SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ ] [ જૈન પ્રતિભાદર્શન ( શ્રી મુળચંદ આશારામ ઝવેરી : શ્રી મુળચંદભાઈ જ્ઞાતે વીસા ઓસવાળ શ્રાવક. સં.૧૯૪૧ના કારતક સુદ પાંચમના રોજ ધોળકા મુકામે તેમનો જન્મ થયેલ. તેમના પિતાશ્રીનું નામ આશારામભાઈ અને માતુશ્રીનું નામ ઇચ્છાબાઈ હતું. પોતાનો ઘણો વખત વ્યાપારમાં વ્યતિત થતો હોવા છતાં ધર્મ તરફનો તેમનો અનુરાગ જરા પણ કમી થવા પામ્યો ન હતો, કેટલીક ધાર્મિક સંસ્થાઓનો વહિવટ પણ તેઓ કરતા હતા. સં. ૧૯૫૭ની સાલમાં તેમણે ધંધાની શરૂઆત કરી અને પ્રથમ મુંબઈ જઈ ઝવેરાતના દલાલ તરીકે ટુંક સમયમાં જ તેમણે બજારના જાણીતા વેપારીઓનો સંપૂર્ણ વિશ્વાસ મેળવી લીધો. ધંધાની શરૂઆતની સાથે સમાજસેવાનું શિક્ષણ પણ તેમણે શરૂ કરેલું હતું. મુંબઈમાં ભરાતી ઘણી ખરી સામાજિક તથા દેશહિતની મિટીંગોમાં તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. તે વખતે તેમણે “જૈન મિત્ર મંડળ” અને “વકતૃત્વ કલા પ્રસારક” નામની સંસ્થાઓ સ્થાપવા સાથે તેને સારા પાયા પર લાવવા માટે આગેવાની ભર્યો ભાગ લીધો હતો. એ જ અરસામાં ભરાયેલ “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ''માં સ્વાગત કમિટિના સભાસદ તરીકે તથા વોલન્ટીયર સુપ્રીટેન્ટન્ટ તરીકે કામ કરીને તેમણે જ્ઞાતિની સારી સેવા બજાવેલી હતી. તેમની એ સેવાની કદર કરીને પ્રમુખ સાહેબે તેમને રૂપાનો ચાંદ અને પ્રમાણપત્ર આપેલું હતું. પોતાની જ્ઞાતિનું હિત લક્ષમાં રાખીને એમણે અમદાવાદ આવ્યા બાદ “ઓસવાળ કલબ” સ્થાપવામાં પણ સારી મહેનત કરેલી છે અને એ કલબ થાપાઈ ત્યારપછી બે મહિનાથી તેઓ તેના સેક્રેટરી નિમાયા હતા, જે કામ તેઓ હજુ સુધી કરતા હતા. મુળચંદભાઈ પોતાના ધર્મ તરફ સારી લાગણી ધરાવતાં હતા. સામાયિક-સેવા તથા ધાર્મિક પુસ્તકોનું વાંચન તેઓ હંમેશાં નિયમિત રીતે કરતા. તેઓ સ્વભાવે શાંત, મિલનસાર અને દયાળુ વૃત્તિ ધરાવતા હતા. તેઓ પ્રતિ વરસે તીર્થસ્થાનોમાં સહકુટુંબ યાત્રા માટે જતાં અને ત્યાં બનતું દાન-પુન્ય કરતાં સં. ૧૯૬રમાં જયારે વાલી પાસેથી તેમને પિતાનો વારસો સોંપવામાં આવ્યો તેજ વખતે તેમણે પચાસ વીઘા જમીન પાંજરાપોળ તથા બીજાં જુદ-જુદે ઉપયોગી ખાતાને બક્ષીસ કરી હતી. તે સિવાય પ્રસંગે પ્રસંગે તેઓ દીન-દુઃખી માનવોને યથાશક્તિ સહાય કરતાં હતા. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠ હઠીસીંગ કેસરીસીંગ : જે પ્રતાપી અને પુણ્યશાળી નરરત્નોના પ્રભાવે અમદાવાદ રાજનગર કહેવાયું છે તે નરરત્નોમાં સ્વ. શેઠ હઠીસીંગભાઈ મુખ્ય છે, એમનો જન્મ અમદાવાદ શહેરમાંજ સં. ૧૮૫૨માં થયો હતો. એમના પિતાશ્રી રેશમનો ધંધો કરતાં હતા. - હઠીસીંગભાઈ શેઠે સખાવતના ઘણાં કાર્યો કરેલાં છે અને પરોપકારનાં કાર્યોમાં લાખો રૂપિયા સવ્યય કરેલા છે. અમદાવાદની સીવીલ હોસ્પિટલમાં, ઘર આગળ દેરાસર બંધાવવામાં તથા દિલ્હી દરવાજા બહાર પાડી બંધાવવામાં, મોટા મોટા સંઘો કાઢવામાં, સંપત્તિનો વ્યય કરી સાધર્મિક બંધુઓને સહાયરૂપ થયા છે. તેમના વરદ્ હસ્તે જાહેર સખાવતની નોંધ લગભગ પચીસ લાખ રૂ. (તે સમયના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy