SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૭૭ સાત જણની હત્યા કરતો. જ્યાં સુધી સાત જણની હત્યા થાય નહીં ત્યાં સુધી એના જીવને શાંતિ થતી નહિ. રાજગૃહી નગરીમાં હાહાકાર થઈ ગયો. રાજયના બધા પ્રયત્નો તેને પકડવાના નિષ્ફળ ગયા. શ્રેણિક મહારાજાએ ઉદ્ધોષણા કરાવી કે કોઈએ બહાર સવારે નિકળવું નહીં. સાત જણની હત્યા થયા બાદ દિવસ શાંત રહેતો. અર્જુનનો આ સાત હત્યાનો ક્રમ છ મહિના ચાલ્યો. શાસ્ત્રાધારે પાંચ માસ અને તેર દિવસ મળી કુલ તેને ૧૧૪૧ માણસોનો નાશ કર્યો. એવામાં ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધારવાના સમાચાર શહેરમાં આવ્યા. પણ મરણના ભયથી ઉદ્યાનમાં ધર્મદેશના સાંભળવા કોઈ જઈ શક્યું નહીં. પણ એક સુદર્શન નામનો ભગવાનનો પરમ ભક્ત રહી શક્યો નહીં. તે હિંમત કરીને શહેરમાંથી ઉદ્યાનમાં જવા નિકળ્યો. જેવો નગરની બહાર નિકળ્યો કે સામેથી વિકરાળ સ્વરૂપે આવતા અર્જનમાળીને જોયો. મરણાંત ઉપસર્ગ જાણી સુદર્શન ત્યાં સંથારો ધારી કાયોત્સર્ગ ધ્યાને ઊભો રહ્યો. અર્જુનમાળી તેના ઉપર ઘસી આવ્યો. અને મુદગલ ઉપાડી જ્યાં તેને મારવા જાય છે કે તરત જ અધિષ્ઠાયક દેવના પ્રભાવે યક્ષ તેના શરીરમાંથી નીકળી પલાયન થઈ ગયો. લગભગ ૬ મહિનાનો ભૂખ્યો-તરસ્યો અર્જુન દીન બની ગયો અને મૂછ ખાઈ જમીન ઉપર ઢળી પડ્યો. સુદર્શને આશ્ચર્ય પામી મનથી પ્રભુનો આભાર માન્યો. તેણે અર્જુનમાળીને બોધ આપ્યો અને ભગવાન મહાવીર પાસે લઈ ગયો. ભગવાનના ધર્મોપદેશથી વૈરાગ્ય પામી અર્જુનમાળીએ દીક્ષા લીધી અને જાવજીવ પર્યત છઠ્ઠ ઉપર છઠ્ઠનો તપ કરવાનો નિયમ કર્યો. પારણાને દિવસે શહેરમાં ગોચરી અર્થે નીકળતો. ઘણાં લોકો તેના પર પત્થરનો વરસાદ વરસાવી સંતાપ આપતા. તે સઘળું અર્જુન મુનિ ઉત્કૃષ્ટભાવે સહન કરતા અને આત્માના સ્વરૂપને વિચારતા. આ પ્રમાણે સમભાવે પરિષહ સહન કરતાં અને ત્યાગની સર્વોત્કૃષ્ટ ધારાએ પ્રવેશતાં એ જ ભવે અર્જુન મુનિને કેવલ્યજ્ઞાન થયું અને મોક્ષ પામ્યા. ટૂંકા આયુષ્યમાં આત્મ સાધક (નાગદત્ત શ્રેષ્ઠિ) ઉજ્જયનિ ધનદંત્ત સુત, નાગદત્ત સાર; મુનિવચને પ્રતિબોધ લઈ સંયમે સફલ કર્યો અવતાર. નાગદત્ત શ્રેષ્ઠિએ એક સુંદર મહેલ બંધાવ્યો. મહેલ તૈયાર થઈ ગયો. ફક્ત રંગ કરવાનું જ બાકી. શેઠ ઊભા ઊભા કારીગરોને રંગ કેવો કરવો તે અંગે સૂચના આપી રહ્યા હતા. ત્યાં એક જૈન મુનિ પસાર થતા શેઠની વાતો સાંભળી જરાક હસ્યા. શેઠે આ જોયું. મનમાં વિચારે છે કે મુનિરાજ કેમ હસ્યા હશે? કારણ વગર મુનિવર હસે નહીં. નિરાંતે મુનિરાજને પૂછશું. શેઠ ત્યાંથી ઘરે આવ્યા. ભોજનનો સમય થતાં જમવા બેઠા. બાજુમાં શેઠનો નાનો છોકરો પારણામાં સૂતો હતો. જમતા જમતા તેનું પારણું શેઠ હીંચોળે છે. ત્યાં જ છોકરો મૂતર્યો, થોડું મૂત્ર શેઠના ભાણામાં પડ્યું. જાણ્યું ન જાણું કરી શેઠ જમતા જ રહ્યા. બરાબર આ જ વખતે તે જ મુનિરાજ આવ્યા અને આ દશ્ય જોઈ ફરી પાછા હસ્યા. શેઠે મુનિરાજને હસતા જોયા. તેમને ભારે આશ્ચર્ય થયું. થોડો આરામ કરી શેઠ દુકાને આવ્યા. તેટલામાં એક કસાઈ એક બોકડો લઈને જતો હતો. તે જૈ, ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy