SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૬ ] L[ જૈન પ્રતિભાદર્શન કર્યા હતા, એ હકીકત તેમની બાહોશી તથા તેમના પ્રત્યે સમસ્ત જ્ઞાતિની ઉત્તમ લાગણી બતાવવાને માટે પુરતી છે. આબુના દેરાસરમાં અંગ્રેજો વિગેરે બુટ પહેરીને જતા હતા તે બંધ કરાવવાના ડેપ્યુટેશનમાં મુંબઈ તથા અમદાવાદના ગૃહો ગયેલા તેમાં તેઓ પણ સામેલ હતા. તે ઉપરાંત ડોકટર દીનશાજી જીવાજી એદલ બહેરામે સ્થાપેલ ““જીવદયા પ્રબોધક નીતિવર્ધક મંડળ'' ના તથા ““અશકતાશ્રમ'' ના પણ લાઈફ ચેમ્બર થઈને, તેમજ મુંબઈ વિગેરે શહેરોમાં તે સંબંધે ઉપદેશ કરીને તે ખાતાને પૈસા સંબંધી મદદ અપાવી હતી. તે સિવાય કલ્લોલમાં શેઠ ગોરધનદાસ અમુલખદાસના હાથ નીચે ચાલતા જીવદયા ખાતાને ફંડ કરી પૈસા સંબંધી મદદ અપાવી હતી, જેના પ્રતાપે દેવીઓના નામે ચડતા લગભગ ૩૫૦ થી ૪00 પાડા તેમ જ સેંકડો બકરાઓનો બચાવ થયો હતો. વળી એ સમયે, હાજીપર ભોયણ ટીંટોડા તથા પીરના વિગેરે ગામોમાં હિંસા ન કરવા તથા જીવદયાના નિયમો પાળવા બંદોબસ્ત કર્યા હતો તે હજુ પણ પળાયા છે. મુંબઈમાં ચાલેલા પ્લેગના વખતમાં તેમણે લોકોને મદદ કરવા માટે આગેવાની ભર્યો ભાગ લીધો હતો. તેમને ઓનરેબલ મી.ન્યુજંટ, નવાબ ફયાજ અલીખાન તથા નવાબ કાઝિમ અલીખાન વિગેરેએ સર્ટીફિકેટો આપેલા છે. [“રાજનગરના રત્નો” પુસ્તકમાંથી સાભાર) (શ્રી સંઘપૂજન : એક દુર્લભ લ્હાવો વિશ્વની તમામ શ્રેષ્ઠ ઉપમાઓ શ્રી સંઘને આપવામાં આવી છે સંઘ રત્નાકર છે, સંઘ ગુણનિધિ છે. આ સંઘની ભક્તિથી તીર્થકર નામકર્મ બંધાય છે. પરમ કૃપાળુ પરમાત્માનો આ સંઘ અત્યંત ઝળકતા રત્નોની ખાણ છે. તેમાં અનેક ભાવિ આત્મા અરિહંત, ગણધર, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોના આત્મા રહેલા છે. ખુદ પરમાત્મા પણ ‘નમો તિથલ્સ' કહીને શ્રી સંઘને વંદી પછી જ દેશના આપે છે. આવા પુણ્યવંતા સંઘના સંઘપૂજનનો લાભ મેળવવો દુર્લભ છે. સંઘપૂજન એટલે સાધર્મિકનું બહુમાન!સંઘપૂજન એટલે આવા ઉત્કૃષ્ટ આત્માની અંતરના સદભાવથી અનુપમ ભક્તિ. આ સંઘની પૂજા કરવાથી તમામ તીર્થકરોની પૂજાનો લાભ મળે છે. કારણ કે આ સંઘમાંથી જ અનંતા તીર્થકરો બન્યા છે અને બનશે. અનંતા ગણધરો બન્યા છે અને બનશે. અનંતા આચાર્યો, ઉપધ્યાયો અને સાધુઓ બન્યા છે અને બનશે. માટે આ સંઘની આરાધના પૂજા ખૂબજ ઉછળતા હૈયે અપૂર્વ ઉલ્લાસથી કરવી જોઈએ. સૌજન્ય: શ્રી કુમારપાળ વી. શાહ વર્ધમાન સેવા કેન્દ્ર, ધોળકા (જિ. અમદાવાદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy