SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] [ જૈન પ્રતિભાદર્શન ( બોકડો શેઠની દુકાનમાં ચઢી ગયો. શેઠે તેને બહાર કાઢવાની ઘણી મહેનત કરી. પણ બોકડો દુકાન બહાર નિકળે નહીં. શેઠે લાકડી મારી મારી તે બોકડાને બહાર કાઢ્યો. પેલા મુનિરાજ જોગાનુજોગ તે વખતે દુકાન આગળથી પસાર થતા હતા, તેમને આ બોકડાને મારી બહાર કાઢવાનું દૃશ્ય જોયું અને હસવા લાગ્યા. શેઠને મુનિરાજનું આમ ત્રણ ત્રણ વખતનું હસવું ન સમજાણું. દુકાન વધાવી શેઠ તો આવ્યા ઉપાશ્રયે. વંદના કરી મુનિને પૂછ્યું : સાહેબ, આજ મેં આપને ત્રણ વખત હસતા જોયા. જરા સમજાવશો, ક્યા કારણે આપ હસ્યા? જ્ઞાની મુનિવરે જણાવ્યું : “કારણસર જ હસવું આવતું હતું. તમે મકાન રંગવા બાબત જે સૂચના આપતા હતા, તે મકાન તમારા તો કામમાં આવવાનું નથી.” કેમ સાહેબ! શેઠે પૂછ્યું. મુનિવર કહે છે : તારું આયુષ્ય હવે સાત દિવસનું બાકી છે. હે! શેઠ ગભરાયા. મુનિશ્રીએ બીજીવાર હસવાનું કારણ સમજાવતા કહ્યું. “ભોજન કરતી વખતે બાળકને તમે ઝુલાવી રહ્યા હતા તે જીવ તમારી સ્ત્રીનો જાર હતો. તમે જ તેને મારી નંખાવ્યો હતો. તે મરીને તમારી સ્ત્રીના ગર્ભમાં આવ્યો. તે જ બાળક એ ઘોડીયામાં હતું. તે તમે જમતા હતા ત્યારે મૂતર્યો અને ઠીક ઠીક પ્રમાણમાં મૂતર તમારા ભાણામાં પડ્યું. છતાંય એ ભોજન તમે જમ્યા. એ જ્ઞાનથી જાણી હસવું આવ્યું હતું.” મુનિ કહે “ત્રીજી વખતે મને હસવું આવ્યું કારણ જે બોકડો તમારી દુકાનમાં પોતાનો જીવ બચાવવા ચડ્યો હતો તેને તમારી દુકાન જાણીતી લાગી કારણ કે તે તમારા બાપનો જીવ હતો, તેને બચાવ્યો નહીં અને લાકડી મારી કાઢી મુક્યો.” શેઠ કહે, અરરરર. હું જઉં છું દોડતો કસાઈના ઘરે, બોકડો ખરીદી લઈશ. એમ કહી દોડતા દોડતા ગયા કસાઈના ઘરે. કસાઈને કહે, ભાઈ પેલો બોકડો મને વેચાતો આપી દે. કસાઈ કહે : એ તો કાપી નાખ્યો. જુઓ આ રંધાતું માસ. શેઠને ઘણું દુઃખ થયું. આંખમાં આસું આવ્યાં. તે મુનિરાજ પાસે પાછો આવ્યો. અને ગુરૂદેવને વિનંતી કરવા લાગ્યો કે હવે મારે શું કરવું? રસ્તો બતાવો, અને મને બચાવો. ગુરૂદેવે પ્રેમથી તરવાનો માર્ગ બતાવ્યો : ““એક દિવસનું ચારિત્ર આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તમારી પાસે તો હજુ સાત દિવસ બાકી છે.” નાગદત્તે તરત જ દીક્ષા લીધી. સાત જ દિવસ શુદ્ધ ચારિત્ર પાળી બધા જીવોને ખમાવી ત્યાંથી કાળ કરી દેવલોક પામ્યા. દેવદત્ત પૃથ્વીપુરમાં જીવનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામનો પુત્ર હતો. પુત્રને જૈન ધર્મનો રંગ લાગવાના બદલે કુસંગ હોવાથી વ્યસનોનો રંગ લાગ્યો. દિવસે દિવસે વધુ ને વધુ નિષ્ફર થતો ગયો અને છેવટે સાતે વ્યસનો સેવતો થઈ ગયો. જીવનદાસ બહુ જ શાંતિથી તેને આ માર્ગેથી પાછો વાળવા ધર્મ શિક્ષા આપતા, પણ દેવદત્ત ઉપર તેની કોઈ અસર થતી નહીં. ઉત્તરોતર તે વ્યસનોમાં વધુ ને વધુ ડૂળે જતો હતો. દેવદત્તને સંસ્કારી બનાવવા જીવનદાસ ઘણું વિચારતો. કોઈ ને કોઈ રીતે તેને સંસ્કારો આપી તેના આત્માને તારવો જોઈએ એવી ઊંડી સમજથી તેને એક જિન-પ્રતિમાની સ્થાપના પોતાના ઘરમાં કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy