________________
અભિવાદન ગ્રંથ |
[ ૨૭૯
વિચાર્યું અને પ્રતિમાને ઘરના દરવાજાની સામે ઉપરના ભાગમાં પધરાવી. ઘરમાં પેસવાનો દરવાજો થોડો નીચો કરાવ્યો. જેથી દરવાજામાં પેસતા માથું નીચું કરે તો જ ઘરમાં જવાય એવી વ્યવસ્થા કરી. જીવનદાસ તો આ પ્રતિમાને પણ ભાવપૂર્વક સ્તવતો, વંદના કરતો. દેવદત્તને ઘરમાં પેસના માથું નીચે તો નમાવવું જ પડતું અને એ રીતે વંદના થઈ જતી, પણ તે ભાવપૂર્વક વંદના કદી કરતો નહીં.
આયુષ્ય પૂર્ણ થતાં દેવદત્ત મરીને સ્વયં ભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. સમુદ્રમાં ભમતા ભમતા તેણે એક દિવસ જિનપ્રતિમાની આકૃતિવાળો એક મત્સ્ય જોયો. જ્ઞાની વડીલોનું કહેવું છે કે મત્સ્ય અનેક આકારના થાય છે. આ જિનબિંબના આકારવાળા મલ્યને જોઈને આ મત્સ્યને એમ થયું કે આવું તો મેં ક્યાંક જોયું છે! વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોઈ તેને અત્યંત પસ્તાવો થયો. પિતાનું કહ્યું ન માની, અવસર હોવા છતાં જિનપ્રતિમાની પૂજા, વંદના ન કરી ને પોતે આવી નીચગતિ પામ્યો. આમ ચિતવતાં પોતાની જાતને ખૂબ જ ધિક્કારવા લાગ્યો. હવે શું થાય? આ તિર્યંચ ગતિમાં હું શું કરી શકું?
હવે કંઈ પામવાની ઇચ્છાથી તેને મનોમન સૂક્ષ્મ મજ્યની હિંસા નહિ કરવાનો નિયમ લીધો, અને ધીમેધીમે જળની બહાર નીકળીને ચોવીસે પહોરનું અનસન પાળીને મૃત્યુ પામી સ્વર્ગમાં દેવતા થયો. - દેવલોકમાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જોયો. એ જાણી જિનબિંબના દર્શનનો મહાન ઉપકાર લોકોને સમજાવવાના ઉદ્દેશથી પ્રભુના સમવસરણમાં આવીને તેણે કહ્યું, “હે વિતરાગ ! આપની પ્રતિમા પણ સાક્ષાત પ્રભુના જેવી ઉપકારક છે, એ સત્ય મેં મારા જીવનમાં બરાબર અનુભવ્યું છે.' એમ કહી તે દેવ રવાના થઈ ગયો. એના ગયા બાદ લોકોએ ભગવાનને તેનું વૃત્તાંત પૂછ્યું. પ્રભુમુખેથી તેનું વૃત્તાંત સાંભળી પર્ષદાએ જિનપ્રતિમાની વંદના, પૂજા કરવાના નિયમો લીધા. આમ ભવ્ય જીવોએ જિનેશ્વરની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર ભગવંત સમજીને, તેની અંતરના વિશુદ્ધ ભાવથી પૂજા અને ભક્તિ કરી મહાન લાભ મેળવવો.
( જિનદાસ શેઠ ) જસ ઉપવાસાદિ જોઈને વ્રત વૃષભ યુગલ કરનાર;
ધન્ય અભયદાની જિનદાસ શેઠ અહિંસાનો અવતાર. ખૂબ જ ગરીબીમાં જિનદાસ ઉછર્યો હતો. ઉત્તમ બાણાવાળી તે હતો. મજુરી કરી પેટ ભરતો. એક દિવસ તેને અતિભાવથી ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું. તેના ઉત્કટ ભાવથી પ્રસન્ન થઈ શાસનદેવીએ જિનદાસને વશીકરણ રત્ન આપ્યું. એક દિવસ કોઈ કામ અર્થે તે બહાર ગામ જતો હતો. રસ્તામાં તેણે નામીચા ત્રણ ચોરો મળ્યા. જિનદાસે સામે ત્રણ જ ચોરોને જોઈને પાસે હતા તે બધાં બાણમાંથી માત્ર ત્રણ રાખી બીજાં તોડી ફેંકી દીધો અને ત્રણ બાણથી ત્રણે જણને વીંધી નાખ્યા. જિનદાસની આ પરાક્રમ ગાથા પાટણના રાજા ભીમદેવે સાંભળી. ભીમદેવે સન્માનપૂર્વક જિનદાસને પોતાની રાજસભામાં બોલાવ્યો અને રાજ્યની રક્ષા કરવા તેને ખડગ આપીને સુભટોનો અધિકારી બનાવ્યો. તે વખતના પાટણના સેનાપતિ શત્રુશલ્યથી આ સહન ન થયું. તેને રાજસભામાં દુહો ગાઈ વિરોધ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org