________________
૨૭૬ ]
| જૈન પ્રતિભાદર્શન
પણ એકાએક, માણસના સ્વભાવ અનુસાર, ચંપક શ્રેષ્ઠિની ભાવધારા ધડ દઈને નીચે ગબડી : સાધારણ મુનિ હોરે તે કરતાં ઘીની ઘણી ધાર પાત્રામાં થઈ છતાં હજુ મુનિ બસ એમ નથી કહેતાં. આ તે સાધુ છે કે કોઈ લોભી ધૂતારો? હું તો ભાવથી વ્હોરાવું છું. પણ આ સાધુ સાધુધર્મ સમજતા લાગતા નથી.” તેની આ બદલાએલી ભાવના જાણી જ્ઞાની મુનિએ કહ્યું : ભાગ્યવાન! આમ ઊંચે ચડી રહેલી ભાવનાને પાછી નીચે પટકાવા જેવું કાં કરો છો? ચંપકશ્રેષ્ઠિને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું : ભગવંત! હું તો અહીં જ તમારી સામે ઊભો છું, ક્યાએ ચડ્યો નથી તો પટકાવું કેવી રીતે?
| મુનિએ પોતાનું પાત્રુ લઈ લેતા કહ્યું : મહાનુભાવ! દાન કરતી વખતે ભળતા-સળતા વિકલ્પો કરવાથી દાન દૂષિત બને છે. દાન સમયે ચડતા ભાવને ચડતા જ રાખવા જોઈએ. તે વખતે બીજા ન કરવાના વિચારો કરી ભાવધારાને ખંડિત ન કરવી જોઈએ. મૂળ વાત સમજાવતા કહ્યું : તમારી ઘીની ધાર વખતે ભાવના એટલી ઊંચી હતી કે બારમાં દેવલોકે જવાનું પુણ્ય તમે બાંધી રહ્યા હતા. પણ મેલી ભાવના ભાવી તમે પટકાણા! શ્રેષ્ઠિ જ્ઞાની ગુરૂની વાત સમજી ગયા. અને, અહા! આ મેં શું કર્યું? તેનો ભારે પશ્ચાત્તાપ કર્યો. પાપની આલોયણા ગુરૂને પગે પડી માંગી. તે આલોયણા પૂરી કરી અંતે મૃત્યુ પામી તેઓ બારમા દેવલોકે ગયા.
જ વેચતો.
કર્ભે શૂરા : ધર્મે શૂરા
( અર્જનમાળી ) બનીને હત્યારા અર્જુન માળી, તમે ઘણાની લીલી વાડી ઉજાડી;
પણ અંતે પામી મહાવીર માળી નમન તમને ખરે જીવન દીધું અજવાળી. રાજગૃહી નગરીમાં અર્જુન નામે એક માળી રહેતો હતો. તે ખૂબ સુખી હતો. તેને બંધુમતી નામની રૂપવતી સુંદર પત્ની હતી. ગામ બહાર તેની વાડી હતી. તે વાડી પાસે એક મુદગલ પાણી નામે યક્ષનું મંદિર હતું. તે યક્ષની અર્જુન રોજ ભાવથી પૂજા કરતો. પોતાની વાડીના ફૂલ ચડાવતો અને ફૂલવાડીના વધારાના ફૂલ ગામમાં વેચતો.
તે ગામમાં લલિતા નામની એક મંડળી હતી. તેના સભ્યો બધા કુછંદે ચડેલા હતા. એકવાર આ મંડળીના છ સભ્યો બંધુમતીને ગમે તેમ કરી ભોગવવાની તીવ્ર ઇચ્છાથી યક્ષના મંદિર પાસે આવ્યા. અર્જુન યક્ષની પૂજા કરી રહ્યો હતો. બંધુમતી ફૂલ વિણવાનું કામ કરી રહી હતી. છએ જણે ભેગા થઈ અર્જુન માળીને મંદિર બહાર કાઢી દોરડાથી બાંધ્યો અને બંધુમતીને પકડી છએ હેવાનોએ જોરજુલમથી વારા-ફરતી ભોગવી. નિસહાય રીતે અર્જુન માળી આ જોતો રહ્યો. તેને ભયંકર ક્રોધ ચડ્યો. ક્રોધમાં જ તેને યક્ષને ભાંડવા માંડ્યું : હે યક્ષ! આ શું થઈ રહ્યું છે? તું કેમ મને સહાય નથી કરતો? આવું અધમકૃત્ય હું મારી આંખે શી રીતે જોઈ શકું? સંજોગવશાત મૂર્તિના અધિષ્ઠાયકે અવધિજ્ઞાનથી આ અનર્થ નિહાળ્યો. અને તે ક્રોધિત થઈ અર્જુનમાળીના શરીરમાં પ્રવેશ્યો. તેના બળથી અર્જુનમાળી બંધન તોડી ઊભો થયો.
અને યક્ષના હાથમાં રહેલો મુદગલ ઉપાડી ઘોર ગર્જના કરતાં બંધુમતી અને પેલા લંપટી છએ જણને | મારી નાખ્યાં. ક્રોધે માજા મૂકી, એ મુદગલ ઉપાડી ગર્જના કરતો ઘોર જંગલમાં ચાલી ગયો. પ્રતિદિન તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org