SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૯૫ કરવાના ઉપયોગ માટે વપરાય છે અને પ્રસંગોપાત પ્રેમાભાઈ શેઠના પ્રતાપી નામની જાહેર પ્રજાને યાદી આપે છે. [“રાજનગરના રત્નો” પુસ્તક માંથી સાભાર) સ્વ. શ્રીયુત મણિભાઈ પ્રેમાભાઈ ? પ્રતાપી નગરશેઠ પ્રેમાભાઈના પુત્ર મણિભાઈનો જન્મ સંવત ૧૯૧૯ ઈ.સ. ૧૮૬૩માં થયો હતો, જરૂરિયાત પુરતો ગુજરાતી અભ્યાસ કરી તેઓ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યાં કેટલોક અંગ્રેજી અભ્યાસ કર્યા બાદ અઢાર વરસની નાજુક ઉંમરે તેઓ પોતાના બાહોશ પિતાના હાથ નીચે વ્યાપારમાં સામેલ થયા હતા. તેમની સત્તાવીસ વરસની ઉંમરે તેઓ ગવર્નમેન્ટ તરફથી મ્યુનિસીપલ કાઉન્સીલર નિમાયેલા હતા, અને પોતાની કાર્યદક્ષતા તથા બાહોશીથી તેઓ વાઇસ પ્રેસીડન્ટના હોદા સુધી પહોંચ્યા હતા. અમદાવાદના મિલ ઉદ્યોગના પિતા શ્રીમાન સ્વ.રા.બ. રણછોડલાલ છોટાલાલ તે વખતે મ્યુનિસીપાલિટીના પ્રમુખ હતા અને શેઠ મણિભાઈ ઉપર તેમને ઘણો જ પ્રેમ હતો, તેમના હાથ નીચે અને અને તેમની જ ઉત્તમ લાગણીથી શ્રીયુત મણિભાઈએ મ્યુનીસીપાલિટીના કામનો સંગીન અનુભવ મેળવેલ હતા, અને એ કામમાં તેઓ એટલા બધા બાહોશ બન્યા હતા કે ઈ.સ.૧૮૯૮માં રા.બ. રણછોડલાલભાઈ સ્વર્ગવાસી થયા ત્યારે તેમની જગ્યાએ તેઓ પ્રમુખ તરીકે નિમાયા હતા, જે હોદો તેમના સ્વર્ગવાસ સુધી તેમણે નિભાવ્યો હતો. મ્યુનીસીપાલિટીના પ્રમુખ હતા તે દરમ્યાન લોકહિતના બનતાં કાર્યો તેમણે કરેલાં હતાં, તેમજ જાહેર સખાવતના પણ બનતાં કાર્યો કર્યા હતાં. સંવત ૧૯૫૬ ના દુષ્કાળ પ્રસંગે તેમણે પુઅર હાઉસ અને કેટલ કેમ્પ જેવી ઉપયોગી સંસ્થાઓ સ્થાપવામાં ઘણી જ મદદ કરી હતી, એટલું જ નહિ પરંતુ ગાયોની સેવા કરવામાં પોતે જાતે આગેવાની ભર્યો ભાગ લીધો હતો અને એ પ્રસંગે તેમણે આર્થિક મદદ પણ સારી રીતે કરીને પોતાની ઉદારતા દર્શાવેલી. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) શ્રીયુત મોહનલાલ મગનલાલ ઝવેરી : રા.રા. મોહનલાભાઈ જ્ઞાતે વીસા ઓસવાળા શ્રાવક વાણીયા. એમનો જન્મ સં. ૧૯૦૬ના અષાડ વદ ત્રીજના રોજ થયો હતો. તેમના પિતાનું નામ મગનલાલભાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. સં. ૧૯૪૦થી તેમણે પોતાનો વ્યવસાય ઘણો જ ખીલવ્યો હતો અને દેશ-પરદેશની અંગ્રેજી પેઢીઓ સાથે કામ શરૂ કર્યું હતું. પાલીતાણામાં શ્રાવકોના કોઈ પ્રશ્ન મુંબઈ તરફના ડેપ્યુટેશનમાં સંઘ તરફથી નિમાઈને તેઓ પાલીતાણા ગયા હતા. તે સિવાય મક્ષીજી કેસમાં પાંચ-સાત વખત મક્ષી, ઉજજૈન તથા ગ્વાલીયર વિગેરેના ડેપ્યુટેશનોમાં પણ તેઓ ગયા હતા. તે ઉપરાંત સમેતશિખરજીના કેસમાં પણ તેઓ મુંબઈના સંઘ તરફથી ડેપ્યુટેશનમાં ગયા હતા. આ રીતે જૈન કોમના હિતની દરેક હિલચાલોમાં સંઘ તેમનો પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy