________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૯૩
ધર્મના પુસ્તકોનો પણ ઉદ્ધાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, કેળવણીને સારુ ઉત્તેજન આપ્યું હતું અને ઘર્માદા દવાખાનું પણ સ્થાપ્યું હતું.
પાલીતાણા સ્ટેટ અને જૈન કોમને વાંધો પડેલો તેમાં પણ એમણે આગળ પડતો ભાગ લઈ સમાધાન કરાવવા માટે બનતો પ્રયત્ન કર્યો હતો, તેમની અનેક પ્રકારની જ્ઞાતિ સેવાઓ લક્ષમાં લઈને તેમની જ્ઞાતિ તરફથી ઇ.સ. ૧૯૦૮માં ભાવનગર મુકામે ભરાયેલી છઠ્ઠી જૈન કોન્ફરન્સના પ્રમુખ તરીકે તેમને નિમવામાં આવ્યા હતા, આ પ્રખ્યાત અને પરોપકારી ગૃહસ્થ સં. ૧૯૬૯માં ૫૮ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા.
[ “રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) શેઠ અંબાલાલ સારાભાઈ :
શ્રી અંબાલાલભાઈ જ્ઞાતિએ દશા શ્રીમાળી શ્રાવક. એમનો જન્મ સં. ૧૯૪૬માં થયો હતો. એમના પિતામહ રા.બ.મગનભાઈ કરમચંદ પોતાના કન્યાશાળા, ધર્મશાળા, દેરાસર વિગેરે લોકોપયોગી કાર્યોને માટે અમદાવાદમાં બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય હતા.
અંબાલાલભાઈએ મેટ્રિક સુધી અભ્યાસ કરીને અઢાર વરસની કુમાળી વયે ધંધાની શરૂઆત કરી હતી અને પોતાના પિતાના પિતામહે સ્થાપેલ પેઢીનો તથા જયુબિલી અને કેલીકો નામની બે મિલોનો વહીવટ તેમણે સંભાળી લીધો હતો.
પોતાની પાસે પુષ્કળ ધન અને સંપત્તિ હોવા છતાં વેપાર અને ઉદ્યોગની ખીલવણીને અર્થે તેઓ સને ૧૯૧૨માં સકુટુંબ વિલાયત ગયા હતા. ત્યાં તેઓ થોડા વખત રહ્યા પણ હતા. ત્યાંથી સ્વદેશ પાછાં ફરતાં કેટલીક પ્રખ્યાત વ્યાપારી કંપનીઓની એજન્સીઓ તેઓ લાવ્યા હતા.
[ “રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) સ્વ. નગરશેઠ પ્રેમાભાઈ હિંમતભાઈ
અમદાવાદના પ્રખ્યાત અને પ્રતાપી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ જ્ઞાતે શ્રાવક ઓશાવાળ વાણિયા હતા, એમનો જન્મ સં.૧૯૭૧ ઇ.સ. ૧૮૧૫માં થયો હતો. એમના વડવાઓ તે વખતના પોતાના રાજકર્તાઓની સાથે મિત્રાચારીને લીધે, તેમજ કરેલા પરાક્રમના અને સખાવતનાં કાર્યોને માટે બહુ જ પ્રખ્યાત છે. શેઠ પધાશાના વંશના ત્રીજા અને પ્રેમાભાઈ શેઠથી છઠ્ઠી પેઢીએ થયેલા શેઠ શાંતિદાસે પ્રથમ નગરશેઠનો ઇલ્કાબ જહાંગીર બાદશાહ તરફથી મળ્યો હતો, જે ઇલ્કાબ હજુ તેમના વંશ વારસો ભોગવે છે.
મરાઠાના ત્રાસમાંથી અમદાવાદને બચાવવાનું માન શાંતિદાસ શેઠના મોટા પુત્ર ખુશાલચંદભાઈને ઘટે છે. તેમની એ બહાદુરીથી અમદાવાદની ઓકટ્રોઈ ડ્યુટી (હાંસલ) પોતાને માટે એકત્ર કરવાનો હક્ક તેમને અપાયેલો હતો, હવે એ હક્કના બદલામાં તેમના વંશ વારસોને રૂા. ૨૧૩૩નું પેન્શન ગવર્નમેન્ટ તરફથી મળે છે.
નગરશેઠ પ્રેમાભાઈએ સખાવતના ઘણા જ જાણવા જેવા કાર્યો કરીને પોતાની તથા પોતાના વડીલોની પ્રતિષ્ઠામાં ઘણો જ સારો એવો વધારો કરેલ છે, તેમનું પહેલું અને મુખ્ય કર્તવ્ય ૧૮૫૭ના બળવામાં સરકારને મદદ કરવાનું હતું. એ બળવા દરમ્યાન બળવાખોરો તારનાં દોરડા કાપી નાખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org