થઈશ નહીં.
ઘણો વિચાર કરીને અંતે તેઓ ગુરુ પાસે આલોયણા લેવા આવ્યાં. પણ ગુરુદેવને બીજાનું નામ દઈને પૂછ્યું, “ગુરુદેવ! જે આવું દુર્બાન કરે તેને શું પ્રાયશ્ચિત આવે?” ગુરુજીએ સ્પષ્ટતા કરવા કહ્યું પણ તે વધુ સ્પષ્ટતા ન કરી શકયા. ગુરુજી પાસેથી પ્રાયશ્ચિત જાણી લીધું અને તે પ્રમાણે તેમણે પચાસ વર્ષ સુધી આકરી તપશ્ચર્યા કરી. પણ તેમણે હૈયે શલ્ય રાખેલ તે કારણે તેમનો આત્મા વિશુદ્ધ ન થયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org