SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | - [ ૨૮૩ અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યા. અનેક ભવો કરતાં કરતાં તેઓ પ્રાંતે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં અવી મુક્તિને પામશે. ( કાર્તિક શેઠ ) દાઝયા પણ ડગ્યા નહી સમકિતથી લવલેશ વંદન આપને કાર્તિક શેઠ, સ્વર્ગ પામી બન્યા રાકેશ. શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં કાર્તિક નામના એક શેઠ રહેતા હતા. તે નગરમાં એક ઐરિક નામે તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતાં. પણ તે તાપસ મિથ્યાત્વી જાણી કાર્તિક શેઠ તેના દર્શને ન આવ્યા. શુદ્ર આત્માઓ પોતાને કોને માન આપ્યું અને કોને ન આપ્યું તેનો બરાબર ખ્યાલ રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાના દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું. અને મનથી આ કાર્તિક શેઠને ગમે તેમ કરીને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો. તે નગરના રાજા પણ આ તાપસના દર્શને આવ્યા. અને પોતાના મહેલે પારણું કરવા પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસીને જમાડે તો તેમના મહેલે પારણું કરવા આવે એવી શરત કરી. રાજાએ તે શરત કબૂલ કરી. અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલ પર બોલાવી તાપસ આવે ત્યારે તેને પીરસવા જમાડવા હુકમ કર્યો. કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા, કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વને બાધા પહોંચતી હતી. પણ રાજ-આજ્ઞાનો અનાદર કરવો મુશ્કેલ છે તેમ સમજી રાજાને જણાવ્યું કે તમારો હુકમ છે તેથી તેને જમાડીશ. - પારણાના દિવસે ઐરિક તાપસ રાજમહેલ આવ્યો. શેઠે પોતાને ન રુચતું હોવા છતાં તાપસને પીરસવા માંડ્યું. પીરસતા તેઓ નીચા નમ્યા. તે જાણી કેવો નમાવ્યો છે! તેનો તાપસને આનંદ થયો અને પોતાના નાક ઉપર આડી આંગળી ઘસી કેવું નાક કાપ્યું? એવી શેઠને સંજ્ઞા કરી. શેઠને ઘણું દુ:ખ થયું. જો આ પહેલાં દીક્ષા લીધી હોત તો આ પરાભવનો વખત ન આવત. સંસારમાં રહેવાના કારણે આ ફળ મળ્યું. એવા વિચારે ચડી ગયા અને દીક્ષા બને એટલી જલ્દી લેવા મક્કમ નિર્ણય કર્યો. સંસારિક કેટલાંક કામો આટોપી શેઠે વાજતે ગાજતે દીક્ષા લીધી. દીક્ષાના આ અવસરે તેમની સાથે બીજા એક હજાર શ્રેષ્ઠી અને શ્રેષ્ઠી પુત્ર પરિવાર વગેરેએ પણ દીક્ષા લીધી. અને કાર્તિક મુનિ બાર વર્ષ સુધી દીક્ષા પાળી દશાંગીના જ્ઞાતા થઈ આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઈદ્ર થયા. તાપસ ગેરક પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી મૃત્યુ પામી તે જ સૌધર્મ ઈન્દ્રનો ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે કાર્તિક શેઠ જ અવસાન પામી સૌધર્મ ઇન્દ્ર થયેલ છે. તેથી તેણે સવારી ન કરવા દેવા ઘણાં તોફાનો કર્યો અને ભાગવા લાગ્યો, પણ ઇન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડ્યો. આથી હાથીએ બે રૂપ ર્યા, ઈન્દ્ર પણ બે રૂપ કર્યો. હાથીએ ચાર રૂપ કર્યો, ઇન્દ્ર પણ ચાર રૂપ તેવા જ કર્યા. આ તમાશાથી ઈન્દ્ર થોડી વાર તો વિચારમાં પડી ગયો. પણ પછી પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક તાપસનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy