________________
અભિવાદન ગ્રંથ)
[ ૭૯૧
' l
રાજા ,*
,
શેઠશ્રી હઠીભાઈની વાડીના દેરાસરનું મનોહર ચિત્ર
થવા જાય છે. તે ઉપરાંત જ્ઞાતિમાં, સંઘમાં તથા કુટુંબમાં આપવામાં લાખો રૂા. સદ્વ્યય કરેલા તે અલગ દેશાવરથી જાત્રા માટે નિકળેલા જેટલા સંઘ અમદાવાદ શહેરમાં આવતા તે તમામ સંઘને શેઠ હઠીસીંગ કેસરીસીંગ, હિમાભાઈ તથા શેઠ કરમચંદ પ્રેમચંદ જમાડતાં, નવકારશીમાં શ્રાવક ભાઈઓને જમવાની થાળીઓ પણ એ ત્રણ શેઠશ્રીઓએ બનાવી આપી હતી. જે હજુ પણ વપરાય છે. હઠીસીંગ શેઠનું સરકારમાં પણ ઘણું જ માન હતું, તે વખતના અમદાવાદના કલેકટરસાહેબની સાથે તેમને પ્રીતિ હતી અને તેથી તેમણે જાતે આવીને શેઠની બહારની વાડીના બંગલાનો પાયો નાખેલો હતો; એટલું જ નહિ પણ એક વખતે તેઓ મુંબઈ ગયેલા ત્યારે મુંબઈના ગવર્નરે પણ તેમની મુલાકાત લીધી હતી. - હઠીસીંગ શેઠે દિલ્લી દરવાજા બહાર જે વાડી બંધાવેલ છે, તે ઘણી જ ભવ્ય અને જોવા લાયક છે, એ વાડીમાંના દેરાસર પાછળ લગભગ ૧૨ લાખ તથા બંગલો, હઠીપરૂ અને ધર્મશાળા વિગેરેની પાછળ ત્રણ લાખ તથા અંજનાકા નામની ધાર્મિક ક્રિયા કરવામાં રૂા. છ લાખનો ખર્ચ થયાનું કહેવાય છે, એ અંજનશલાકા થઈ તે વખતે દોઢ લાખ માણસ એકઠું થયું હતું અને જમણનો શીરો ભરવા માટે વાસણોની સગવડ નહિ થવાથી મોટા મોટા હવાડા કરીને તેમાં શીરો ભરેલો હતો. આ પ્રતાપી અને પરોપકારી પુરૂષ પોતાની પાછળ કાંઈ પણ સંતતિ મુકયા સિવાય સં. ૧૯૦૧ના શ્રાવણ સુદ ૫ ને શુક્રવારે લગભગ ૫) વરસની વયે સ્વર્ગવાસી થયા હતા.
[રાજનગરના રત્નો' પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠાણી હરકુંવરબાઈ :
સ્વ. હરકુંવર શેઠાણી મૂળ ઘોઘાના વતની હતા. દંતકથા એવી છે કે અમદાવાદના શેઠ હઠીસીંગ સંઘ સાથે જાત્રાએ ગયેલા ત્યારે તેમણે હરકુંવરબાઈને છાણા થાપતાં તેમના પગમાં પદ્મ જોઈ તેમની સાથે | લગ્ન કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org