SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હોવાથી સેન્ટ્રલ ઈન્ડિયાના સમાચાર મળવામાં બહુજ વિટંબણા પડતી હતી તે વખતે પ્રેમાભાઈ શેઠે ઇંદોર અને અમદાવાદ વચ્ચે ડાકની સગવડ કરી આપવાથી તે વખતના કલેકટર મા. હેડો અને જડ્જ મા. વોર્ડનને દ૨૨ોજ નિયમિત સમાચાર મળવા લાગ્યા અને તેથી તેઓ બહુજ ખુશી થયા. તે સિવાય ધાયલ થયેલાઓ માટે તે વખતે ઠામ-ઠામ દવાખાના થતાં હતાં, તે જોઈને પ્રેમાભાઈ શેઠે રૂા. ૨૨૧૫૦/ તથા તેમના બનેવી શેઠ હઠીસીંગ કેસરીસીંગે પણ તેટલા જ રૂા. ઉમેરીને અમદાવાદમાં એક દવાખાનું સ્થાપ્યું હતું, એ દવાખાનું અમદાવાદમાં હઠીસીંગ પ્રેમાભાઈ હૉસ્પિટલ(સિવિલ હૉસ્પિટલ) નામથી ચાલે છે. ત્યાર પછી તેમણે રૂા. ૭૨૫૦ના ખર્ચે એક લાયબ્રેરી સ્થાપી, જે હાલ ‘‘હીમાભાઈ ઇન્સ્ટીટયુટ''ના નામથી ઓળખાય છે અને સમયના પ્રમાણમાં તેનો ઘણો જ સુધારો વધારો ક૨વામાં આવેલો છે, અમદાવાદમાં હાલ એ પ્રથમ પંક્તિની લાઇબ્રેરી લેખાય છે. ત્યાર પછી ગુજરાત કોલેજ સ્થાપવામાં પણ તેમણે રૂા. ૧૦૦૦૦/ ની રકમ આપી હતી. તે સિવાય મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાં પહેલે નંબરે પાસ થનારને ચાંદ આપવાની પણ તેમણે ગોઠવણ કરી હતી. ૧૮૬૩માં મુંબઈમાં વિકટોરીયા ગાર્ડન અને આલબર્ટ મ્યુઝીયમની સ્થાપના થઈ તેમાં પણ પ્રેમાભાઈ શેઠે રૂા. ૧૩૫૦ની મદદ કરી હતી અને પાછળથી મકાનની આજુબાજુ બગીચો તથા રેલીંગ બનાવવા માટે બીજા રૂા. ૧૦,૦૦૦/ આપ્યા હતા. - સં.૧૯૩૪માં ભયંકર દુકાળ પડેલો તેમાં પણ રૂા. બે લાખની ગંજાવર ૨કમ તેમણે ધર્માદા માટે કાઢી હતી. તે સિવાય વિદ્યાવૃદ્ધિના તથા કેળવણીના કાર્યોમાં પણ તેમણે સારી મદદ આપી હતી. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને મદદ તરીકે રૂા. ૨૦૦૦/ તેમણે આપ્યા હતા. નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા વિગેરે સ્થળોએ ધર્મશાળા બાંધવા માટે તેમણે રૂા. ૨૩૦૦૦/ ખર્ચેલા હતા. કાઠીયાવાડમાં આવેલ પવિત્ર શત્રુંજય પર્વત ઉપર એક સુંદર અને ભવ્ય દેવાલય તેમણે રૂા. પાંચ લાખના ખર્ચે બંધાવેલ છે, પાલીતાણા નગરમાં ધર્મશાળા તેમજ પાંજપાપોળ પણ સ્થાપેલ છે. સં. ૧૯૦૫માં શત્રુંજય તીર્થનો સંઘ કાઢયો હતો. વળી કેશરિયાજી પંચતીર્થના સંઘ કાઢયા. સર્વ તીર્થસ્થળોના રક્ષણ અને વહીવટ કરવા માટે ‘શેઠ આણંદજી કલ્યાણજી પેઢી'ની સ્થાપના અને તેના કાયદા-બંધારણ તેમના સમયમાં થયાં. આવા આવા અનેક પરોપકારી કાર્યો તેમણે કરેલા છે અને એવા શુભ કાર્યોમાં જ પોતાનું જીવન વ્યતીત કરી સારી એવી કીર્તિ સંપાદન કરેલ છે. રાજકીય બાબતોમાં તેમણે વિશેષ ભાગ લીધેલ નહોતો, તો પણ લેજીસ્લેટિવ કાઉન્સીલના તેઓ મેમ્બર થયા હતા. આ પ્રતાપી અને પરોપકારી શેઠ સાહેબ પોતાની પાછળ મયાભાઈ, મણિભાઈ અને લાલભાઈ નામના ત્રણ પુત્રરત્નો મુકીને ઇ.સ. ૧૮૮૭માં બાસઠ વરસની વયે સ્વર્ગવાસી થયા હતા. આવા લોકપ્રિય અને પ્રભાવશાળી પુરૂષના નામનું સ્મરણ કાયમ રાખવા માટે તેમજ તેમના પ્રત્યેની પોતાની લાગણી અને દિલસોજી બતાવવા માટે અમદાવાદ શહેરની પ્રજાએ તેમના નામ પરથી ‘‘પ્રેમાભાઈ હોલ’’ એ નામનું એક સ્થળ સ્થાપન કરેલ છે, જે તે વખતથી આજ સુધી જાહેર ભાષણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy