SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ર ] [ જૈન પ્રતિભાદર્શન હઠીસીંગ શેઠ ગુજરી ગયા ત્યારે પોતાની પાછળ ૪૦ લાખ રૂ.ની મિલકત મુકી ગયા હતા, જે તેમની બૈરીઓને ભાગે વહેંચતા હરકુંવર શેઠાણીના ભાગમાં લગભગ તેર લાખ રૂ. આવ્યા હતા, એ બધા રૂા. તેમણે ધર્માદામાં વાપરી નાખ્યા હતા. તેમના નામની કન્યાશાળા ટંકશાળમાં હજુ ચાલે છે, ઉપરાંત માંડવીની પોળમાં તેમણે એક દેરાસર બંધાવેલ છે. તેમ જ પતાસાની પોળ આગળ આવેલ મકાનમાં એક ચાંદીનું દેરાસર બંધાવેલ છે. સં. ૧૯૦૫માં પંચ તીર્થનો સંઘ કાઢી ગામોગામ થાળીસાકરનું લ્હાણું આપવામાં લગભગ રૂ. ૮૫000 તેમણે ખરચ્યા હતા, તે સિવાય બીજા પણ એવાં લ્હાણાં તેમણે કરાવ્યાં હતા. સં. ૧૯૧૬માં મોટો સંઘ કાઢી તેઓ પાલીતાણા ગયા હતા, તે વખતે પાલીતાણાના ઠાકોર સાહેબ સુરસિંહજીના લગ્ન હોવાથી પોતે મોસાળુ કરી ૮૦ મણ ધી વાપરી ગામ જમાડયું હતું તથા એક મોતીની કંઠી ઠાકોર સાહેબને ભેટ આપી હતી, જે કંઠી આજ પણ ફઈબાની કંઠી તરીકે પાલીતાણાના દફતરે નોંધાયેલ છે, અને તેની કિંમત લગભગ રૂ. ૧૫000/- અંકાય છે, શત્રુંજય પર્વત પર ચડતાં હીંગળાજના હડાનું ચઢાણ બહુ મુશ્કેલ હોવાથી ઘણો જ ખર્ચ કરી ત્યાં આગળ તેમણે પગથીયાં બંધાવેલ છે, અને પરબની સ્થાપના પણ કરેલી છે. સં. ૧૯૭૪માં ટંકશાળામાં મોટું દેરાસર બંધાવેલ છે. પતાસાની પોળમાં શ્રી હંસનાથના દેરાનો જિર્ણોદ્ધાર સં. ૧૯૧૯માં રૂા. પોણાલાખના ખર્ચે કરાવ્યો હતો તેમ જ સં. ૧૯૨૦માં મોટો સંઘ કાઢી સમેતશિખરની યાત્રાએ ગયેલા અને ત્યાં આગળ ધર્મશાળા બંધાવવા સાથે તે તીર્થમાં ૨૦ તીર્થંકરો મોક્ષે ગયા તેની દેરીઓ ખારા પત્થરની હતી તે ટીપ કરી આરસપહાણની બંધાવી હતી. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે એક ચાંદીનો રથ તેમણે બનાવેલ છે. આબુના ડુંગરપર દેલવાડે રૂા. ૪OOOO/ ખરચી એક ધર્મશાળા બંધાવેલ છે. સં. ૧૯૨૧માં દુકાળ વખતે સસ્તા અનાજની દુકાન શરૂ કરી રૂ. ૭OOOO/-ખરચ્યા હતા. આવી રીતે સખાવતના અનેક કાર્યો એમણે કરેલા હતા, તેમની સખાવતોથી પ્રસન્ન થઈ સર્વ કોઈ સગૃહસ્થો તથા રાજવંશીઓ તેમને માન આપતા હતા, જામસાહેબથી શિરપાવ, ગાયકવાડ સરકાર તરફથી પાલખી, મસાલ છત્ર તથા ચાબદારનો શિરપાવ અને રૂ. ૨000 નું વર્ષાસન તથા નામદાર બ્રિટીશ સરકાર તરફથી એક નામદાર સખાવતે બહાદુરનો સોનાનો ચાંદ તેમને મળેલો હતો. આવી પરોપકારી, હિંમતવાન, ઉદાર અને બાહોશ સ્ત્રી ગુજરાતમાં બીજી ભાગ્યે જ થઈ હશે. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. શેઠ મનસુખભાઈ ભગુભાઈ : સ્વ. શેઠ મનસુખભાઈ જ્ઞાતે વીસા પોરવાડ શ્રાવક હતા. એમનો જન્મ સં.૧૯૧૧ના શ્રાવક સુદ ૧૧ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો, એમના પિતાની શરાફની પેઢી હતી અને તેઓ ધર્મચુસ્ત તથા પરોપકારી ગૃહસ્થ હતા. મિલ ઉદ્યોગમાં લક્ષ આપી પુષ્કળ પૈસો પેદા કરવાની સાથે મનસુખભાઈ શેઠે ધર્મના, પરોપકારના અને જ્ઞાતિહિતનાં પણ ઘણાં કાર્યો કર્યાં હતાં. પોતાના ધર્મના કેટલાય સ્થાનકો તેમણે નવા બંધાવ્યાં હતાં, કેટલાકનો જિર્ણોદ્ધાર કરાવેલ હતો અને કેટલાકના વહીવટમાં સુધારો કરાવ્યો હતો. ૧૯૫૬ના ભયંકર દુકાળ વખતે અત્રેની પાંજરાપોળના ઢોરોની પણ તેમણે સારી સેવા બજાવી હતી, તે ઉપરાંત પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy